Archive | ડો. વિષ્ણુ પ્રજાપતિ RSS feed for this section

‘રજાચીઠ્ઠી’ – ખુબ જ હૃદયસ્પર્શી અને વાંચવા જેવું…ચુકતા નહિ….

ઘરમા વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું….. અને ખૂબ મજા કરીશુ…!’ મમ્મી તો ગોવા જતી ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા હોય છે તેવુ આભાસી ચિત્ર મોટા દિકરા આયુધ અને નાની દીકરી રીધ્ધીને બતાવી રહી હતી. ‘અને જો મમ્મી… હું બીચ પર ખૂબ ન્હાવાનો છું… તું મને રોકતી […]

“ફ્રેન્ડલી દિવાળી” – દિવાળી ના આ પર્વ પર દરેક ગુજરાતીએ વાંચવા જેવી હૃદયસ્પર્શી વાત !!!!

ખૂબ મોંઘી ચકચકીત કારની વિન્ડોના અર્ધપારદર્શક ગ્લાસમાંથી બહારનાં દ્રશ્ય પર વિશ્રામની નજર સ્થિર હતી. તેનું મન તો તે ઝુંપડપટ્ટીમાં બધા ભેગા મળી ફટાકડાં ફોડતા છોકરા પાસે પહોંચી ગયું હતું. તેના ડેડી ડ્રાયવર સીટ પર બેસીને ગાડીને સાઇડમાં કરી તેમના અગત્યના ક્લાયંટ સાથે વાત કરી રહ્યાં હતા. સાંજનો સાતેક વાગ્યાનો સમય હતો. દિવાળી ટાણે ઝુંપડપટ્ટીના ગંદા […]

મમ્મી- પપ્પા તમને ખબર ના પડે – હૃદયને સ્પર્શ કરી જશે આ વાત….!

નચિકેત છેલ્લી કેટલીય રાતોથી ઘરમાં મોડો આવતો. મમ્મી-પપ્પા તો ઘણીવાર ટકોર કરતા અને સમજાવતા, પણ, ‘જુઓ મને ખબર પડે છે કે મારે શું કરવું જોઇએ…? તમારે મારી કોઇ બાબતમાં માથું મારવું નહી..!’ આ બે વાક્યો સાંભળી સાંભળી તેઓ પણ કંટાળી ગયા હતા. એકના એક દિકરાને બધા લાડકોડથી ઉછરેલો.. એટલે તેની જ આ વિપરીત અસરો છેક […]

પિતાનું હૃદય તો કાયમ દિકરીના હૃદયમાં જ ધબકતું હોય છે… ખુબ સુંદર વાર્તા…

*બેસણું* સવારના આઠ થયા પણ બેસણાંના હોલનો દરવાજો બંધ હતો. કેટલાક લોકો સમયસર આવીને વારંવાર ઘડીયાળ જોઇ રહ્યાં હતા. જો કે તેમના ચહેરા પર બેસણાં પછીના બીજા શિડ્યુલ વિશે વધુ ચિંતાની રેખાઓ હતી. જલ્દી શરુ થાય તો થોડીવાર બેસીને નીકળી જઇશું તેવી ઉતાવળ લઇને ઘણાં આવ્યાં હતા. તેમના કેટલાક લોકોના એક હાથમાં ‘શોક સંદેશા’નું કવર […]

કાગવાસ – શ્રાદ્ધ ના દિવસો માં ભૂલ્યા વગર વાંચવા જેવી વાર્તા !!!!

‘ડેડી, ટુડે આઇ ચેક યોર વર્ક લીસ્ટ, ધેર ઇઝ ન્યુ વર્ડ, ‘કાગ વાસ’, વોટ ઇઝ ‘ કાગવાસ’ ?’ સવારે જ માનસે પપ્પાની ડાયરી જોઇને તેને કાગવાસ શબ્દની સમજ ન પડતા સહજતાથી પુછી લીધું. ‘બા’ બાજુના રૂમમાં જ હતા. મનોરથે માનસની વાત બા સાંભળી તો નથી રહ્યાં ને તે ત્રાંસી નજરે ચકાસી લીધું. છ વર્ષના માનસ […]

“બ્લ્યુ ઢેલ – જિંદગી બદલી નાખતી શ્રેષ્ઠ ગેમ” : ભૂલ્યા વગર વાંચજો આ સ્ટોરી….અદભૂત લખાણ છે…

જગદીશ મોબાઇલ ગેમનો ભારે વ્યસની માણસ. નવી નવી ગેમ ડાઉનલોડ કરી તેના બધા લેવલ પાર કરવાનો તેને ગાંડો શોખ હતો. ઘર હોય કે ઓફીસ તેના એક હાથની આંગળીઓ તો મોબાઇલના ડિસ્પ્લે પર ગેમ જ રમતી હોય…! હમણાં જ માર્કેટમાં નવી આવેલી ‘બ્લ્યુ ઢેલ’ ગેમ પર જગદીશનું મન લલચાયું અને મોબાઇલમાં ડાઉનલોડ કરી નાખી. ‘બ્લ્યુ ઢેલ’ […]

મિચ્છામિ દુક્કડમ – આજના દિવસે અચૂક વાંચો અને બીજા ને શેર કરો આ વાત !!!

‘ના…. ના… ના… સો વાતની એક વાત સાંભળી લે કે હું તેને ક્યારેય માફી નહી આપું.’ સિત્તેરે પહોંચેલા સેવંતીલાલે તો આજે પણ એટલા જ બુલંદ અવાજે કહ્યું જેટલા આજથી ત્રીસ વર્ષ પહેલા કહ્યું હતું. ‘શું તમેય વર્ષોથી જીદે ભરાયા છો, જેનું સ્થાન મારા કરતા’ય તમારાં જીવનમાં વધારે હતુ. તેના વગર તો તમારે સહેજે’ય ચાલતું નહોતું, […]

‘ત્રણ એક્કાથી હારેલી બાજી’ ♠♣♥♦ – સાતમ-આઠમ પર અચૂક ને અચૂક વાંચો !! શેર કરો…!!

કંપનીના નોટીસબોર્ડ પર લાગેલી નોટીસથી સૌ ટોળે વળ્યાં. ‘કંપનીમાં જન્માષ્ટમીનો પર્વ ઉજવવાનો હોવાથી દરેકે ફરજિયાત હાજર રહેવું. આપણી કંપનીના માલિક પોતે આ વખતે અહીં હાજર રહેવાના છે. ગેરહાજર રહેનારે બીજે નોકરી શોધી લેવી.’ ત્રણ વાક્યમાં ધમકી કે નિમંત્રણ હતું તે સમજવું મુશ્કેલ હતું. આઠમ-નોમની રજાઓ જાહેર થાય તેની સૌ કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. પણ, […]

‘નિહારીકાની રક્ષા – બંધન’ – એક રેશમનો દોરો બહેનને’ય બાંધજો, તેના’ય તુટેલાં સપનાઓને પ્રેમથી સાંધજો…!

એક રેશમનો દોરો બહેનને’ય બાંધજો, તેના’ય તુટેલાં સપનાઓને પ્રેમથી સાંધજો…! નિહારીકા ક્યારનીયે રાહ જોઇને થાકી….!
ભઇલુંના બેડરુમની બેલ પણ પાંચેક વાર વગાડી હશે…
પણ ભઇલું તો, ‘આવું છું…. હમણાં….!’ એમ છેલ્લા એકાદ કલાકથી કહી રહ્યો હતો.

ભારે વરસાદ – ચોમાસા માં વાંચવા અને અનુભવવા જેવી સ્ટોરી !!

લાગલગાટ ચાર દિવસથી મેઘરાજાનો અવિરત સાંબેલાધાર મારો ચાલુ હતો. હવે તો સૌ અતિથિ તુમ કબ જાઓગે.. ? જ પોકારી રહ્યા હતા. મેઘયજ્ઞ કરીને રીઝવનારા તો મેઘરાજાને હવે ખમૈયા કરવાની ધૂન લગાવી રહ્યા હતા. પણ… મેઘરાજા તો કોઇ વાતે માનવા તૈયાર જ નહોતા….! જેમ માણસ પ્રકૃતિને વેરવિખેર કરવાનો જીદે ભરાયો છે તેમ આ વખતે ભગવાન પણ […]

error: Content is protected !!