આજે આપણે બનાવીશું ગાજર માંથી એક મીઠાઈ “ કેરેટ કોકોનટ લાડુ “. આ લાડુ ફક્ત ૫-૧૦ મિનીટ માં બની જાય છે અને સાથે જ ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બને છે ..

“કેરેટ કોકોનટ લાડુ”

જરૂરી સામગ્રી:

1) ૧-૧/૨ કપ – છીણેલા ગાજર,
2) ૧ કપ – સૂકા ટોપરા નું છીણ,
3) ૨૦૦ગ્રામ – કંડેન્સમિલ્ક,
4) ૧ નાની ચમચી – ઈલાયચી અને જાયફળ નો પાવડર,
5) ૩ નાની ચમચી – દેશી ધી,

બનાવવાની સરળ રીત:

1) સૌથી પહેલા ગાજર ને ધોઈ ,છોલી ને છીણી લેવા
2) કડાઈ માં ઘી ગરમ કરવા મુકવું


3) ઘી ગરમ થાય એટલે ગાજર ને તેમાં શેકી લેવા (લગભગ ૪-૫ મિનીટ )


4) ગાજર થોડા શેકાઈ ને પોચા થાય એટલે ટોપરા નું છીણ ઉમેરવું અને મધ્યમ ગેસ પર ૨ મિનીટ શેકીલો


5) હવે એમાં થોડું થોડું કંડેન્સમિલ્ક ઉમેરતા જઈ મિક્ષ કરી લો સાથે જ ઇલાયચી-જાયફળ નો પાવડર ઉમેરી એને ધીમા ગેસ પર ગોળા જેવું બને ત્યાં સુધી શેકી લો


6) હવે એ એકદમ ઠંડુ થઈ જાય એટલે એમાં થી નાના નાના ગોળા બનાવો ,આને આમ પણ સર્વ કરી શકાય અને ફરી કોકોનટ માં કોટ કરવા હોય તો પણ કરી શકાય


7) હવે કેરેટ કોકોનટ લાડુ સર્વિંગ માટે તૈયાર છે

નોધ – ગાજર દેશી ના મળે તો ઓરેન્જ ગાજર લઈ શકાય ,સૂકામેવા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો

સૌજન્ય : શ્રીજી ફૂડ

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી