“પપૈયું અને ગાજર જ્યુસ” – શિયાળામાં દરેક પ્રકારના જ્યુસ પીવા જ જોઈએ..

“પપૈયું અને ગાજર જ્યુસ”

સામગ્રી :

1 કપ સમારેલું પપૈયું,
1 કપ સમારેલું ગાજર,
લીંબુનો રસ અને મીઠું સ્વાદ મુજબ.

રીત :

ઉપરોક્ત તમામ સામગ્રીને બ્લેન્ડરમાં ફેરવી લો. ઠંડુ પાડીને પીરસો. પપૈયાનો ઉપયોગ પાચનક્ષમતા વધારે છે. આંતરડા અને ત્વચા સંબંધી ગરબડોમાં ફાયદાકારક છે. પેટના કૃમિથી છુટકારો આપે છે. ગાજર આંખોની ક્ષમતા વધારે છે તથા ત્વચા તેમજ વાળ માટે ગુણકારી છે. તે ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને દાંતનો સડો અટકાવે છે. પાચનની તકલીફોમાં પણ ગાજર ગુણકારી છે.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી