કેપ્સીકમ મરચાનું લોટ વાળું શાક – આ શાક બનાવામાં સરળ , ઝડપી અને સ્વાદમાં ખુબ જ સરસ

- Advertisement -

કેપ્સીકમ મરચાનું લોટ વાળું શાક 

આ શાક આપ શાક કે સંભારા તરીકે પીરસી શકો. બનાવામાં સરળ , ઝડપી અને સ્વાદમાં ખુબ જ સરસ . ઘોલર મરચા / કેપ્સીકમ ને પકવવા માં જરા પણ વાર નથી લગતી , તો એકદમ ફટાફટ મીનીટો માં આ શાક તૈયાર થઇ જશે . વરીયાળી અને તલ નો વઘાર આ શાક માં ચાર ચાંદ લગાવે છે…

તો ચાલો જોઈએ આ સરળ શાકની વિગતવાર રીત ..

સામગ્રી :

· ૨ મોટા કેપ્સીકમ ( મધ્યમ સાઈઝ ના કટ કરવા ),

· ૩ મોટા ચમચા ચણાનો લોટ,

· ૨ ચમચા તેલ,

· ૧ ચમચી તલ,

· ૧ ચમચી વરીયાળી,

· ૧/૨ ચમચી જીરું,

· ૧/૨ ચમચી હિંગ,

· મીઠું,

· ૧/૨ ચમચી હળદર,

· ૧ ચમચી લાલ મરચું,

· ૧ ચમચી ધાણાજીરું,

· ૧/૨ ચમચી ખાંડ,

· ૧/૨ ચમચી લીંબુનો રસ,

રીત :

સૌ પ્રથમ કેપ્સીકમ મરચાને ધોઈ સાફ કરી લેવા. હવે મરચાને ચોરસ ટુકડામાં કાપી લો. વચ્ચેના બીજ કાઢી લેવા.

કડાયમાં ચણાનો લોટ શેકી લો. શેકવા માટે ધીમી આંચ પર રાખો અને હલાવતા જાઓ. લોટ શેકાવાની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી લેવો. લોટ બળીના જાય એ વાતનું ધ્યાન રાખવું . લોટ શેકીને ઉમેરવાથી ગાઠા પાડતા નથી .

કડાયમાં તેલ ગરમ કરો.તેલ પ્રોપેર ગરમ થઇ જાય એટલે જીરું, તલ અને વરીયાળી ઉમેરો. ૩-૫ સેકેંડ સુધી થવા દો .

જીરું અને વરીયાળી એકદમ થાય પછી ચોરસ કાપેલા કેપ્સીકમ મરચા ઉમેરો. ગેસ ની આંચ માધ્યમ રાખવી . હલાવતા રહો. ૨ મિનીટ સુધી બફાવા દો. કેપ્સીકમ ના શાક ને ક્યારે પણ ઢાંકી ને બનવું નહિ ,

ત્યાર બાદ એમાં બધા મસાલા ઉમેરી દો .

અને એકાદ મિનીટ શેકો . હવે એમાં ચણા નો લોટ ઉમેરો. લોટ ઉમેરી ગેસ ની આંચ ધીમી કરી લેવી . હલાવતા રહો જ્યાં સુધી ચણા નો લોટ કેપ્સીકમ પર સરસ રીતે ચડી ના થઇ જાય .

.લીંબુ અને ખાંડ ઉમેરો . મસાલાની સાથે પણ લીંબુ અને ખાંડ ઉમેરી શકાય છે.

સરસ મિક્ષ કરો અને ગરમ ગરમ પીરસો ..

આ શાક રોટલી કે પરાઠા સાથે પીરસી શકાય.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી