‘કેપ્સીકમ કોનૅ વેજીટેબલ વીથ ચીઝ’ એકવાર બનાવી તો જૂઓ પછી કહેજો આગળ બીજું

કેપ્સીકમ કોનૅ વેજીટેબલ વીથ ચીઝ

સામગ્રી :

૨ નંગ અમેરીકન મકાઇ
૨ નંગ કેપ્સીકમ
૨ નંગ ટમેટા
૨ નંગ ડુંગરી
૧ નાની ચમચી આદૂ લસણ ની પેસ્ટ
૧ મોટી ચમચી ટોમેટો કેચઅપ
૨ ચમચા તેલ વઘાર માટે
૧ નાની ચમચી ચીલી ફ્લેક્સ
૧ નાની ચમચી ગરમ મસાલો
૧ નાની ચમચી હળદર
૧ મોટી ચમચી લાલ મરચુ
મીઠુ સ્વાદ અનુસાર
૨ ચીઝ ક્યુબ
થોડીક કોથમીર.

રીત:

૧. સૌ પ્રથમ મકાઇ ને ૨/૩ સીટી કરી ને બાફી લો પછી મકાઇ ના બધા દાણા કાઢી લો,

૨. ડુંગરી,ટમેટા અને કેપ્સીકમ ને કટર મા સાવ ઝીણા કટ કરી લો,

૩. ઍક કડાઇમા તેલ ગરમ કરી તેમા ઝીણી સમારેલી ડુંગરી ને આછી ગુલાબી રંગની થાય ત્યા સુધી સાંતણો.

૪. ત્યારબાદ તેમા બઘા સૂકા મસાલા અને આદૂ લસણની પેસ્ટ નાખી ૨ મીનીટ પછી ટમેટા,કેપ્સીકમ અને ટોમેટો કેચઅપ નાખી થોડુ પાણી અને બાફેલી મકાઇના દાણા નાખવા.

૫. પછી ૫ મિનીટ ઢાંકીને ચડવા દેવુ પીરસતી વખતે ૧ બાઉલમાં અડધા શાકનુ લેયર કરવુ .

૬. લેયર પર  ચીઝને ખમણીને તેનુ લેયર કરો.

૭. પછી વધેલા શાકનુ બીજું લેયર કરવુ.

૮. ફરી પાછું શાકના લેયર પર ચીઝને ખમણીને પાછુ લેયર કરવુ.

૯. ઉપરથી કોથમીર ભભરાવવી આ શાકને નાન,પરોઠા કે બટર રોટી સાથે પીરસવુ.

નોંધ:  આ શાકને લેયર કયૉ પછી ૫ મિનીટ માઇક્રોવેવ કરી શકો છો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી