અહીં રહેવા માટે મળે છે લાખો રૂપિયા.. વાંચો અને શેર કરો…

આ વાત છે મેક્સિકો દેશની. અહીંના કેનકન સમુદ્ર કિનારે એક એવી જોબ આપવામાં આવે છે જેને તમે ડ્રિમ જોબ કહી શકો છો. મેક્સિકોના કેનકન બીચ પર છ મહિના રહેવા માટે એક વેબસાઈટ તમને ચુકવશે લાખો રૂપિયા. આ ઓફર મેક્સિકોના અજ્ઞાત બીચ ને એક ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવા માટે મુકવામાં આવી છે. તમારે આ નોકરીમાં અહીંના બિચની રમણિયતા, અહીંની હોટેલો, રેસ્ટોરન્ટો તેમજ સ્થાનિક લોકો વિષેના અનુભવો શેર કરવાના રહેશે.

આ લાખો રૂપિયાની જોબ માટે તમારી પાસે કોઈ પણ જાતનો અનુભવ માગવામાં નહીં આવે. તેના માટે માત્ર તમારો પાસપોર્ટ અને તમે વયસ્ક હોવ તેટલું જ પુરતું રહેશે. બસ માત્ર આટલા જ પુરાવા આપવાથી તમે અહીં નોકરી માટે એપ્લાય કરી શકો છો.

નોકરીમાં શું કરવાનું રહેશે

1. અહીં તમારે 6 મહિના પસાર કરવાના અને તેના બદલામાં તમને તમારા તમામ ખર્ચા આપવામાં આવશે.

2. તમને અહીં દર મહિને માત્ર રહેવાના જ 10,000 ડોલર ચુકવવામાં આવશે.

3. તમારે માત્ર અહીંના તમારા વિવિધ અનુભવો જેમ કે તમારા બીચ પર રહેવાના, હોટેલ તેમજ રેસ્ટોરન્ટના અનુભવો તમારે સોશિયલ મિડિયા પર શેર કરવાના રહેશે.

4. તમારે માત્ર કેનકન સોશિયલ મિડિયા પોસ્ટ, બ્લોગ તેમજ વિડિયો શેર કરવાના રહેશે.

5. આ અનોખી જોબ ઓફર cancun.com લઈને આવી છે.

6. તમારે તારીખ 17 ડિસેમ્બર 2017 સુધીમાં એક વિડિયો શેર કરી જણાવવાનું છે કે તમે આ જોબ માટે શા માટે લાયક છો.

7. જોબ માટે લાયક ઠરનાર વ્યક્તિએ અહીં માર્ચ 2018થી ઓગસ્ટ 2018 સુધી રોકાવાનું રહેશે.

સંકલન : દીપેન પટેલ

શેર કરો આ રસપ્રદ વાત તમારા દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી