કેન્સરની સારવારમાં કેમોથેરાપીનું મહત્વ

આપણા શરીરની રચના કુદરત દ્વારા આપવામાં આવેલી અનમોલ ભેટ છે. વ્યક્તિને આ આનંદિત જીવન ની ભેટ મળી છે ત્યારે તે પોતાને સૌભાગ્યશાળી માને છે. પરંતું એ આનંદિત જીવને યથાવત રાખવા માટે ઘણી નાની-નાની બાબતો પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. રોજ-બરોજની કામગીરીમાં આપણે જાણતા-અજાણતા અનેક કારણોથી આપણાં શરીરને નુક્શાન પહોંચાડીએ છીએ. દૂષિત વાતાવરણ, અનિયમિત લાઈફ સ્ટાઈલ, તનાવ, ધુમ્રપાનની આદતો, વ્યસનો, આનંદનો અભાવ જેવા અનેક કારણોથી માનવજાતિ શરીરના શત્રુઓને આવકારી રહી છે. રોગોના અનેક પ્રકારોમાંથી કૅન્સર નામના રોગને પણ ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. વિશ્વસ્તરે જે પ્રકારે કેન્સરરોગનો મૃત્યુદર વધી રહ્યો છે તે મુજબ કેન્સર એ આજે વિશ્વનો બીજા ક્રમાંકનો જીવલેણ રોગ બની રહ્યો છે. આ પરિસ્થિતિ ને જોતા, જો કોઇપણ વ્યકિતને કેન્સરનું નિદાન થાય તો, સમય અને સંજોગો પ્રમાણે કયા પ્રકારની સારવાર આપી શકાય તે ખૂબ જ મહત્વનું બની રહે છે. અને આ જ કારણથી કેન્સરની સારવારમાં કેમોથેરાપી એ ખૂબ જ અગત્યની સારવારપ્રણાલી છે. તો ચાલો મિત્રો, કેમોથેરાપી વિશેની જાણી-અજાણી બાબતો, જીવનમાં ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ બની રહે તે બાબતે આપણે ચર્ચા કરીશુ.
કેમોથેરાપી એટલે રાસાયણિક ઉપચાર છે, જે કેન્સરના કોષો નાશ કરવા માટે છે. કેમોથેરાપીનો નિર્ણય કેન્સરનાં પ્રકાર પર આધારિત છે. કેમોથેરાપી પણ એકલા, શસ્ત્રક્રિયા અથવા રેડિઓથેરાપી સાથે આપી શકાય છે અને અન્ય ઘણી રીતે આપવામાં આવે છે, જેમ કે, ટીપાંની મદદથી નસમાં સોંય, મોઢામાં એક ગોળી અથવા પ્રવાહી તરીકે, એક નાના પંપ દ્વારા. કેમોથેરાપી અલગ-અલગ સમયાંતરે આપી શકાય છે, જેમ કે, દૈનિક, સાપ્તાહિક, દર બે-ત્રણ અઠવાડિયા અથવા સતત.

કેમોથેરાપીનું કેન્સરના દર્દીમાં મહત્વ છે, જેમ કે,
શરીરમાં હાજર તમામ કેન્સર કોશિકાઓનો નાશ કરવા માટે, કેન્સરને પાછા આવવાની તક ઘટાડવા માટે
શસ્ત્રક્રિયા અથવા રેડિઓથેરાપી પહેલાં કેન્સરના અસરોને ઘટાડવા માટે
શક્ય રોગના લક્ષણોને લીધે કેન્સરના વધુ ફેલાવાને રોકવા માટે
કેમોથેરાપીની શક્ય આડઅસરો છે, જેમ કે,
તમારા રક્ત કોશિકાઓની સંખ્યામાં ઘટાડો કરી શકે છે. 
મોં પર પ્રભાવ પડી શકે છે. તેથી તમારા મોંને શક્ય તેટલું સ્વચ્છ રાખવું જોઈએ.
ક્યારેક કેમોથેરાપી ઉપચાર તમારી ભૂખને અસર કરી શકે છે. 
ઉબકા (ઉલટી થવી) થઇ શકે છે.અને ઉલટી આજકાલ અસામાન્ય અસર છે.
દર્દીને ઝાડા થઈ શકે છે અને કેટલાકને કબજિયાત થઈ શકે છે. 
કેમોથેરાપીમાં કમનસીબે કેટલાક કિસ્સાઓમાં સંપૂર્ણપણે વાળ ઉતરી જાય છે.
કેમોથેરાપીમાં સામાન્ય કરતાં વધુ થાક લાગે છે. 
કેમોથેરાપી સારવારનો અર્થ એ નથી કે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે ગાઢ સંબંધો નહી રાખી શકો. 
એક બૃહદ સમજ આપવા માટેનો જ આ આર્ટીકલ છે.

કેમોથેરાપી વિશે જનસામાન્ય સુધી સાચી માહિતી સચોટ રીતે પહોંચે તે માટે કેન્સર રોગોના નિષ્ણાત ડૉ. વિકાસ ગઢવી દ્વારા ફેસબુક લાઈવ ટૉક-શૉ તા. ૮.૧૨.૨૦૧૭ એ સ્ટર્લિંગ હૉસ્પિટલ, ગાંધીધામ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કેમોથેરાપી વિરૂધ્ધ સમાજમાં લોકજાગૃતિ ફેલાય અને દર્દીને ગુણવત્તાપૂર્ણ જીવન આપી શકાય તે માટે સ્ટર્લિંગ હૉસ્પિટલના આ પ્રયાસમાં આપ સૌ પણ સહભાગી બનો…
લાઈવ સેશનમાં જોડવા માટે આ લિંક https://www.facebook.com/SterlingRamkrishna/ પર જોડવા વિનંતી.

ટીપ્પણી