કેનેડામા ઘટેલી એક સત્ય ઘટના…!

નાનકડા ડેવીડ નો જન્મ એક પરિવાર મા થયો.

તેની માતા તો એટલી બધી ખુશ હતી કે એ ડેવીડ ને ભાગ્યે જ ખોળા થી નીચે મુકતી. એક દિવસ એ ડેવીડ ને સુવડાવીને ઘરની પાસેના એક બગીચામા ગઈ. જયારે તે બગીચા મા હતી ત્યારે ઘરને અચાનક આગ લાગી અને તે પુર ઝડપે ઘર તરફ પોતાના એક ના એક દિકરા ને બચાવવા દોડી આસપાસ ના લોકોએ તેને રોકવાના ઘણા પ્રયાસો કર્યા, પણ બધા જ વ્યર્થ. કોઇ તેને રોકી ના શકયુ.

તે અદંર ગઈ અને જોયુ કે બાળક ડેવીડ ને અગ્નિ નો સ્પર્શ થયો ન હતો.
પણ કમનસીબે તે જ્યારે ડેવીડ ને લઈને બહાર આવતી હતી તે જ વખતે તેના વાળ મા આગ લાગી અને તે બળવા લાગી…

તેના માટે આ બહુ દુખદ હતૂ કારણકે આગ લાગવાથી તેને કાયમી ચાઠુ પડી ગયુ હતુ જે જોવામા ખુબજ કદરુપુ હતુ. સમય વીતવા લાગ્યો… ડેવીડ હવે યુવાન થઇ ગયો હતો અને ખુબજ ધનવાન બની ગયો હતો.. તે શહેર મા રહેવા લાગ્યો. પણ ખરા અર્થ મા તો એને એની માતા કદરુપી ચાઠા વાળી હોવાથી શરમ આવતી હતી. કોઈ પુછતુ તો પુત્ર કહેતો, “મારા પરિવાર મા મારી માતા જેટલુ કદરુપુ કોઇ નથી.”

એક દીવસ માતાએ પોતાનો પુત્ર લોકોને પોતાના વિશે શુ કહે છે તે આક્સ્મિક રીતેજ સામ્ભળયુ અને તે ખુબજ દુખી થઇ….

તેને નક્કી કર્યુ કે તે પોતાના પુત્ર પાસે શહેર મા જૈ પોતાના કદરૂપ નુ કારણ કહેશે. પણ કમનસીબે તે જે બસ મા મુસાફરી કરી રહી હતી તેનો અક્સમાત થતા તે માતા નુ ઘટના સ્થળ પરજ મ્રૂત્યુ થયુ. ડેવીડ તેની માતા ના મ્રુત્યુ ના સમાચાર સામ્ભળી ખુબજ ખુશ થયો. તે તેનુ વતન જ્યા તેની માતા હતી ત્યા દોડી આવ્યો અને જોયુ કે લોકો ખુબજ દુખી છે. તે બધા લોકો ને પાર કરી તેની માતા ના ઓરડા મા ખાસ દસ્તાવેજો શોધવા માટે ગયો. તેને ત્યા પોતાની માતા ની જુની પર્સનલ ડાયરી જોઇ ને આઘાતે લાગ્યો..

ડાયરી મા કઇક આવુ લખાણ હતુ..

તારીખ: ૫ સપ્ટેમ્બર ૧૯૮૦.
હુ “મીસ ટોરેન્ટો” સ્પર્ધા ની વિજેતા બની..

તારીખ: ૧૪ મી જાન્યુ ૧૯૮૨.
મારા પતિ ટોની ગેટસન નુ રોડ અક્સમાત મા દેહાન્ત થયુ. તે મને ૬ મહિના ગર્ભવતી મુકીને ચાલ્યા ગયા…

તારીખ: ૨ જુલાઈ ૧૯૮૩.
મારા પુત્ર ડેવીડ ને આગ માથી બચાવવા જતા મારા વાળ બળી ગયા અને મારા ચહેરા પર ચાઠા રહી ગયા. ડેવીડ ને ખુબજ ખરાબ લાગ્યુ અને તે ખુબ રડયો, પણ બહુ મોડુ થઇ ગયુ હતુ…બહુ મોડુ… ટુ લેટ…

મહેરબાની કરીને યાદ રાખો :

કયારેય પણ પોતાના મા-બાપની લાગણી દુભાવશો નહી કે તેમની અવગણના કરશો નહી…તેઓ આપણા માટે આશિર્વાદ છે.. એ જ્યારે નહિ હોય ત્યારે તમે ખુદ તેમને યાદ કરી રડશો..

લેખન અને સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી