કોબીના ભજીયા – ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે બનાવો આ ગરમાગરમ ભજીયા ..

આજે આપણે બનાવશું એક એવી યુનિક રેસિપી જે બધા પહેલી વાર જ બનાવશે અને ટ્રાય કરશે અને ખાધા પછી તો જ્યારે ભજીયા બનશે ત્યારે આ રેસિપી પછી 100% બનશે જ

તો આવો જોઈએ કંઈક અલગ રેસિપિ

કોબીના ભજીયા

નામ સાંભળી ને લાગ્યું ને નવું!

હવે રેસિપિ પણ જોઈ લ્યો સ્ટેપ બાય સ્ટેપ અને જો આજે સાંજે ભજીયા નો પ્રોગ્રામ હોઈ તો આ ભજીયા જરૂર બનાવજો

કોબી ના ભજીયા માટે જોઇતી

સામગ્રી

  • 1 વાટકી ઝીણી સમારેલ પત્તા કોબી,
  • 1 વાટકી લાંબી સમારેલ ડુંગળી,
  • 1ચમચી લાલ મરચું પાવડર,
  • 1/2 ચમચી હળદર,
  • 1 વાટકી ચણા નો લોટ,
  • મીઠું સ્વાદ અનુસાર,
  • 1 ચમચી વાટેલા આદુ મરચાં ની પેસ્ટ,
  • 1/2 વાટકી કોથમીર,
  • ચપટી હિંગ,
  • તેલ તળવા માટે.
  • બનાવાની રીત

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ઝીણી સમારેલ કોબી અને લાંબી સમારેલ ડુંગળી ઉમેરો.

હવે બંને ને મિક્સ કરી તેમાં ચણા નો લોટ, આદુ મરચાં ની પેસ્ટ,લાલ મરચું પાવડર,હળદર,હિંગ અને મીઠું ઉમેરી બધું બરાબર મિક્ષ કરો(પાણી ઉમેરવાનું નથી)

હવે લોટ જેવું બની જાય એટલે ગરમ તેલ માં મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

ગરમા ગરમ જ ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

નોંધ: ડુંગળી માંથી પાણી છૂટશે એટલે ખીરા માં પાણી ઉમેરવાનું નથી. આદું મરચા ની પેસ્ટ સાથે લસણ પણ વાટી ને ઉમેરી શકાય. અહીં આપેલી સામગ્રી માં તમે તમારી રીતે વધઘટ કરી શકો. આ માપ થી અંદાજે 1 પ્લેટ જેટલા ભજીયા બનશે.

તો તૈયાર છે કોબી ના ભજીયા. મિત્રો,આ રેસિપી લાગી ને એકદમ અલગ તો હવે આ ચોમાસામાં આ રેસિપિ જરૂર બનાવજો. આશા છે કે તમને બધા ને ખૂબ પસન્દ આવશે

આ રેસીપી બનાવા માં એકદમ સહેલી અને ખાવા માં એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. તો જરૂર બનાવજો કોબી ના ભજીયા

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી