બનાના બરફી- કેલશિયમ અને આયર્નથી ભરપૂર આ બનાના બરફી એકવાર ટ્રાય જરૂર કરજો

બનાના બરફી

કેળા ખાવાથી ઘણા રોગો દૂર થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. કેળા બજારમાં ખૂબ સરળતાથી ઓછા મૂલ્ય પર મળી જાય છે. કેળામાં ભરપૂર માત્રામાં કેલશિયમ અને આયરન હોય છે. કેળા ખાવાથી ઘણા ફાયદા છે…દરરોજ કેળાનો સેવન કરવાથી શરીરની લંબાઈ તેજીથી વધે છે. કેળાનો ઉપયોગ વાનગીમાં જૈન લોકો કરતા હોય… નહિતર સ્મૂથીમાં યુઝ કરતા હોય…. પણ ક્યારેય કેળામાંથી મીઠાઈ બનાવી????

બનાના બરફી માટે જોઈતી સામગ્રી:

1 વાટકી સમારેલા પાકા કેળા,
3/4 વાટકી ફૂલ ફેટ દૂધ,
1 વાટકી જાડું એલચી સૂકા નાળિયેરનું છીણ,
ખાંડ સ્વાદ પ્રમાણે (1/4 વાટકી),
બદામના ટુકડા,
એલચી પાઉડર,
ઘી જરૂર મુજબ,

બનાના બરફી બનાવવાની રીત:

સૌ પ્રથમ કેળાની છાલ કાઢી નાના નાના સમારી લેવા.

 એક નોનસ્ટિક કડાઈમાં કેળા લઇ તેમાં દૂધ અને ખાંડ ઉમેરી હલાવ્યા કરવું, જો નોનસ્ટ્ક સિવાયનું બીજું વાસણ હોય તો ધ્યાન રહે કે તળિયે ચોંટે નહીં.

કેળા સહેજ કુક થાય એટલે તવેથાથી દાબીને મેસ કરતું રહેવું.

 સહેજ ઘટ્ટ થાય એટલે નાળિયેરનું છીણ અને બદામના ટુકડા અથવા કોઈ પણ ડ્રાય ફ્રૂટ ઉમેરી હલાવવું.

 પ્લેટમાં પાથરી ને પીસ થાય તેવું ઘટ્ટ થાય ત્યારે ગેસ બન્ધ કરી એલચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
મિક્ષણને ઘી વાળી ગ્રીસ કરેલ પ્લેટમાં પાથરી થોડીવાર પછી પીસ કરી લેવા.

 બદામના ટુકડાથી અથવા કોઈ પણ ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરવું. તો તૈયાર છે બનાના બરફી.

નોંધ:
તમે બનાવેલ મિક્ષણમાંથી બોલ પણ વાળી શકો છો, જો બોલ બનાવો તો તેને ઝીણા કોપરાના ખમણમાં રગદોળી શકાય.
નાળિયેરનું છીણ સૂકી નાળિયેરની કાચલી બજારમાં મળે છે તેમાંથી ઘરે છીણીને કર્યું છે, તમે તાજું પણ ઉમેરી શકો છો તેનાથી સ્વાદમાં ઓર વધારો થશે.
તમે એક બે ટીપા ગ્રીન ફૂડ કલર કે કોઈ પણ મનપસન્દ ફૂડ કલર ઉમેરી વધારે એટ્રેક્ટિવ બનાવી શકો છો.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી