બટર નાન – પંજાબી શાક સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગતી આ નાન નોંધી લો …….

બટર નાન

આપણે લોકો બહાર જમવા જઇયે ત્યારે પંજાબી શાક સાથે બટર નાન ખાતા હોઇએ છીએ બહારની બટર નાનમાં એકલો મેંદો અને ઇસ્ટ હોય છે જે સ્વાસ્થય માટે નુકશાન કારક છે. આજ અાપણે બટર નાન બનાવીશુ અને તે પણ મેંદાના સાવ ઓછા ઉપયોગથી અને ઇસ્ટનાં સાવ ઉપયોગ વગર. ઇસ્ટનું કામ લોટમાં આથો લાવવા માટેનું છે તો આપણે ઇસ્ટ ને બદલે દહીં નો ઉપયોગ કરશુ આનાથી પણ ખૂબજ સરસ અને સોફ્ટ નાન બને છે. તો ચાલો બનાવીએ હેલ્ધી અને ટેસ્ટી.

સામગ્રી:

  • અડધી વાટકી મેંદો,
  • ૨ વાટકી ઘઉંનો લોટ,
  • ૧ વાટકી દહીં,
  • અડધી ચમચી ખાંડ,
  • મીઠું સ્વાદઅનુસાર,
  • તેલ,
  • બટર.

રીત:

૧. એક લોયામાં મેંદો અને ઘઉંનો લોટ ચાળીને એકસરખા મિક્ષ કરી લેવા.૨. બેય લોટમાં બે ચમચી તેલ,મીઠું ,ખાંડ અને દહીં એડ કરવા.૩. બધીજ વસ્તુ લોટમાં એકસરખી મિક્ષ કરીને જો જરૂર પડેતો થોડુક પાણી એડ કરીને બહુ કડક નહીં અને બહુ નરમ નહીં એવો લોટ બાંધી લેવો.૪. બાંધેલા લોટને ભીના કપડામાં લપેટીને ઉપરથી ઢાંકીને ત્રણ થી ચાર કલાકનો રેસ્ટ આપવો જો ઠંડી સીઝન હોયતો પાંચ થી છ કલાકનો રેસ્ટ આપવો.૫. રેસ્ટ આપ્યા બાદ લોટમાં આથો આવી જાસે અને લોટની સાઇઝ વધી જ‍સે અને લોટ એકદમ નરમ અને ઝાળીદાર બની જાસે.૬. લોટમાંથી એક મિડીયમ સાઇઝનું ગોયણુ લઇને લોટમા રગદોળી લેવુ.૭. લીધેલા ગોયણામાથી મિડીયમ સાઇઝની લંબગોળ નાન વણી લેવી.૮. લોઢી ગરમ મુકી દેવી અને વણેલી નાન માં ઉપરની બાજુ એકસરખુ પાણી હાથ વડે લગાવી દેવું.૯. ગરમ કરેલી લોઢીમાં નાન ને પાણી લગાવેલી ભીની સાઇડ લોઢીમાં હળવેક થી મુકી દેવી.૧૦. ગરમ લોઢીને ઉંધી પકડીને ગેસ ઉપર સ્હેજ ઉંચી રાખીને ધીમા તાપે બે મિનિટ ચડવા દેવી પછી લોઢી ગેસ ઉપર મુકીને એકાદ મિનિટ ચડવા દેવી અને ચોટાળેલી નાન ને તવીથા વડે હળવેકથી લોઢી માંથી કાઢી લેવી.રેડી કરેલી નાનમાં ઉપરની બાજુ એક ચમચી બટર લગાવી દેવુ.લ્યો તૈયાર છે એકદમ ટેસ્ટી,હેલ્ધી અને સોફ્ટ એવી બટર નાન આને પંજાબી સબ્જી સાથે ગરમા ગરમ સર્વ કરો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી