બટર નાન (Butter naan)

સામગ્રી :

૨ કપ.. મેંદો
૧ ટી સ્પૂન.. યીસ્ટ
૧ ટી સ્પૂન.. સુગર
મીઠું
૨ ટે સ્પૂન.. તેલ
બટર
૧ ટી સ્પૂન.. કલૉંજી

રીત :

• એક વાટકી માં ૨ ટે સ્પૂન પાણી સાધારણ ગરમ કરી સુગર અને ડ્રાય યીસ્ટ મિકસ કરી ૫-૭ મિનિટ ઢાંકી રાખો.
• બાઉલ માં મેંદો, મીઠું , તેલ, યીસ્ટ નું મિશ્રણ મિક્સ કરી જરૂર મૂજબ પાણી રેડી ઢીલો લોટ બાંધી દો. થોડો મસળી એર ટાઇટ ઢાંકી દો. એકાદ કલાક પછી ફરીથી મસળી એર ટાઇટ કંટેનર કે તપેલી માં ઢાંકી 2 કલાક રહેવા દો.
• માટી ની તવી ગરમ કરવાં મૂકો.
• લોટ નો મોટો લુઓ લઇ મેંદાનું અટામણ લઇ થોડો જાડો નાન વણી લો.
તેનાં ઉપર કલૉંજી ભભરાવી વણી લો.
• નાન ની એક બાજુ પર પાણી વારો હાથ કરી થોડું પાણી ચોંટાડી પાણી વારો ભાગ તવી પર મૂકાય તે રીતે મૂકો. ગૅસ ફાસ્ટ રાખવો. નાન ઉપર બબલ્સ થાય અટલે સાંણસી થી તવી ને પકડી ઉલટાવી ગૅસ પર ધરવી જેથી નાન ડાયરેક્ટ ગૅસ પર શેકાય. ધ્યાન રાખવું કે બળી ના જાય. નાન શેકાય અટલે તવી ઉલટાવી નાન ઉતારી બટર લગાવી કોઇ પણ પંજાબી સબ્જી સાથે સર્વ કરો.

નોંધ :

• લોટ માં દૂધ પણ ઉમેરી શકાય.
• ગૅસ ફાસ્ટ રાખવો જેથી નાન તવી પરથી ઉખડી શકે.
• આ જ રીતે ગાર્લિક નાન બનાવી શકાય. લોટ માં છીણેલુ લસણ ઉમેરી શકાય અથવા વણી ને ઉપર લસણ નું છીણ ચોંટાડી શેકવું. ઘણાં વેરીએશન કરી શકાય.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી કોમેન્ટ માં અચૂક કહેજો !!

ટીપ્પણી