ભગવાન વ્યસ્ત છે

4805_joke-10

 

પ્રાઇમરી સ્કૂલની એક કેન્ટીનનાં બ્રેકફાસ્ટ ટેબલ પર સફરજન ભરેલી એક ટોપલી પડી હતી.

તેની પાસે એક નોટિસ લખી હતી કે “એક સફરજનથી વધારે લેશો નહીં, ભગવાન જોઇ રહ્યા છે.”

કેન્ટીનમાં એક ચોકલેટનું બોક્સ પણ પડ્યું હતું.

એક છોકરો ગયો અને ચોકલેટનાં બોક્સ પર લખી દીધું,

“જોઇએ તેટલી લઇ લો, ભગવાન સફરજન પર ધ્યાન રાખવામાં વ્યસ્ત છે”

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block