બુંદીનું રાઈતું – જમવામાં રોટલી ને પૂરી સાથે ખુબ જ ટેસ્ટી લાગે એવું આ રાયતું જરૂર બનાવજો રેસિપી જોઇને

બુંદીનું રાઈતું

હેલ્લો મિત્રો આજે હું તમારી જોડે એક ખુબ જ સરસ અને સરળ રેસીપી લઇ ને આવી છુ. જે બને છે ખુબ જ જટપટ અને ખાવા પણ ખુબ જ ટેસ્ટી છે. આ રાઈતું રોટલી તેમજ ભાખરી જોડે પણ ખુબ જ સરસ લાગે છે.

રાઈતુ આમ જોઈએ તો કેટલા જાત ના બને છે.અને જયારે પણ ભાવતું શાક ના બન્યું હોય તોતો આ રાઈતુ ખુબ જ કામ આવે છે. આ રાઈતુ બનાવીને ડાઈરેકટ પણ ખાઈ શકાઈ છે. તેમજ ઠંડુ પણ એટલું જ ટેસ્ટી લાગે છે.

સામગ્રી:

૧ વાડકો દહીં,

૧/૨ વાડકો બુંદી,

૧ ચમચી ખાંડ,

૧/૨ ચમચી નમક,

૧/૨ ચમચી મરચું પાઉડર,

૧/૨ ચમચી ચાટ મસાલો,

ગર્નીશ માટે.

૧/૨ વાડકો દાડમ ના બીજ,

૧ ચમચી કોથમરી.

રીત:

બુંદી નું રાઈતુ બનાવવા માટે લઈશું અપડે દહીં, બુંદી, દાડમ, કોથમરી અને મસાલા. જેવા કે મરચું પાઉડર, ચાટ મસાલો, નમક અને ખાંડ. આ બધા જ મસાલો અપડા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકીએ છીએ.

હવે અપડે એક બાઉલ માં લઈશું દહીં. દહીં થોડું ખાટું હોય તો ખુબ જ સરસ લાગે છે. આ રાઈતા માટે અપડે ઘર નું બનાવેલું દહીં તેમજ બહાર નું મોરૂ દહીં મળે તો પણ ચાલે.દહીં ને અપડે એક બાઉલ માં લઇ ચમચી વડે ઘોરી લેવું. જેથી એક સરસ ઘોરવું મળી જશે.

ત્યાર બાદ અપડે દહીં માં મસાલા કરીશું. જેમાં અપડે ઉમેરીસું નમક સ્વાદ મુજબ અને મરચું પાઉડર, ખાંડ અને ચાટ મસાલો. ચાટ મસાલો તમને પસંદ ના હોય તો અવોઇડ પણ કરી શકો છો.

હવે બધા જ મસાલાઓ પ્રોપર મિક્ષ થઇ જાય તેના માટે મસાલા ઉમેરી અને ચમચી વડે એકદમ સરસ રીતે તેને મિક્ષ કરી દેવું. જેથી બધા જ મસાલા ના ટેસ્ટ સરખા થઇ જાય. અને ખાંડ પણ ઓગળી જાય.

હવે અપડે ઉમેરીસું તેમાં ઉમેરીસું બુંદી. બુંદી ને ખાવા ટાઇમ પર ઉમેરવી જો આપડને રાઈતા માં કરકરી બુંદી પસંદ હોય. અને જો તમને પોચી બુંદી પસંદ હોય તો સાથે જ બુંદી ઉમેરી શકો છો.હું આ બુંદી રાઈતુ બનાવતા સમયે જ ઉમેરું છુ.

હવે અપડે ઉમેરેલી બુંદી ને મિક્ષ કરી લઈશું. અને જો રાઈતુ ઠંડુ કરવું હોય તો તેને ફ્રીઝ માં મૂકી દઈશું.

હવે અપડે લેશું ગર્નીસીંગ માટે દાડમ ના બી અને કોથમરી. જેથી રાઈતુ એકદમ કલરફૂલ તેમજ ટેસ્ટી થઇ જશે.

હવે અપડે એક બાઉલ માં બુંદી નું રાઈતુ કાઢી લઈશું. તેમાં બુંદી પોચી થઇ ગઈ હોય તો ઉપર થી વધારે પણ બુંદી ઉમેરી સ્કાય છે.

હવે અપડે તેમાં ઉમેરીસું દાડમ ના બી અને ત્યાર બાદ કોથમરી ને ધોઈ અને તેને સમારી ને તે ઉમેરીસું.

તો તૈયર છે આપડું રાઈતુ જેને અપડે ઠંડુ તેમજ એમનેમ ખાઈ શકીએ છીએ. અને તે ભાખરી જોડે તો ખુબ જ સરસ લાગે છે.

 

નોંધ: રાઈતુ બનાવવામાં વપરાતું દહીં ખાટું હોય તો રાઈતુ ખુબ જ સરસ ખાટું મીઠું બને છે. એમાં ઉમેરતા મસાલા ટેસ્ટ પ્રમાણે પણ ફેરફાર કરી સ્કાય છ. આ રાઈતુ ઠંડું ખુબ જ સરસ લાગે છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી