“બન પાવભાજી” – ટ્રાય કરજો…ચોક્કસથી મજા પડી જશે !

“બન પાવભાજી”

સામગ્રી :

ભાજી બનાવવા 1.5 કપ બાફેલા બટેટા મેશ કરેલા,
1 કપ ફલાવર બાફેલું,
1/2 બાફેલુ કોબીચ,
1/2 કપ વટાણા બાફેલા,
1/2 કપ ગાજર બાફેલા,
1/2 કપ કેપસિક્યુમ બારીક સમારેલા.
2.5 કપ ટામેટા બારીક સમારેલા.
1/2 ટી સ્પૂન હળદર,
1/2 ટી સ્પૂન લાલ મરચાંની ભૂકી,
1.5 ચમચો પાવભાજીનો મસાલો.
1/2 સ્પૂન ગરમ મસાલો,
4 ચમચા બટર,
મીઠું સ્વાદ અનુસાર.
3-4 કાશ્મીર મરચાં તેમજ 5-6 કળી લસણ આદુ વાટીને પેસ્ટ.
લીંબુનો રસ 1 સ્પૂન,
તેલ બટર 4/5 ચમચા,

ગાર્નિશીંગ માટે

1 ડુંગળી બારીક સમારેલી,
2 લીંબુના ટુકડા,
થોડી કોથમીર બારીક સમારેલી.

રીત:-

એક મોટા વાસણ માં તેલ બટર નાંખીને તેમાં ડુંગળી અને કેપ્સિકમ નાંખી સાંતળો.-તેમાં મરચા આદુ -લસણની પેસ્ટ નાખી સાંતળો.હવે તેમાં ટામેટા નાખી સતત હલાવતાં રહો જેથી તેલ છૂટું પડે.-હળદર,મરચાંની ભૂકી,પાવભાજી મસાલો,ગરમ મસાલો અને મીઠું નાખી 5 મિનિટ હલાવો.
બાફેલા શાકભાજી અને બટેટાનો મેશ કરેલો ગર ઉમેરો. 1/2 કપ પાણી મિક્ષ કરો લીંબુ નો રસ નાખી 4- 5 મિનિટ ગરમ થવા દો તૈયાર છે પાવભાજીની સબ્જી.

હવે પાવને વચ્ચેથી કાપો. બંને બાજુ બટર લગાડો. પાવ પર પાવભાજી મસાલો છાંટો.-તવો ગરમ કરી તેના પર થોડું બટર લગાડી પાવને વચ્ચે થી કાપી -શેકો ત્યાર બાદ પાવ ની વચ્ચે ભાજી મૂકી તેના પર લસણ ની ચટણી ડુંગળી અને કોથમીર નાંખી ગાર્નિશ કરો.તૈયાર છે બન પાઉં ભાજી.

રસોઈની રાણી : રાની સોની (ગોધરા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી