બફ રોલ (buff roll)

સામગ્રી (6-8 રોલ માટે)

4 નંગ બાફેલા બટેટા
1 જૂડી કોથમીર
1/2 વાટકી પનીર
2-3 ટે સ્પૂન આરાલોટ
3/4 (પોણી) વાટકી ટોપરાનુ ખમણ
2-3 ટી સ્પૂન આદું મરચાની પેસ્ટ
2 ટી સ્પૂન જીરુ પાવડર
2 ટી સ્પૂન આમચૂર
સિંધવ મીઠું
તેલ

રીત :

-એક બાઉલમા બાફેલા બટેટાનો માવો,આરાલોટ,જીરૂ પાવડર ,આમચૂર અને સ્વાદ અનુસાર સિંધવ નાખીને મિક્ષ કરીલો .
ઢાંકીને આ મિશ્રણને થોડીવાર (15-20 મિનીટ) ફ્રીજમા રાખો .
-ત્યાંસુધી સ્ટફ તૈયાર કરશું.તેની માટે મિક્ષચર જારમા ,કોથમીર,આદું મરચાં,સિંધવ અને 2 ટે સ્પૂન ટોપરુ તથા પનીર લઇને ગ્રાઇન્ડ કરીલો(મિશ્રણ જાડું રાખવું,વધુ પીસ્વુ નહીં)
-હવે તેલ વાળો હાથ કરીને બટેટાનુ મિશ્રણ લો અને તેને હાથથી દબાવીને ફ્લેટ કરો .
વચ્ચે તૈયાર ગ્રીન સ્ટફ મુકો અને ફરી બટેટાના મિશ્રણથી કવર કરી રોલ વાળીલો .
-આ રોલને ટોપરાના ખમણમા રગદોળી,ગરમ તેલમા મધ્યમ તાપે તળીલો -પેપર ટોવેલ પર કાઢીને ફરી ટોપરામા રગદોળીલો .
-તેને કેસર દહીં સાથે સર્વ કરો .

#કેસર દહીંમાટે :
દહીંને ફેંટી તેમાં દૂધમાં ઘોળેલુ કેસર મિક્ષ કરો.તેમાં બૂરૂ ખાંડ,સિંધવ ઉમેરી ઠંડુ સર્વ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !!

ટીપ્પણી