એક પ્રેમીએ બ્રેકઅપ પછી લખેલો પ્રેમિકાને સુંદર લાગણીસભર પત્ર…..

- Advertisement -

Dear Ex Love ,

ખબર છે મને હવે પત્ર લખવાનો હક નથી રહ્યો , એ હક પણ તે મારી પાસે થી છીનવી લીધો છે, પરંતુ આજે હિંમત કરીને તને પત્ર લખી રહ્યો છું.

ક્યાંથી સ્ટાર્ટ કરવુ એજ નહિ સમજાતું મને….

ચાલ ને ત્યાંથી જ શરૂ કરું જે દિવસ મારા પ્રકાશમય જીવનમાં અંધકાર લઈ આવ્યું. યાદ છે તને એ દિવસે તારે રોજુ હતું (કદાચ એ રોજુ પણ તે મારી ખુશી માટે તો રાખ્યું હતું…) ને બસ તોડવાનો સમય થયો ને હું તારા માટે પાણી ને ખજૂર લેવા ગયો હતો, ને મને આવવામાં થોડું મોડું થઈ ગયું. હું આવ્યો તો ત્યાં સુધીમાં તો તું ઘણી ગુસ્સે હતી , મને વાંધો એ ગુસ્સાથી પણ નહતો કેમ કે તું જ્યારે મારા પર ગુસ્સો થતી તો એને હું એક ચાન્સ સમજતો તને વધુ પ્રેમ કરવાનો, તને મનાવવામાં જે ખુશી મને મળતી એ હું અહી વર્ણવી નહિ શકતો, પરંતુ એ દિવસે ખબર નહિ શુ થયું કે તું ગુસ્સામાં પાણીની બોટલ ને ખજૂરનું પેકેટ પણ ફેંકીને ચાલી ગઈ..

મેં તને રોકવાની કોશિશ તો કરી પણ તું એ સમયે રોકાઈ જ ક્યાં!, તે મારો અવાજ પણ ન સાંભળ્યો કે હું શું કહેવા ઇચ્છતો હતો……. મેં ફોન કર્યા તો તે કાપી નાખ્યો ,બીજી રિંગ કરી તો ફોન લાગ્યો જ નહીં….(કદાચ તે મને બ્લોક કરી દીધો….. ) મેં રાત્રે તને મેસેજ પણ કર્યા સોરી ના પરંતુ ત્યાં પણ તું મને બ્લોક કરવા લાગી ,પહેલા હાઈકમાં , પછી વ્હોટ્સએપ , ફેસબુકમાં જોયું તો હું હવે બધે જ બ્લોક હતો……

થોડાક દિવસ પછી મને આપણા બંનેના એક કોમન મિત્ર દ્વારા ખબર પડી કે તું કોકની લાગણી માં તણાઈ ગઇ છો ને કદાચ તું એના પ્રેમમાં પણ પડી ગઈ છો. હા એ સાચું હતું કે તું એના પ્રેમમાં પડી ગઈ હતી. બસ એ ઘડીએ મારા પર શુ વીતી એ કઈ રીતે તને કહું એ સમજાતું નથી મને. આંખોમાંથી લોહીના આંસુ નીકળી રહ્યા હતા, શ્વાસ તો મારા ચાલુ હતા પરંતુ અંદરને અંદર હું મરી ચુક્યો હતો. ને હું હજુ પણ તને કઈક કહેવા ઇચ્છતો હતો. મન થતું હતું તારી ઘરે આવીને તને કહી જાઉં કે હું શું કહેવા માગું છું. પણ હું કેમ કહી શકું, આ જ તો કમજોરી છે મારી કે હું મારી ખુશીથી પહેલા સામેવારાની ખુશીનો વિચાર કરું છું. એમાં પણ તું તો મારા માટે ખાસ હતી, તું જ તો મારું સર્વસ્વ છો. તારી ખુશી એ જ તો મારી ખુશી છે એટલે તું ખુશ રહેતી હોય તો પછી બીજું મારે શું જોઈએ!! એટલે બસ હું ત્યાંજ બધું મૂકી ને તને તારી ખુશી તરફ જવા દીધી.

પરંતુ આજે ઘણો સમય થઇ ગયો છે , હવે તો હું તારો ભૂતકાળ થઈ ગયો, હવે તો કદાચ તું મને ભૂલી પણ ગઈ હોઈશ પરંતુ મારા માટે તને ભૂલવી એ ઘણું મુશ્કેલ છે. આ પત્ર તો હું ફક્ત એક સવાલ પૂછવા માટે કર્યો છે કે, ” એ દિવસે મારી શુ ભૂલ હતી ? જેની સજા હું ઉમરભર માટે ભોગવી રહ્યો છું. હું બસ થોડોક લેટ થયો હતો ફક્ત એટલું જ ને. પરંતુ તે કોઈ કારણ પૂછ્યું કે શું થયું હતું ? શા માટે હું લેટ થયો…..? તું ફક્ત ગુસ્સામાં ચાલી ગઈ એ દિવસે (હંમેશા હંમેશા માટે…..)”

આમ તો હવે ઘણો સમય વીતી ગયો છે , તું તારા જીવન માં ખુશ છો એવી આશા છે. આમ તો મારે તને કઈ પણ જણાવવું ન હતું આટલા દિવસો પછી, પણ મનમાં રહેલો એક બોજો મને હંમેશા પરેશાન કરતો હતો એટલે આજે લેટર લખીને જણાવી દઉં. એ દિવસે જ્યારે હું પાણીની બોટલ લેવા ગયો હતો બગીચા ની બહાર ત્યારે રોડ ક્રોસ કરતી વખતે હું એક બાઈક સાથે ભટકાઈ ગયો હતો ને હું પડી ગયો. તે સમયે મારા ખિસ્સામાં રહેલી એક રિંગ પડી ગઈ હતી જે મેં તારા માટે લીધી હતી. હા તારા માટે જ યાદ છે તે એક વખત ઓનલાઈન સાઈટમાં જોઈ હતી ને તને ઘણી ગમી ગઈ હતી. બસ એજ રિંગ મેં તારા માટે ખરીદી હતી જે હું રોજુ તોડ્યા બાદ તને આપવાનો હતો અને મારા દિલમાં રહેલી લાગણીઓને વ્યક્ત કરવાનો હતો. પરંતુ એ રીંગને ગોતવામાં મને થોડીક વાર લાગી ગઈ હતી અને મારા નસીબ તો જો મને એ રિંગ પણ ના મળી અને મને થયું કે હવે હું તારી પાસે તો જાઉં તું બગીચામાં મારી રાહ જોતી હોઈશ. પરંતુ હું આવ્યો તો ત્યાં સુધીમાં તો મારા જીવનની સૌથી મોટી ખુશી, મારુ સ્મિત, મારા જીવવાનું કારણ મારાથી નારાજ થઈ ગયુ હતું.

“મારી એ કઈ ભૂલ હતી જેના લીધે મને જીવનભર માટે આટલી મોટી સજા મળી છે, હું પ્રેમનો એકરાર કરવા માટે બસ થોડીક તો રાહ જોઈ રહ્યો હતો અને એ દિવસ પણ આવી ગયો હતો પણ મારા નસીબ જ કે એ દિવસે જ તને આમ ગુસ્સો આવ્યો ને મારુ સર્વસ્વ લૂંટાઈ ગયું. શું એક વ્યક્તિને ખુદથી પણ વધુ ચાહવાની ભગવાન આજ સજા આપે છે? ”
બસ ચાલ જે થયું એ થયું હું એને મારા નસીબ સમજીને જીવી લઈશ. તું ખુશ છો તો હું પણ ખુશ છું આજે.

બસ એક તારા આ મિત્રને ના ભૂલતી. જે ફક્ત તારી ખુશી માટે કઈ પણ કરી શકે છે, જ્યારે યાદ કરીશ ત્યારે હું તારી પાસે હાજર હોઈશ .

તારો મિત્ર અને ચાહનારો
હું પોતે….

લેખક – મિતાલી સોલંકી “માનસી”

મિત્રો ક્યારેય ઉતાવળે નિર્ણય ના કરશો નહિ તો તમે એ વ્યક્તિને ગુમાવી બેશશો જે તમને ખુબ પ્રેમ કરે છે. શેર કરો, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી