Bread Toast Chaat (બ્રેડ ટોસ્ટ ચાટ)

- Advertisement -

1081549_10151551489576088_1616371950_n

 

જાણો અને માણો! ખટ મીઠી, મસાલેદાર, નમકીન, લો ફેટ વાનગી…

 

“બ્રેડ ટોસ્ટ ચાટ”

 

*સામગ્રી :-

 

બ્રેડ ટોસ્ટ (મીડ્યમ પીસ કરેલા ) બાફેલા મગ (જરૂરિયાત મુજબ ) બાફેલા ચણા (જરૂરિયાત મુજબ ) દહીં (જરૂરિયાત મુજબ ) ખજુર આંબલી ની ચટણી (સ્વાદ પ્રમાણે ) કોથમરી ની ચટણી(સ્વાદ પ્રમાણે ) ફુદીના ની ચટની (સ્વાદ પ્રમાણે ) બાફેલા બટેટા મીડ્યમ સુધારેલા કાંદા જીણા સમારેલા ટમેટા જીણા સમારેલા કોથમરી જીણી સમારેલી જીણી સેવ ચાટ મસાલો મરચું મીઠું ખાંડ સેકેલા જીરા નો પાવડર.

 

રીત :-

 

બ્રેડ ટોસ્ટ ને નાના મીડ્યમ સાઈઝ ના પીસ કરી લ્યો .બ્રેડ ટોસ્ટ બજાર માં તેયાર મળે છે. જો તેયાર ના મળે તો ઘરે બ્રેડ ટોસ્ટર માં પણ તમે બ્રેડ ને ટોસ્ટ કરી શકો છો. અથવા લોઢી ઉપર પણ ધીમા તાપે બને બાજુ બ્રેડ ને ફેરવી ટોસ્ટ કરી શકો છો. મગ ચણા ને બે કલાક પલાળી ને બાફી લ્યો. ફુદીના, ખજુર આંબલી, કોથમરી ની ચટણી બનાવી લ્યો.

 

દહીં માં સ્વાદ મુજબ મીઠું ને ખાંડ નાખી ને એકદમ હલાવી લ્યો. હવે સર્વ કરતી વખતે એક સર્વિંગ પ્લેટ માં પહેલા બ્રેડ ટોસ્ટ ના પીસીસ રાખો .તેના ઉપર મગ,ચણા પાથરો. તેના ઉપર કોથમરી ની ને ફુદીના ની ચટણી પાથરો ,તેના ઉપર કાંદા,બટેટા,ટમેટા નાખો .દહીં રેડો ,ખજુર આંબલી ની ચટણી રેડો .સ્વાદ અનુસાર ચાટ મસાલો, મરચું, સેકેલા જીરા નો ભૂકો ભભરાવો .છેલે સેવ કોથમરી છાટી ને ગાર્નીશ કરો .આ વાનગી એકદમ લો ફેટ છે.

 

રસોઈની રાણી : કવિતા શેઠ (એડ્ડીસ અબાબા, ઇથોપિયા)

ટીપ્પણી