નાના મોટા દરેકના ફેવરીટ છે પીઝા, તો આજે સ્ટેપ બાય સ્ટેપ શીખો ‘બ્રેડ પીઝા’ ને બનાવી આનંદ માણો

બ્રેડ પીઝા

આજે આપણે બનાવીશું નાના મોટા દરેક ના ફેવરીટ પીઝા ,આજે આપણે હેલ્ધી બ્રેડ પીઝા બનાવીશું આને હેલ્ધી બનાવવા માટે મેં બ્રેડ ઘઉંની વાપરી છે સાથે જ પીઝા સોસ ઘરનો જ  વાપર્યો છે જયારે કોઈ પણ વસ્તુ ઘરની બનાવેલી વાપરીએ ત્યારે એ ટેસ્ટી અને ચોખ્ખી હોવાથી  બાળકો માટે પણ ખૂબ સારું રહે છે તો હવે જયારે પણ ઘર માં પીઝા ખાવાની ઈચ્છા થાય તો આ ફટાફટ બનતો બ્રેડ પીઝા બનાવી એનો આનંદ માણજો.

સામગ્રી :

1) બ્રેડ,
2) પીઝા સોસ,
3) કેપ્સીકમ,
4) ટામેટા,
5) ડુંગળી (જો એડ કરવી હોય તો ),
6) પેપ્રીકા,
7) ઓરેગાનો,
8) ચીઝ,
9) બટર,

રીત :

1) બ્રેડ પર બટર લગાવીને તેને મીડીયમ ગેસ પર શેકી લો

2) બીજી બાજુ પણ બટર લગાવી બ્રેડને ફેરવી દો.

3) હવે શેકાઈ ગયેલા ભાગ પર ૨ ચમચી જેટલો પીઝા સોસ લગાવો.

4) ગેસ ધીમો કરી કેપ્સીકમ અને ટામેટા મુકો(જો ડુંગળી એડ કરવી હોય તો આની સાથે જ એડ કરી દો).

5) થોડું ચીઝ છીણી લો તેના પર પેપ્રીકા અને ઓરેગાનો નાખો.

6) ઢાંકીને ૨ મિનીટ ઘીમાં ગેસ પર ક્રિસ્પી શેકી લો.

7) ગરમા ગરમ પીઝાને હવે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી