નાના મોટા સૌની માનીતી અને ફેવરીટ વાનગી એટલે ‘બ્રેડ પકોડા’, સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને ટ્રાય કરો

બ્રેડ પકોડા

આજે આપણે બનાવીશું એક સ્ટ્રીટ ફૂડ ની રેસીપી “બ્રેડ પકોડા “.બહાર જેવા જ બ્રેડ પકોડા ઘરે બનાવવા ખૂબ જ સરળ છે અને આ રેસીપી નાના મોટા દરેક ને ભાવે એવી છે અને જો તમારા ઘરે મહેમાન આવવાના હોય તો તમે આને ચાટ ની રીતે પણ સર્વ કરી શકો.

સામગ્રી :

1) ૩૦૦ ગ્રામ – બાફેલા બટાકા(કાચા કેળા પણ લઈ શકો),
2) ૧/૨ ચમચી – ધાણાજીરું,
3) ૧/૨ ચમચી – લાલ મરચું,
4) ૧/૪ ચમચી – ગરમ મસાલો,
5) ૧ ચમચી – દળેલી ખાંડ,
6) ૧/૨ ચમચી – લીંબુ નો રસ,
7) ૧ ચમચી – વાટેલા મરચા(જો લસણ વાટીને એડ કરવું હોય તો કરી શકો),
8) ૧૫૦ ગ્રામ – બેસન,
9) પાણી જરૂર પ્રમાણે (ખીરું બનાવવા ),
10) મીઠું સ્વાદ પ્રમાણે,
11) બ્રેડ,
12) બટર,
13) તીખી ચટણી,
14) કેચપ,
15) ઝીણી સેવ,
16) કોથમીર,
17) તેલ.

રીત :
1) બટાકાને બાફીને તેનો માવો કરી લેવો.


2) તેમાં બધા મસાલા અને થોડી સમારેલી કોથમીર ઉમેરી મિક્ષ કરી લો.


3) બેસન ને ચાળીને તેમાં થોડું થોડું પાણી અને મીઠું એડ કરી પાતળું ખીરું બનાવો


4) બ્રેડ ને ત્રિકોણ આકાર માં કાપી લો.


5) તેમાં એક બાજુ બટર અને એક બાજુ તીખી ચટણી લગાવો


6) જેના પર બટર લાગ્યું હોઉં તેના બટાકાનો માવો લગાવો

7) ચટણીવાળી બ્રેડ તેના પર ઉંધી મૂકી દો,અને સહેજ દબાવી લો


8) હવે જે ખીરું તૈયાર કર્યુ હતું એને એકવાર મિક્ષ કરી લો


9) બ્રેડ ને ખીરા માં બોળી તેલ માં તળી લો

10) પકોડાને મીડીયમ ગેસ પર ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો

11) તળાય એટલે પેપર નેપકીન પર લઈલો જેથી વધારાનું તેલ ના રહે

12) પકોડાને આમજ તમે કેચપ કે ચટણી સાથે પણ સર્વ કરી શકો


13) જો ચટણી જેમ સર્વ કરવા હોય તો પકોડાની ઉપર થોડો પાતળો કરેલો કેચપ ,તીખી ચટણી ,બેસન ની સેવ અને કોથમીર ઉમેરો (જો સમારેલી ડુંગળી કે લસણની ચટણી એડ કરવી હોય તો પણ કરી શકાય )

નોંધ – અત્યારે આપણે અહી મેંદાની બ્રેડ વાપરી છે તમારે ઘઉંની લેવી હોય તો લઈ શકાય

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી