ઘઉં કે ચોખાનાં લોટની જગ્યાએ બનાવો ‘બ્રેડની ચકરી’, લાગીને નવાઈ ?

બ્રેડ ચકરી 

સામગ્રી

6 નંગ બ્રેડ,
1 વાટકી ઘઉંનો લોટ,
1 ચમચી રવો,
કોથમીર,
આદું,
લીલા મરચા,
મીઠું,
ખાંડ,
1 ટી સ્પૂન લીંબુનો રસ,
તેલ તળવા માટે,
પાણી,

બનાવાની રીત

સૌ પ્રથમ મિક્સર જાર માં કોથમીર,આદું અને લીલા મરચા વાટી ગ્રીન પેસ્ટઃ બનાવી ત્યાર બાદ બ્રેડ ને પાણી માં પલાળી નીચોવી ને ઍક બાઉલ માં લેવી બધી બ્રેડ એમ જ કરી ને લઇ લેવી.
હવે તેમાં વાટેલી ગ્રીન પેસ્ટઃ,1 વાટકી ઘઉં નો લોટ,1 ચમચી રવો,સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, લીંબુ નો રસ આ બધું નાખી સન્ચા માં ભરી સકાય એટલો કઠણ લોટ જેવું બાંધી લેવું(જરુર લાગે તૌ ઘઉં નો લોટ વધું લઇ શકાય)
હવે સન્ચા માં ચકરી ની જારી લઇ સન્ચા માં આ મિસરણ ભરી ચકરી પાડવી.
તેને 30 મિનીટ સુકાવા દેવી ત્યાર બાદ ઍક પેન મા તેલ ગરમ કરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળી લેવી.
સોસ અથવા ચાય સાથે સર્વ કરવી

તૌ તેયાર છે બ્રેડ ચકરી

રસોઈ ની રાણી:ચાંદની ચિંતન જોશી(જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી