“બ્રેડ ભેળ-ચાટ” – બ્રેડ તો લગભગ બધાના ફીઝમાં હોય છે જ તો આજે જ બનાવો આ ટેસ્ટી ચાટ..

“બ્રેડ ભેળ-ચાટ”

સામગ્રી:

૩ બ્રેડ,
૧ વાટકી ટમેટા,
૧ વાટકી ડુંગળી,
૧-૨ લીલું મરચું,
૨ વાટકી મમરા (વઘારેલા કે વઘારેલા વગરના),
૨ વાટકી કોઈ પણ ચવાણું,
૧ વાટકી સેવ,
૧ વાટકી આમલીની ચટણી,
કોથમીર,
દાડમના દાણા,
મીઠું દહીં,
લાલ મરચું,
મીઠું,

રીત:

– સૌ પ્રથમ તવા પર બ્રેડ ઘી અથવા તેલ મૂકી શેકી લો.
– પછી તેના નાના ટુકડા કરી એક મોટા બાઉલમાં લેવા.
– તેમાં મમરા, ચવાણું, સેવ, લાલ મરચું, મીઠું, ટમેટા, ડુંગળી, લીલું મરચું, દાડમ, કોથમીર અને આમલીની ચટણી ઉમેરી બરાબર મિક્ષ કરવું.
– હવે એક પ્લેટમાં લઇ તેના પર દહીં, સેવ, ડુંગળી અને કોથમીર વડે ગાર્નીશ કરવું.
– તો તૈયાર છે ચટપટી બ્રેડ ભેળ-ચાટ.

નોંધ:

– જો ચવાણુંમાં શીંગ ઓછા હોય તો અલગથી મસાલા શીંગ કે તળેલા શીંગ ઉમેરી શકાય.
– અહી મેં રેડીમેડ ફરાળી ચેવડો લીધો છે.
– ઘરમાં જે કંઈ નમકીન હોય તે ઉમેરી શકાય.
– લીલી ચટણી ઘરમાં હાજર હોય તો તે ઉમેરી શકાય.
– અહી લેફ્ટઓવર આમલીની ચટણી અને બ્રેડ છે.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી