આજે જાણીએ, સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી દુનિયાની ટોચની બ્રાન્ડ્સ વિષે….-તુષાર રાજા

- Advertisement -

ઇન્ટરબ્રાન્ડ એ ‘ઓમ્નીકોમ’ ગ્રુપની એક સબસીડીયરી કંપની છે. 1974માં શરુ કરાયેલ અને ન્યુયોર્કમાં હેડકવાર્ટર ધરાવતી આ કંપની બ્રાન્ડ વેલ્યુએશન,બ્રાન્ડ સ્ટ્રેટેજી,એનાલીસીસ વિગેરે ક્ષેત્રમાં દુનિયાભરમાં નામના ધરાવે છે. દુનિયામાં 17 દેશોમાં પોતાની ઓફિસો ધરાવતી આ કંપની દર વર્ષે દુનિયાભરની કંપનીઓને લગતા જુદા જુદા એનાલીસીસ કરે છે અને તે રિપોર્ટ બહાર પડે છે. આવા એક એનાલીસીસમાં દુનિયાની ટોપ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી કંપનીઓનું લીસ્ટ પણ છે. ‘બેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ્સ’ના નામથી બહાર પડાયેલ આ લીસ્ટની વિગતો ખુબ રસપ્રદ છે.

ઇન્ટરબ્રાન્ડ દ્વારા જાહેર કરાયેલ દુનિયાની બેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ્સના લીસ્ટમાં સૌથી ટોચ પર પ્રથમ નંબરે એપલ કંપનીનું નામ છે. એપલ એ દુનિયાની એક અગ્રણી ટેકનોલોજી કંપની છે. સ્માર્ટફોન્સ અને કોમ્પ્યુટર્સ સહિત દરેક પ્રોડક્ટ્સમાં તે દુનિયાભરમાં આગવું સ્થાન ધરાવે છે. એપલની બ્રાન્ડ વેલ્યુ જે 2016માં 1,78,119 મિલિયન ડોલર્સ હતી, તેમાં વધારો થઈને 2017 માં તે 1,84,154 મિલિયન ડોલર્સ થઇ ગયેલ છે. 2000 ની સાલમાં ફક્ત 6594 મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી આ કંપનીની બ્રાન્ડ વેલ્યુમાં 17 વર્ષોમાં કેટલો વધારો થયો છે તે જાણીને તેના ગ્રોથનો ખ્યાલ આવે છે.

ઇન્ટરબ્રાન્ડ દ્વારા બ્રાન્ડ વેલ્યુની દ્રષ્ટીએ જાહેર કરાયેલ બેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ્સના લીસ્ટમાં બીજાં નંબર પર ગૂગલ આવે છે. ગૂગલ પણ દુનિયાની સૌથી વધુ જાણીતી અને લોકો સાથે સીધી રીતે સંકળાયેલી અગ્રણી ટેકનોલોજી કંપની છે. તેની બ્રાન્ડ વેલ્યુમાં ગયા વર્ષની સરખામણીમાં 6 ટકા જેટલો વધારો થયો છે. એટલે કે ગયા વર્ષે તેની બ્રાન્ડ વેલ્યુ 1,૩૩,252 મિલિયન ડોલર્સ હતી, તે વધીને આ વર્ષે 141,703 મિલિયન ડોલર્સ થયેલી હતી. 2005ની સાલમાં તેની બ્રાન્ડ વેલ્યુ 8461 મિલિયન ડોલર્સ હતી.

બેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ્સના લીસ્ટમાં ત્રીજા નંબરે છે માઈક્રોસોફ્ટ કંપની. 1975માં સ્થપાયેલ આ કંપની સોફ્ટવેર,સર્વિસ,ડીવાઇસીસ,અને સોલ્યુશનના ક્ષેત્રમાં દુનીયાભરમાં લીડરશીપ ધરાવે છે. તેની બ્રાન્ડ વેલ્યુમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે 10 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 72795 મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી આ કંપનીની બ્રાન્ડ વેલ્યુ આ વર્ષે 79999 મિલિયન ડોલર્સની થઇ ગઈ હતી. 2000 ની સાલમાં 70196 મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી આ કંપનીની બ્રાન્ડ વેલ્યુ એક સમયે 2009 માં ઘટીને 56647 મિલિયન ડોલર્સ થઇ ગઈ હતી.

આ લીસ્ટમાં ચોથા સ્થાન પર કોકા કોલા છે.જો કે ગયા વર્ષની સરખામણીમાં કોકા કોલાની બ્રાન્ડ વેલ્યુમાં 5 ટકા જેટલો ઘટાડો થયો છે. કોકા કોલા કંપનીની ફ્લેગશીપ બેવરેજીસ બ્રાન્ડ કોકા કોલા છે, આ સિવાય પણ કોકા કોલા કંપની અન્ય 500 જેટલી બ્રાન્ડ્સનું ઉત્પાદન કરે છે.ગયા વર્ષની 73102 મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુની સામે આ વર્ષે કોકા કોલાની બ્રાન્ડ વેલ્યુ હતી 697૩૩ મિલિયન ડોલર્સ. છેલ્લે 2014ની સાલમાં 81563 મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી આ બ્રાન્ડની વેલ્યુમાં પછી દર વર્ષે સતત ઘટાડો થતો જાય છે. 2000ની સાલમાં કોકાકોલાની બ્રાન્ડ વેલ્યુ હતી 72537 મિલિયન ડોલર્સ,જે સૌથી ઓછી 2007માં 65324 મિલિયન ડોલર્સ સુધી પહોંચી ગઈ હતી. કોકા કોલા તેના ઓફીશીયલ ફેસબુક પેજ પર 10,59,05,475 લાઈક્સ અને ટ્વીટર પર ૩૩.87,726 ફોલોઅર્સ ધરાવે છે.

બેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ્સના લીસ્ટમાં પાંચમાં સ્થાને છે એમેઝોન. જે દુનિયાની અગ્રણી ઈ-કોમર્સ, કલાઉડ કોમ્પ્યુટીંગ કંપની છે. એમેઝોનની બ્રાન્ડ વેલ્યુમાં ગયા વર્ષની સરખામણીએ 29 ટકા જેટલો વધારો થયો છે અને ગયા વર્ષની બ્રાન્ડ વેલ્યુ ૫૦૩૩૮ મિલિયન ડોલર્સની સામે આ વર્ષે તેની બ્રાન્ડ વેલ્યુ 64,796 મિલિયન ડોલર્સ સુધી પહોંચી ગયેલ છે. 2000 ની સાલમાં ફક્ત 4528 મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી આ બ્રાન્ડે ઉતરોતર પ્રગતિ કરેલી છે. એમેઝોનના ફેસબુક પેજ પર 279,05,019 લાઈક્સ છે અને ટ્વીટર પર 26,65,177 ફોલોઅર્સ છે.

આ લીસ્ટમાં છઠ્ઠા નંબરે છે સેમસંગ. હાઈટેક ઇલેક્ટ્રોનીક્સ ડીવાઇસીસ અને ડિજિટલ મીડિયાના ક્ષેત્રમાં દુનિયાભરમાં માર્કેટ લીડર એવી આ બ્રાન્ડ ખાસ કરીને સ્માર્ટફોન્સનો પણ ઘણો મોટો માર્કેટશેર ધરાવે છે. સેમસંગની બ્રાન્ડ વેલ્યુમાં ગયા વર્ષી સરખામણીએ 9 ટકા જેટલો વધારો થયો હતો. ગયા વર્ષે 51808 મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુની સામે આ વર્ષે 56249 મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ થઇ ગયેલી છે. 2000ની સાલમાં સેમસંગની બ્રાન્ડ વેલ્યુ હતી 5223 મિલિયન ડોલર્સ. ફેસબુક પોતાના ઓફીશીયલ ફેસબુક પેજ પર 39,51,056 લાઈક્સ ધરાવે છે, અને ટ્વીટર પર 315460 ફોલોઅર્સ ધરાવે છે.

ઇન્ટરબ્રાન્ડ રેકીન્ગ્સ દ્વારા ૨૦૧૭ના વર્ષ માટે જાહેર કરાયેલ બેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ્સના લીસ્ટમાં સાતમાં સ્થાન પર ‘ટોયોટા’ છે. જુદા જુદા પ્રકારના વાહનોના ઉત્પાદનમાં ટોયોટા દુનિયાભરમાં લીડર છે. આ ઉપરાંત, તાજેતરમાં ‘ઇકો-કાર્સ’ નો નવો કન્સેપ્ટ ડેવલપ કરીને સમાજ અને પર્યાવરણ પ્રત્યે પણ જાગૃતિ દાખવેલ છે. ટોયોટાની બ્રાન્ડ વેલ્યુમાં ગયા વર્ષની સરખામણીમાં 6 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષની ૫૩૫૮૦ મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ સામે આ વર્ષે ૫૦૨૯૧ મિલિયન ડોલર્સ થઇ ગયેલી છે.

આ લીસ્ટમાં આઠમાં સ્થાને છે ફેસબુક. દુનિયાની સૌથી વધુ લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ લોકોને એકબીજા સાથે જોડી રાખે છે. અને દુનિયાભરમાં બનતાં બનાવો વિષે સેકન્ડોમાં જ માહિતી શેર કરવામાં અને મેળવવામાં મદદરૂપ થાય છે. ફેસબુકની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધતી જ જાય છે. 2012માં તેની બ્રાન્ડ વેલ્યુ ૫૪૨૧ મિલિયન ડોલર્સ હતી જે સતત વધીને ૨૦૧૭માં ૪૮૧૮૮ મિલિયન ડોલર્સ થઇ ગયેલી છે. ગયા વર્ષીની સરખામણીએ તેની બ્રાન્ડ વેલ્યુમાં ૪૮ ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે,ગયા વર્ષે તેની બ્રાન્ડ વેલ્યુ ૩૨૫૯૩ મિલિયન ડોલર્સ હતી. ફેસબુક ને ફેસબુક પર કેટલી લાઈક્સ મળે છે તે વાત થોડી વિચિત્ર લાગે પરંતુ ફેસબુક પર તે 19,11,65 586 લાઈક્સ ધરાવે છે.

બેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ્સના લીસ્ટમાં નાવમાં સ્થાન પર છે મર્સિડીઝ બેન્ઝ. ડાયમલર ગ્રુપ ઓફ કંપનીસનું લક્ઝરી ઓટોમેટીવ ડીવીઝન એવું મર્સિડીઝ બેન્ઝ પ્રીમીયમ કાર્સ,કોમર્શીયલ વાહનોના ઉત્પાદન ઉપરાંત એન્જીનીયરીંગ અને મોબીલીટીના ક્ષેત્રમાં પણ ટોચનું સ્થાન ધરાવે છે. તેની બ્રાન્ડ વેલ્યુમાં ગયા વર્ષની સરખામણીએ 10 ટકા જેટલો વધારો થઈને ગયા વર્ષની ૪૩૪૯૦ મિલિયન ડોલર્સની સરખામણીએ આ વર્ષે ૪૭૮૨૯ મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ થયેલી હતી.

આ લીસ્ટમાં 10માં સ્થાને છે ગ્લોબલ ટેકનોલોજી કંપની આઈબીએમ. ઇન્ફર્મેશન ટેકનોલોજી અને હોસ્ટીંગ તેમ જ કન્સલ્ટીંગ સર્વિસના ક્ષેત્રની ટોચની કંપની આઈબીએમ ની માર્કેટ વેલ્યુમાં ગયા વર્ષની સરખામણીમાં 11 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષની ૫૨૫૦૦ મિલિયન ડોલર્સની સરખામણીમાં આ વર્ષે ૪૬૮૨૯ મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ થયેલી છે. 2014ની સાલમાં ૭૨૨૪૪ મિલિયન ડોલર્સની બ્રાન્ડ વેલ્યુ સાથે ટોચ પર પહોંચ્યા બાદ તેની બ્રાન્ડ વેલ્યુમાં સતત ઘટાડો જ થતો ગયો છે

આ ઉપરાંત, આ લીસ્ટમાં 11 માં સ્થાને ‘GE’,12 માં સ્થાને મેકડોનાલ્ડ્સ,13 માં સ્થાન પર બીએમડબલ્યુ,14માં સ્થાન પર ‘ડીઝની’, અને 15માં સ્થાન પર ઇન્ટેલ છે.

લેખક : તુષાર રાજા

ખુબ જાણવા લાયક માહિતી છે મિત્રો શેર કરો તમારા મિત્રો સાથે.

ટીપ્પણી