ઓફિસમાં બહુ ભૂખ લાગે તો આટલો જ નાસ્તો કરજો…

ઓફિસમાં હેલ્ધી ખાવાના સૌથી મોટા દુશ્મન આપણે જ હોઈએ છે. ઓફિસમાં શું પહેરીને જઈશું, કેવી રીતે જઈશું, કેવી રીતે રહેવું એ બધા વિચારો આપણે કરીએ છીએ, પરંતુ ઓફિસમાં શું ખાવું અને શું ન ખાવું તેના વિચારો ક્યારેય કરતા નથી. આપણે દિવસનો મોટાભાગનો સમય ઓફિસમાં વીતાવીએ છીએ અને આવામાં વચ્ચે-વચ્ચે ભૂખ તો લાગે જ છે. ઓફિસમાં જવાની ઉતાવળમાં આપણે જે હાથમાં આવ્યુ તે બનાવીને લઈ જઈએ છે. અથવા તો જે પણ મળે તે ખાઈને પેટ ભરી લઈએ છીએ. પછી ભલે તે હેલ્ધી ન પણ હોય.

જો તમે થોડું ધ્યાન આપો તો તમે આવી મુસીબતમાંથી બચી શકો છો. તમે ઘરથી જ નાસ્તો લઈને જાઓ જેથી તમે હેલ્ધી રહી શકો. ઓફિસમાં સૌથી વધારે નાસ્તો સાંજે 4થી 6 વાગ્યાની વચ્ચે ખાવામા આવે છે. તેથી જો તમે આ સમયને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારનો નાસ્તો લઈ જાઓ તો, તમારી હેલ્થને ઘણા ફાયદા થશે.

મગફળી અને ચના

આ બંને વસ્તુઓમા વિટામિ-ઈ અને પ્રોટીન સૌથી વધુ માત્રામાં હોય છે. કામ દરમિયાન વચ્ચે વચ્ચે મગફળી અને ચણા ખાવાથી તમે લાંબા સમય સુધી કામ કરવા એનર્જિ મેળવી શકશો. ઓફિસ જતા સમયે ટિફીનમા આ બંને જરૂર રાખજો.

મખાના


ઘીમા મખાનાને સાંતળીને તેમાં થોડુ મીઠું મિક્સ કરી લો. આ નાસ્તાને તે ઓફિસ લઈ જશો, તો તે હેલ્ધી સ્નેક્સ તરીકે કામ કરશે. મખાનામાં ફાઈબરની માત્રા વધુ હોય છે અને તેમાં કેલરી ઓછી હોય છે. આ કારણે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

તાજા ફળ


નાસ્તામાં સૌથી બેસ્ટ વિકલ્પ કોઈ હોય તો તે તાજા ફળો છે. દરેક ફળના અલગ અલગ ફાયદા હોય છે. અને રોજ તેનું સેવન કરવાથી હેલ્થને અનેક પ્રકારના ફાયદા મળે છે.

ગોળની ચિક્કી


શરદીના મોસમમાં તમે ગોળ અને સીંગદાણાની ચિક્કી પણ ખાઈ શકો છો. તે ન માત્ર સ્વાદમાં સારી હોય છે, પરંતુ હેલ્થને પણ અનેક પ્રકારે ફાયદા કરાવે છે. તેમાં જે ગોળ હોય છે, તે રક્તની સફાઈ કરે છે અને પાચન ક્ષમતાને વધારે છે.

ઘરમાં બનેલી ચકરી


ભલે ચકરી તળેલો નાસ્તો છે, પરંતુ ઘરમાં ઘીમાં બનાવેલી ચકલી તમને બહુ નુકશાન નહિ કરે. તે ચોખા, ઘઉં, ચણા કે મિક્સ લોટમાંથી બનાવવામાં આવે છે. આ કારણે તેને નાસ્તામાં લેવામાં કોઈ ખોટી વાત નથી.

આ તમામ વસ્તુઓને તમે ઓફિસમાં નાસ્તા દરમિયાન ખાઈ શકો છો. સામાન્ય રીતે લોકો ઓફિસમાં ભૂખ લાગવા પર સમોસા, પિત્ઝા, બર્ગર, સેન્ડવીચ વગેરે ખાય છે. આ બધા નાસ્તા તમારા શરીરને બહુ જ નુકશાન કરી શેક છે. તેને બદલે તમે ઘરમાં જ બનાવેલા હેલ્ધી નાસ્તા લઈને જઈ શકો છો. તેનાથી તમારી ભૂખ તો શાંત થશે જ, સાથે હેલ્થને પણ અનેક પ્રકારે ફાયદા થશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ટીપ્સ અને જાણકારી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી