બુટ સિવવા વાળાની દીકરી 12 સાયન્સ માં લાવી 97.60%..

અનુસૂચિતજાતિના વિધાર્થીઓ સતત મેરીટના ભુક્કા બોલાવી રહ્યા છે.  શિક્ષણ જગતમાં ધુંવાધાર પર્ફોમન્સ કરી રહ્યા છે. જેમાં અનુસૂચિતજાતિની દીકરી પણ પાછળ નથી.

ગઈ કાલે જાહેર થયેલા રાજસ્થાન બોર્ડના ધો.12 વિજ્ઞાન પ્રવાહમા અભ્યાસ કરતી જુન્જુનું જિલ્લાના પોન્ખ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતી વિધાર્થીની અંજેશ કુમારી એ ધો.12 વિજ્ઞાન પ્રવાહ માં 97.60% મેળવી ને એક નવો જ ઇતિહાસ રચી દીધો છે.

અંજેશ કુમારી એ આટલા બધા ટકા લાવવા કેટલો બધી સ્ટ્રગલ કરી છે તે વાત ની તમે એ બાબત પર થી અંદાજો લગાવી શકો છો કે, તેના પપા પ્રકાશચંદ્ર ની આર્થિક પરિસ્થિતિ સાધારણ હોવાના લીધે અંજેશ કુમારી પરીક્ષા ના આગળ ના દિવસ સુધી પિતા ને બુટ-ચપ્પલ બનાવવા માં મદદ કરતી હતી.

અને વહેલી સવારે ઉઠી ને તથા મોડી રાત સુધી એકાગ્રતા થી અભ્યાસ કરતી હતી. હવે આગળ અભ્યાસ કરી ને તે ડોક્ટર બનવા માંગે છે.

તેણે બાયોલોજી માં 100, કેમેસ્ટ્રી માં 98, ફિઝિક્સ માં 93 ,અંગ્રેજી માં 96 માર્ક્સ મેળવ્યા છે. અંજેશ કુમારી ના પપા પોતે ધોરણ દશ સુધી જ ભણેલા છે,તો તેની માતા અભણ છે.

સરકારી શાળા માં અભ્યાસ કરી ને કઠિન પરિસ્થિતિ વચ્ચે આટલી મોટી સફળતા મેળવવી તે ખરેખર ખૂબ જ અભિનંદન ને પાત્ર છે.

સૌજન્ય : કમલેશ ઉપાધ્યાય

ટીપ્પણી