મસાલા ખીચ્યા પાપડ એ એક ઈન્ડિયન સ્નેકસ/સ્ટાર્ટર છે. જે બનાવવામાં ખુબજ ઈઝી છે…

મસાલા ખીચ્યા પાપડ 

મસાલા ખીચ્યા પાપડ એ એક ઈન્ડિયન સ્નેકસ/સ્ટાર્ટર છે. જે ખુબજ ઈઝી તથા બનાવા માં ખુબજ સરળ છે. તથા આ એક ઈન્ડયન સ્ટાર્ટર કોય પણ સુપ સાથે સર્વ થાય છે. આ પાપડ મુંબઈ ની બધી હોટલ માં સર્વ થાય છે.જેને શેકીને તેના પર ટમેટા કાંદા નુ લેયર /ટોપીંગ નાખી બનાવાય છે. હવે જુના મસાલા પાપડ ને કહી દો ટાટા બાય બાય .અને નવો યુનિક આ ખીચ્યા મસાલા પાપડ સર્વ કરવાનો સમય થઈ ગયો છે. તો આજે જ ઘરે ટ્રાય કરો આ મસાલા પાપડ. આ પાપડ સાથે મેઈન કોસ સાથે પણ લઈ શકો છો.તેમજ કાઠિયાવાડી ડીશ સાથે પણ સર્વ કરી શકાય છે.

સામગ્રી:

1 ટમેટા બારીક સમારેલ,
1 કાંદા બારીક સમારેલ,
1 કાકડી(optional),
1tsp લાલ મરચું,
કોથમીર બારીક કાપેલ,
લીલી ચટણી,
લીલા મરચા ઝીણા સમારેલ,
મીઠું,
ચાટ મસાલો,
નાયલોન સેવ,

રીત :

1) સૌ પ્રથમ ખીચ્યા પાપડને શેકી લો.

2) અને એક બાજુ ટમેટા, કાંદા અને કાકડી(optional) અને કોથમીર બારીક સમારી એક ડીશ માં રેડી કરી લો.

3) અેક ડીશ માં પાપડ ગોઠવી લો અને તેના પર લાલ મરચુ સ્પ્રીંકલ કરી ને કાંદા નાખો.

4) કાંદા નાખ્યા બાદ તેના પર ટમેટા નું લેયર કરો ને પછી લાલ મરચુ અને મીઠુ સ્પ્રીંકલ કરો.

5) આ બધી પ્રોસેસ થઈ ગયા બાદ તેના પર નાયલોન સેવ અને ચાટ મસાલો નાંખી જ સર્વ કરો.

તો રેડી છે મસાલા ખીચ્યા પાપડ

નોંધ:

1) આ પાપડ ને બનાવો તે પહેલા બધી જ સામગ્રી રેડી કરી રાખવી સર્વ કરવા ના સમયે બધુ ટોપીંગ નાખી સર્વ કરવુ. તેને બનાવ્યા બાદ જ્યુસી વેજ થી લાંબા ટાઈમ રાખવાથી સોફ્ટ નથી થતા.

2)અગર કોઈને સ્પાઈસી ખાવાનુ મન થાય તો તેના પર લીલી ચટણી લગાવી ટોપીંગ નાખી સર્વ કરવુ.

3) અહિં મે ગ્રીન ચટણી નથી નાખી.તમે નાખી બનાવી શકો છો. આજ પાપડ શેકવા ના બદલે તળી ને પણ બનાવી શકાય છે.

રસોઈની રાણી : ખુશ્બુ દોશી.(સુરત).

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી