આ બોલીવુડ સ્ટાર્સના લગ્ન થયા છે વેલેન્ટાઇન ડે ના દિવસે..

પ્રેમ વ્યક્ત કરવા માટે કોઇ દિવસ નક્કી હોતો નથી પરંતુ પ્રેમ દરરોજ કરી શકાય છે. પરંતુ જ્યારે વાત લગ્નને યાદગાર બનાવવાની વાત આવે છે ત્યારે અનેક લોકો 14 ફેબ્રુઆરીને લગ્ન માટે પસંદ કરતા હોય છે. ઘણા અનેક કપલ્સ હોય છે જેઓ કોઇ પણ ભોગે વેલેન્ટાઇનના દિવસે લગ્નનું મૂહર્ત નક્કી કરતા હોય છે. એવા અનેક બોલિવૂડ સેલિબ્રિટિઝ પણ છે જેઓના લગ્ન વેલેન્ટાઇન ડેના દિવસે થયા છે.


અરશદ વારસી અને મારિયા ગોરેટીના લગ્ન 14 ફેબ્રુઆરી1999ના રોજ થયા હતા. અરશદ અને મારિયાની મુલાકાત 1991માં થઇ હતી. આઠ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંન્નેએ 14 ફેબ્રુઆરી 1999માં લગ્ન કરી લીધા હતા. તેમની લવસ્ટોરી પણ ખૂબ રસપ્રદ છે. એક કોલેજ ડાન્સ ફેસ્ટિવલ દરમિયાન બંન્નેની મુલાકાત થઇ હતી. અરશદ વારસી અહીં જજ બની આવ્યા હતા અને મારિયા પરફોર્મર હતી. બંન્નેએ પહેલા ચર્ચમાં લગ્ન કર્યા હતા અને બાદમાં નિકાહ પઢ્યા હતા.


લોકપ્રિય ટીવી સ્ટાર રામ કપૂર અને ગૌતમી કપૂરના લગ્ન પણ 14 ફેબ્રુઆરી 2003માં થયા હતા. આ બંન્નેની પ્રથમ મુલાકાત ટીવી શો ઘર એક મંદિરના સેટ પર થઇ હતી. અહીં બંન્નેને પ્રેમ થયો હતો.

લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંન્નેએ 14 ફેબ્રુઆરી 2003ના રોજ લગ્ન કરી લીધા હતા.

ટીવી શો દિલ જી લે જરાથી ચર્ચામાં આવેલા રૂસલાન મુમતાજ અને નિરાલી મહેતાની મુલાકાત શામક ડાવરની ડાન્સ એકેડમીમાં થઇ હતી. લાંબા સમય સુધી ચાલેલા સંબંધો બાદ બંન્નેએ 14 ફેબ્રુઆરીએ પહેલા કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લીધો અને બાદમાં બંન્નેએ 2 માર્ચ 2014ના રોજ ગુજરાતી સ્ટાઇલમાં લગ્ન કર્યા હતા.

સંજય દત્ત હાલમાં માન્યતા દત્ત સાથે સુખી લગ્નજીવન પસાર કરી રહ્યો છે પરંતુ આ અગાઉ સંજય દત્તે રિયા પિલ્લઇ સાથે 14 ફેબ્રુઆરી 1998માં લગ્ન કર્યા હતા. જોકે, હાલમાં બંન્ને અલગ થઇ ચૂક્યા છે. બંન્નેએ મંદિરમાં જઇને કોઇને પણ કહયા વિના લગ્ન કરી લીધા હતા.

જોકે, થોડા સમય બાદ બંન્ને અલગ થઇ ગયા. રિયાએ લિએન્ડર પેસ સાથે લગ્ન કર્યા પરંતુ બંન્ને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

દરરોજ અવનવી બોલીવુડની માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી