તમે વાંચશો તો તમે પણ ચોંકી જશો દિપીકા પણ નથી ભારતીય…

આપણે બધા એ તો જાણીએ જ છીએ કે કેટરિના કૈફ ભારતીય નથી (તે તો તેના ઇંગ્લીશ તેમજ હિન્દી ઉચ્ચારણો પરથી જ આપણે ધારી લીધું છે), અને કંઈ જેક્લીન ફર્નાન્ડિઝ પણ નથી (તેણી તો મિસ શ્રી લંકા હતી). પણ બીજા પણ કેટલાક સેલીબ્રિટીઓ છે જે ભારતીય નાગરીક નથી. તેઓ બીજા દેશનો પાસપોર્ટ ધરાવે છે અને ભારતીય સરકાર પોતાના નાગરીકોને દ્વિ-નાગરિકતા નથી ધરાવવા દેતી હોવાથી, એવો કોઈપણ ભારતીય જે બીજા દેશનું નાગરિકત્ત્વ ધરાવતો હોય, તેણે તેની ભારતીય નાગરીકતા છોડવી પડે છે.
તો અહીં અમે એવી કેટલાક ભારતીય સેલિબ્રીટીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે ભારતીય નાગરીકો નથીઃ

1. અક્ષય કુમાર


કેમ ? આંચકો લાગ્યો ને ! અક્ષય કુમાર એક કેનેડિયન નાગરીક છે. તેણે કેનેડિયન નાગરિકતા મેળવવા માટે પોતાનો ભારતીય પાસપોર્ટ 2011માં આપી દીધો હતો.

2. આલિયા ભટ્ટ

પોતાની માતાની બ્રિટિશ રાષ્ટ્રિયતાના કારણે આલિયા પણ બ્રિટિશ પાસપોર્ટ ધરાવે છે. પણ તે મૂળે તો ભારતમાં જ ઉછરી છે.

3. દીપિકા પદુકોણે

બોલીવુડમાં રાજ કરનારી બોલીવૂડ ક્વિન, દીપિકા પાદુકોણે પાસે ડેનિશ પાસપોર્ટ છે, કારણ કે તેણી ડેનમાર્કના કોપનહેગનમાં જન્મી હતી.

4. ઇમરાન ખાન

આમિર ખાનનો ભત્રિજો યુએસએમાં જન્મ્યો હતો. અને માટે તે અમેરિકાનો કાયદેસરનો નાગરિક છે.

5. મોનિકા ડોગ્રા

ભીનો વાન ધરાવતી આ અભિનેત્રીએ આમિર ખાનની ધોબી ઘાટ ફિલ્મથી બોલિવુડમાં પદાર્પણ કર્યું હતું, તેણી પણ ભારતીય નાગરીક નથી. આપણી આ અભિનેત્રી તેમજ ગાયિકા એક અમેરિકન છે.

6. એવલિન શર્મા

યે જવાની હૈ દિવાનીમાં તમે જોયેલી આ સુંદર ફટાકડી અર્ધી ભારતીય અને અરધી જર્મન છે. તેણીનો જન્મ ફ્રેન્કફર્ટમાં થયો હતો.

7. ધ ગ્રેટ ખલી

ભારતીય કુસ્તીબાજ દલિપ સીંઘ, જે ધી ગ્રેટ ખલીના નામે પ્રખ્યાત છે, તેણે થોડા વર્ષો પહેલાં જ અમેરિકન નાગરિકતા મેળવી છે. જો કે તેના આ પગલાથી એક કોન્ટ્રાવર્સી પણ ઉભી થઈ હતી કારણ કે તેણે પોતાની પંજાબ પોલીસનું માનદ પદ છોડ્યું નહોતું.

8. અનુષા દાંડેકર/શિબાની દાંડેકર

અનુષા અને શિબાની બન્ને ટીવીના કલાકારો છે. આ દાંડેકર બહેનો ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ધરાવે છે કારણ કે તેમના માતાપિતા પણ ઓસ્ટ્રેલિયન નાગરિકત્ત્વ ધરાવે છે. તેમનો ઉછેર ન્યુ સાઉથ વેલ્સમાં થયો હતો.

9. જીન્દર મહલ

ભૂતપૂર્વ WWE ચેમ્પિયન પણ ભારતીય નથી, તે એક કેનેડિયન નાગરિક છે.
ચોંકી ગયાને ? અમે પણ આ હકીકતો જાણી ચોંકી ગયા હતા !

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

 

ટીપ્પણી