ભારતમાં આ સ્થળોએ બોલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે, તમે પણ એકવાર મુલાકાત અવશ્ય લેજો.

તમે જ્યારે બોલીવુડ ફિલ્મો જુવો છો ત્યારે અમુક દ્રશ્યો એવા જોવા મળતા હોય છે, જ્યાં આપણને એકવાર તો જવાનું મન તો થઈ જ જાય છે. ‘બાહુબલી’ અને ‘બાહુબલી ૨’ જોયા બાદ તો દરેક લોકોને માહેશમતીનાં સેટ જોવાની અને તેનાં વિશે જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી. તેમાં પાછા સારા સમાચાર આવ્યા કે બાહુબલીનાં ચાહકો માટે બાહુબલીનો સેટ ટુરિસ્ટ પ્લેસ તરીકે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આવી જ રીતે એવી ઘણી બધી ફિલ્મો જે ભારતમાં જ શૂટ થઈ છે અને તેમાં દર્શાવેલ સુંદર જગ્યાઓ જોવા લોકો પહેલાંથી જ દીવાના છે. આવા જ ચાહકો માટે નવા ટુરિસ્ટ પ્લેસીસ જણાવી રહ્યા છીએ, જેથી તમે જ્યારે ત્યાં પ્રવાસ કરો તો તે જગ્યાની મુલાકાત લેવાની ચૂકશો નહીં. આ પ્લેસીસ વધારે પ્રખ્યાત એટલે થયા છે કારણ કે અહી બોલીવુડની સુપરહીટ ફિલ્મોનું શૂટિંગ થયેલ છે. તો જાણી લો ક્યા  છે આ સ્થળો….

૧. હિડિમ્બા દેવી મંદિર (યે જવાની હૈ દીવાની)

 

આ અનોખું મંદિર મનાલી (હિમાચલ પ્રદેશ) ખાતે આવલે છે. જે ઝાડ અને હરિયાળીથી ઘેરાયેલું છે અને દેખાવમાં સુહામણું છે. જો તમે ક્યારે પણ મનાલી જાવ છો ત્યારે એકવાર આ મંદિર જોવાનું ચૂકતા નહીં. ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મમાં નૈના (દીપીકા પાદૂકોણે) અને બની (રણબીર કપૂર) આ મંદિરની બહાર લગનનાં વિષય અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

૨. ચપોરા ફોર્ટ (દિલ ચાહતા હૈ)

ગોવામાં આમ તો બોલીવુડની ઘણી બધી ફિલ્મોનું શુટિંગ થયું છે. જેમ કે ડીયર ઝિંદગી, ગોલમાલ, દિલ ચાહતા હૈ વગેરે, પરંતુ જો એક ફિલ્મનું નામ આપવામાં આવે જે કારણે ગોવા બોલીવુડ શૂટિંગ માટે પ્રખ્યાત થયું છે તે ‘દિલ ચાહતા હૈ’ ફિલ્મ હશે. ફિલ્મમા એક સીન દર્મિયાન ચપોરા ફોર્ટ બતાવવામાં આવ્યું છે, જે દિવસથી ફિલ્મ પ્રશંસકોમાં ફેમસ થઈ છે ત્યારથી આ ફોર્ટને દિલ ચાહતાએ ફોર્ટથી ઓળખવામાં આવે છે. આ દિલ ચાહતા હૈ ફોર્ટ એટલો ફેમસ થયો છે કે જેટલા પણ ટુરિસ્ટ ગોવા આવે છે તેઓ દિલ ચાહતા હૈ ફોર્ટની મૂલાકાત લેવાનું ચૂકતા નથી.

૩. રોહતાંગ પાસ (જબ વી મેટ)

હાલમાં જ ઈમતીઆઝ અલીની કરીના કપૂર ખાન અને શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ‘જબ વી મેટ’ ફિલ્મને ૧૦ વર્ષ પૂરા થયા છે. ‘મેં અપની ફેવરીટ હું’ કરીનાનો આ ડાયલોગ છોકરીઓને ખૂબ જ પસંદ પડ્યો હતો, તેમાં પણ ખાસ કરીનાએ ‘યે ઈશ્ક હાય’ ગીતએ તો દરેકને પસંદ પડ્યો હતો. જેનું શૂટિંગ રોહતાંગ પાસનાં રસ્તાઓમાં થયું હતું. જે લોકોને પહાડો અને હીલ સ્ટેશન ફરવા જવાનું પસંદ હોય તેમણે તો અહીં અવશ્ય જવું જોઈએ.

૪. પેંગોંગ લેક ( ૩ ઈડિયટ્સ)

લેહ લદ્દાખ પાસે આવેલ પેંગોગ લેક એક સુંદર અને રમણીય જગ્યા છે, જ્યાં ‘૩ ઈડિયટ્સ’ ફિલ્મનો છેલ્લો સીન શૂટ કરવામાં આવ્યો હતો. આ એવી જગ્યા છે જ્યાં જે કોઈ પણ જાય છે ત્યાં જ વસી જવાનું મન બનાવી લેતા હોય છે. જ્યારે પણ તમે લેહ લદ્દાખ જાવ ત્યારે અહીં જવાનું ચૂકતા નહીં.

૫. મુન્નાર ટી પ્લાનટેશન (ચેન્નઈ એક્સપ્રેસ)

ચેન્નઈ એક્સપ્રેસનું સોન્ગ ‘ક્શમીર મેં તુ કન્યા કુમારી’ મુન્નાર ટી પ્લાન્ટેશન પાસે શૂટ અક્રવઆમાં આવ્યું છે. જે હાલમાં ખાસ ટૂરિસ્ટ પ્લેસ બની ગયો છે અને તે પણ શાહરુખ અને દીપીકાને કારણે, તો જ્યારે પણ સાઉથ બાજુ ટ્રીપ પ્લાન કરી રહ્યા હોવ ત્યારે આ ટી પ્લાન્ટેશનની મૂલાકાત લેવાનું ભૂલતા નહીં.

૬. રામનગર (શોલે)

તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ શોલે ફિલ્મનું શૂટીંગ કર્ણાટકામાં થયું હતું. કર્ણાટકના રામનગર ગામડામાં શોલે ફિલ્મનાં ઘણા બધા સીન શૂટ કરાયાહતા

૭. ચોમુ પેલેસ (બોલ બચ્ચન)

તમને અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ભૂતિયા મૂવી ‘ભૂલભૂલૈયા’ યાદ જ હશે ને? તો એક આ ફિલ્મ અને ‘બોલ બચ્ચન’ ફિલ્મનુ જયપુરનાં ચોમુ પેલેસમાં શૂટ કરાઈ હતી. રાજસ્થાનમાં પણ અવાર-નવાર ફિલ્મનું કે પછી ટીવી સીરીયલ્સનું શૂટીંગ થતું જ રહે છે.

૮. અથિરપ્પિલ્લી ઝરણું (રાવણ)

 

સાઉથ બાજુ આમ તો ઘણા બધા વૉટર ફોલ્સ (ઝરણા) હશે, પરંતુ કેરળમાં આવેલ અથિરપ્પિલ્લી ઝરણું ખૂબ જ પ્રખ્યાત છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘રાવણ’નાં અમૂક દ્રશ્યો આ ઝરણા પાસે દર્શાવવામાં આવ્યા હતા.

૯. દૂધસાગર ઝરણું (ચેન્નઈ એક્સપ્રેસ)

ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં એકથી એક ચઢિયાતા દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ તો તમને જાણીને નવાઈ લાગશે કે તેમાનાં અમુક દ્રશ્યો દૂધસાગર વૉટર ફોલ પાસે શૂટટ કરાયા છે. તો સાઉથમાં ક્યાં ક્યાં ફરવા જવું છે તેની લીસ્ટમાં આ ઝરણાનું નામ પણ નોંધી લેજો.

૧૦. સફેદ રણ, કચ્છ (આર..રાજકુમાર)

‘આર…રાજકુમાર’ ફિલ્મનું ગીત ‘સારી કે ફૉલસા’ ખૂબ જ લોકપ્રિય છે. તેમાં પણ એક સુંદર લોકેશન દર્શાવાઈ હતી, તે કચ્છનું ફેમસ સફેદ રણ હતું. સફેદ રણ જોવાની મજા સૌથી વધારે શિયાળામાં આવતી હોય છે. હવે શિયાળો તો શરુ થઈ જ ગયો છે, તો સમય કાઢીને અહીં ફરવાનું પ્લાનિંગ અવશ્ય કરજો.

મિત્રો, આનાં સિવાય જો તમને એવી જગ્યાઓ ખબર હો કે ભારતમાં આનાં સિવાય કઈ જગ્યાઓએ બોલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે, તો કમેન્ટ કરીને અમને જણાવજો.

લેખક – જ્યોતિ નૈનાણી

ટીપ્પણી