‘તમાશા’ ફિલ્મ પછી એકવાર ફરીથી દીપિકા એક્સ લવર્સ રણબીર કપૂર સાથે જોડી જમાવશે

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં બહુ ચર્ચામાં હતી એભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી દીપિકા પાદુકોણની જોડી. હવે આ બંને ત્રણ વર્ષ પછી ફરીથી એકસાથે જોવા મળશે. પરંતુ રણબીર અને દીપિકા કોઈ ફિલ્મમાં નહીં પણ એક ફેશન શોમાં સાથે જોવા મળશે. બંનેની જોડી છેલ્લે તમાશા ફિલ્મમાં જોવી મળી હતી. સૂત્રોનાં અનુસાર, બંને વચ્ચે સારી મિત્રતા હતી પરંતુ અમુંક કારણોસર બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ તેના પછી પણ બંને એક સાથે ફિલ્મમાં જોવા મળ્યા હતા.

હાલમાં બંને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનાં ઘરે જોવા મળ્યા હતા. તેમની સાથે કરણ જોહર પણ હતો. રણબીર કપૂર વાતચીત દરમિયાન દીપિકાને ભેટી પડ્યો હતો. હવે તમે વિચારી રહ્યા હશો કે આ બંને સ્ટાર મનીષ મલ્હોત્રાના ઘરે શું કરતા હતા?.તો તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને દીપિકા જલ્દી એક શો માટે રેમ્પ વોક કરવાનાં છે.

તમને જણાવી દઈએ કે, મનીષ મલ્હોત્રા માટે રણબીર કપૂર અને દીપિકા એક ફેશન શોમાં રેંપવોક કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 9 એપ્રિલ થનાર ફેશન વીકમાં તેઓ એક બીજાનો હાથ પકડીને રેમ્પ વોક કરશે. તેની તસવીર પણ મનીષ મલ્હોત્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ લેટેસ્ટ તસવીરોમાં તમે એકવાર ફરીથી જોઈ શકો છો કે બંનેની વચ્ચે બધુ બરાબર છે. તેમજ મનીષ મલ્હોત્રાનાં ઘરે આવેલા રણબીર કપૂર અને દીપિકા પાદૂકોણ કંઈક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમજ રણબીર દીપિકાને ભેટી પડ્યો હતો અને આ તસવીરમાં કરણ જોહર પણ દેખાતો હતો. રણબીરનુ કહેવુ છે કે તેણે દીપિકા સાથે ખૂબ સારુ લાગે છે. તેણે કહ્યુ કે દીપિકાની સાથે તેની કેમેસ્ટ્રી જ નહી ફિઝિક્સ અને બાયોલોજી પણ ખૂબ મેચ થાય છે.

જો કે, તમને જણાવી દઈએ કે, આજકાલ દીપિકા પાદૂકોણ પોતાના લગ્નના કારણે બહુ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટનાં અનુસાર, રણવીર સિંહ અને દીપિકાના પરિવારના સભ્યોએ લગ્નની તારીખ પણ નક્કી કરી લીધી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર દીપિકા અને રણવીર સિંહ સપ્ટેમ્બર અથવા ડિસેમ્બરમાં લગ્નનાં બંધનમાં જોડાય તેવી સંભાવનાં છે. રિપોર્ટ અનુસાર રણવીર અને દીપિકાએ ગોવામાં પોશ બંગલો ખરીદ્યો છે. જોકે, આ વિશે હજુ વધુ માહિતી નથી મળી શકી. પરંતુ એવું કહેવામાં આવે છે કે આ જોડીએ ખરીદેલો બંગલો રઘુરામ રાજન અને સુનિલ ગાવસ્કર જેવી હસ્તીઓના બંગલાની નજીક આવેલો છે.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજ ફિલ્મી જગતનું રોજ બનતા બનાવોનું અપડેટ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ…..

 

ટીપ્પણી