શું તમે જાણો છો આ માહિતી? વાંચો અને જાણો..

બી-ટાઉનના લોકો માટે ઈન્ટરકાસ્ટ લગ્ન કરવા કોઈ મોટી વાત નથી. બોલિવુડમાં સ્ટાર્સના એકબીજા સાથે પ્રેમ થવા સામાન્ય વાત છે. ત્યારે આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ, જેમના મન લગ્ન માટે ધર્મ મહત્ત્વનો નથી હોતો. તેમણે પોતાના જીવનસાથી તરીકે મુસ્લિમ અભિનેતાઓને પસંદ કર્યા છે.

નેહા

તમને ખબર નહિ હોય પણ એક્ટ્રેસ નેહાનું સાચું નામ શબાના રઝા છે. જેણે અભિનેતા મનોજ બાજપાઈ સાથે લગ્ન કર્યા છે. નેહાનો ધર્મ મનોજ બાજપાઈ સાથે અલગ હતો, પણ તેને કોઈ ફરક પડતો નથી.

માન્યતા દત્ત

આ એક્ટ્રેસ પણ મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેનું અસલી નામ દિલનવાઝ શેખ છે. દિલનવાઝ હિન્દુ સ્ટાર સંજય દત્તની ત્રીજી પત્ની છે. આ પહેલા સંજય દત્તની પત્ની રિયા પિલ્લાઈ હતી અને તે પહેલા તેના લગ્ન રિચા શર્મા સાથે થયા હતા. જેના મોત બાદ સંજય દત્તે બીજા લગ્ન કર્યા હતા. દિલનવાઝ શેખ એટલે કે માન્યતા દત્તનો જન્મ મુંબઈમાં થયો હતો, પણ તે દૂબઈમાં ઉછરી હતી. તમને જણાવી દઈએ કે, સંજય દત્તની માતા નરગિસ પણ મુસ્લિમ હતા.

નરગિસ

નગરિસ જાણીતા અભિનેતા સુનિલ દત્તના પત્ની હતા. નરગિસનું અસલી નામ ફાતિમા રશીદ હતું. તેમનો જન્મ કોલકાત્તાના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તમને ખબર નહિ હોય પણ, નરગિસ જન્મથી પંજાબી હતા, પરંતુ તેમના પરિવારે મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. તેમનો પરિવાર રાવલપિં઼ી

મુમતાજ જહા

મુમતાજ જહા પોતાના સમયની એક સુંદર અદાકારા હતી. તેમનું આખું નામ મુમતાજ જહા દેહલવી હતું. તેમની સુંદરતા પર તો અનેક લોકો ફિદા હતા, પણ તેમણે પોતાનું દિલ હિન્દુ ગાયક કિશોર કુમારને આપ્યું. કિશોર કુમાર એવરગ્રીન સુપરસ્ટાર હતા. જે પોતાના સમયમાં બહુ જ ફેમસ હતા.

સોહા અલી ખાન

સોહા અલી ખાન નવાબ મન્સૂર અલી ખાન પટૌડી અને અભિનેત્રી શર્મિલા ટાગોરની દીકરી હોવાને સાથે અભિનેતા સૈફ અલી ખાનની બહેન પણ છે. સોહાએ અભિનેતા કુણાલ ખેમૂ સાથે લગ્ન કર્યા છે. બંનેને લગ્ન 2015માં થયા હતા, જેમને હાલ એક દીકરી પણ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો દરેક બોલીવુડ પ્રેમી મિત્ર સાથે અને દરરોજ અવનવી પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી