આ બૉલીવુડ અભિનેત્રીઓને સુંદરતામાં ટક્કર આપે છે તેમની માતા

બૉલીવુડની કેટલીય એકટ્રેસીસને તો તમે ફિલ્મમાં પોતાની રીલ માઓ સાથે જોઈ જ હશે પણ શું તમને તેમની રીયલ લાઈફ માતાઓ વિષે ખબર છે? સોશ્યિલ મીડિયા અને મીડિયામાં ચાલી રહેલી ખબરોને સાચી માનીએ તો બૉલીવુડની એવી ઘણી એકટ્રેસીસ છે જેમની માતાઓ પણ બહુ સુંદર છે. આજે અમે તમને બૉલીવુડની ટોપ એકટ્રેસીસની ફેશનેબલ માતાઓ વિષે જણાવશુ.

 

૧. બિપાશા બાસુ

 

બોલીવુડની એકટ્રેસ બિપાશા બાસુની માં મમતા ખુબ જ સુંદર છે. બિપાશાને તેની માએ હંમેશા તેના કેરીઅરમાં આગળ વધવામાટે પ્રોત્સાહિત કરી છે પણ તેઓ હંમેશા પરદા પાછળ જ રહ્યા.

 

૨. રિયા સેન

 

બૉલીવુડ એકટ્રેસ રિયા અને રાઈમા સેનની માતાનું નામ મુનમુન સેન છે. મુનમુન સેન બૉલીવુડ એકટ્રેસ સુચિત્રા સેનની પુત્રી છે અને રિયા ને રાઈમા સેનની માં મુનમુન સેન ખુબ સુંદર છે.

 

૩. ઉર્વશી રૌતેલા

 

ઉર્વશી રૌતેલા બોલીવુડની ખુબ ગ્લેમરસ એકટ્રેસ છે. ઉર્વશીએ વર્ષ ૨૦૧૫માં મિસ દિવાનું ટાઇટલ જીત્યું હતું. તેમની ખુબસુરતી તેમને પોતાની માં માથી મળી છે. તેમની માતાનું નામ મીરા રૌતેલા છે જે ખુબ ફેશનેબલ છે.

૪. ટ્વિકંલ ખન્ના

 

ટ્વિકંલ ખન્નાની માતાનું નામ ડિમ્પલ કપાડિયા છે જે બોલીવુડમાં ‘બોબી’ અને ‘સાગર’ જેવી ખુબ સારી ફિલ્મોથી ખુબ હિટ થઇ. પોતાની માં જેમ ટ્વિકંલ ખન્ના પણ અત્યંત ખુબસુરત એકટ્રેસ છે.

૫. શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર એક ભારતીય બૉલીવુડ એકટ્રેસ છે જેની માતાનું નામ શિવાંગી

કોલ્હાપુરી છે. શ્રદ્ધા કર્પૂર તેની માં જેમ જ એક સારી ગાયક પણ છે.

૬. ઈશા દેઓલ

 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ડ્રિમ ગર્લ હેમા માલિની આજે પણ પોતાની સુંદરતા અને નૃત્ય કલા માટે જાણીતી છે. એટલું જ નહીં હેમા માલિનીએ ખુબ જાણીતા એક્ટર્સ સાથે કેટલીય હિટ ફિલ્મો પણ આપી છે. પણ તેમની દીકરી ઈશા દેઓલ બૉલીવુડ માં કોઈ ખાસ જગ્યા ન બનાવી શકી.

૭. શ્રુતિ હાસન

 

મશહૂર એક્ટર કમલ હાસન અને સારિકાની મોટી દીકરી શ્રુતિ હાસન અત્યાર સુધીમાં કેટલીય બૉલીવુડ ફિલ્મોનો હિસ્સો બની ચુકી છે. એમાં કોઈ શક નથી કે શ્રુતિ તેની માં જેટલી જ સુંદર છે પણ તેની માં સારિકા આજે પણ ખુબ જવાન અને સુંદર દેખાય છે.

૮. ઇલિયાના ડીક્રુઝ

 

ઇલિયાના ડીક્રુઝની માં નું નામ સમીરા ડિક્રુઝ છે જેમને તમે ક્યારેય પહેલા કદાચ જ જોયા હોય. બૉલીવુડ ફિલ્મો સાથે તેમનો કોઈ સબંધ નથી. કહેવાય છે કે ઇલિયાના બિલકુલ પોતાની માં જેવી જ દેખાય છે.

સંકલન : ભૂમિ મેહતા

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી