ફિલ્મ ‘મોહબ્બતે’ ની આ અભિનેત્રીએ કરાવી કોસ્મેટિક સર્જરી, હવે દેખાય છે કંઈક આવી

વર્ષ 2000 માં આવેલી અમિતાભ બચ્ચ અને શાહરુખ ખાનની ફિલ્મ મોહબ્બતેથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી કિમ શર્મા આજકાલ પોતાના લુકને લઈને બહુ ચર્ચામાં છે. થોડાક દિવસ પહેલાં જ તે એક ફેશન શોમાં જોવા મળી હતી. તે દરમિયાન કિમને જોઈને એવી ચર્ચાઓ પણ થઈ હતી કે તેને કોસ્મેટિક સર્જરી કરાવી છે. તેમજ મોહબ્બતે ફિલ્મથી ચર્ચામાં આવેલી કિમ શર્મા આજકાલ લાઈમલાઈટથી બહુ દૂર રહે છે. તે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે. હાલમાં તે એક ફેશન શોમાં દેખાય હતી. ડિઝાઈનર નંદિતા મહતાનીના ફેશન શોમાં તે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવી હતી. જો કે તે દરમિયાન તેને રેમ્પ વોક ન હતું કર્યું.જો કે, તેમનો ચહેરો અને આઈબ્રો જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેને કોસ્મેટિક સર્જરી કરાવી છે. તમને જણાવી દઈએ તે પોતાના પતિ અલી પંજાની સાથે તલાક લીધા પછી પહેલી વખત તે કોઈ સમારોહમાં જોવા મળી હતી. વર્ષ 2010માં અલી સાથે લગ્ન કરીને તે કેન્યા શિફ્ટ થઈ ગઈ હતી. પરંતુ તેના પતિનું કોઈ બીજી છોકરી સાથે અફેર હોવાથી આ કપલ અલગ થઈ ગયું. પતિથી અલગ થયા પછી તે મુંબઈ પાછી આવી ગઈ હતી. ત્યારે એવી ચર્ચાઓ પણ થઈ હતી કે તે કંગાળ થઈ ગઈ હતી, ત્યારે તેની મદદ કરવા માટે જાવેદ ઝાફરી આવ્યો હતો.કિમએ મોહબ્બતે ફિલ્મથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં તે જુગલ હંસરાજની સાથે જોવા મળી હતી. તે સિવાય તે ફિલ્મ ‘ટોમ ડિક ઔર હેરી’, ‘મની હૈ તો હની હૈ’ અને ‘નહેલે પે દહેલા’ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ કિમ શર્માનું નામ જોડાયું હતું.હાલમાં એક રાજસ્થાનના કોઈ વ્યક્તિએ બોલિવૂડની અભિનેત્રી કિમ શર્મા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ વ્યક્તિએ મુંબઈના ખાર પોલિસ સ્ટેશનમાં કિમની વિરુદ્ધ એફઆરઆઈ નોંધાવી છે. તેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે કિમ શર્માએ આ વ્યક્તિની કરોડોની કાર પર કબજો જમાવ્યો છે. કિમ પર આરોપ લગાડનાર વ્યક્તિ એનઆરઆઈ બિઝનેસમેન છે જેનું નામ દિલીપ કુમાર છે. દિલીપે કહ્યું કે કીમએ તેની કરોડોની કાર રેન્જ રોવર પર કબ્જો કર્યો છે આ કાર કીમથી અલગ રહેતા પતિને આપી દેવામાં આવી છે. જો કે, તમને જણાવી દઈએ કે કિમ શર્માની બોલિવૂડ કરિયર કંઈ ખાસ નથી, પરંતુ હવે ફરીથી તે બોલિવૂડમાં કમબેક કરવાનું વિચારી રહી છે.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજ રોજ બનતા બનાવોનું અપડેટ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ….

ટીપ્પણી