એવું તો શું થયું હતું કે અક્ષયકુમારના લંડનના વિઝા રોકવામાં આવ્યા હતા…

તે સાચું છે કે અક્ષય કુમાર પાસે કૅનેડિઅન નાગરિકત્વ છે. હમણા જ અક્ષયના લંડનના વિઝા ડીટેઈન કરવામાં આવ્યા હતા કારણ કે તેમની પાસે કેનેડિયન સીટીઝનશીપ છે અને આશ્ચર્યજનક રીતે પાસપોર્ટ પણ છે.

અક્ષય ભારતમાં કેનેડાનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમને કાયદાની ડિગ્રી સાથે માનદ ડોક્ટરેટની પદવી આપવામાં આવી હતી, અને આ બધા સાબિત કરે છે કે અક્ષયે કેનેડિયન નાગરીકતા પણ ધરાવી છે.ભારત પણ બેવડી નાગરિકતાને મંજૂરી આપતું નથી, નિયમ મુજબ જો તેની પાસે કેનેડિયન પાસપોર્ટ હોય તો તેને પોતાના ભારતીય પાસપોર્ટ પરત કરી ભારતીય નાગરિકતા છોડી દેવાની ફરજ પડી શકે છે. તેથી, આ કાયદા દ્વારા અમે કહી શકીએ અક્ષય કુમાર ભારતીય નાગરિક નથી;

પરંતુ આ હકીકત તેને ‘રાષ્ટ્રવાદી વિરોધી’ અથવા ‘દેશઢ્રોહી’ નહીં કરી શકે કારણ કે તેની કારકીર્દિ અને જીવનમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તેઓ કેટલા ભારતીય છે. તેમના હેતુઓ અને દેશ પ્રત્યેની શુભેચ્છાઓ કાનૂની કાગળો આગળ ફિક્કા જ પડી જાય છે.સુત્રોએ આપેલી જાણકારી મુજબ તેઓ કેનેડાના કેટલાક મૉલ્સમાં મૂડી રોકાણ કરે છે અને એ મૂડી લાવે છે તેમની ભારતમાં થયેલી સુપરહિટ મુવી માંથી.આ ઉપરાંત આવા વિકસિત દેશોમાં મિલકતમાં રોકાણ કરવા માટે વિદેશીઓએ~ 15-40%જેટલો ઉચ્ચ સરચાર્જ ભરવો પડે છે.અને જ્યારે તમે લાખો ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છો, ત્યારે 15-40% નો સરચાર્જ પણ લાખો ડોલર જેટલો જ થઇ જાય.અત્યાર સુધી એવોર્ડ શોમાં તેમજ મુવીઓ જેમ કે જૉલી એલએલબી 2, રુસ્તમ, બેબી, એરલિફ્ટમાં બતાવેલી “દેશ ભક્તિ” અને “સોશ્યલ રિસ્પોન્સિબિલિટી” એક પલમાં વેડફાઈ જાય છે. તમે તમારી ભારતીય નાગરિકતા છોડીને કેનેડિયન નાગરિકતા માટે જઈ રહ્યા છો એ પણ ફક્ત તમારા વ્યક્તિગત લાભ માટે.

જો કે આ એક વ્યક્તિગત પસંદગી છે અને અક્ષય કુમારના નિર્ણયને જજ કરવાનો મારો કોઈ અધિકાર નથી. પણ એકમાત્ર સમસ્યા એ છે કે તે તેના મીડિયા ઇન્ટરવ્યુમાં તેના “બેવડા નાગરિકત્વ” વિષે ખોટું કહે છે.

“હું કેનેડા જોડે ખુબ જ સારી રીતે જોડાયેલો છું અને તેની નાગરિકતા પણ મારી જોડે છે. ત્યાની ખુલ્લી ભૂમિ, દૃશ્યાવલિ, પહોળા રસ્તાઓ અને સ્વચ્છ ગલીઓ મને મોહી લે છે.”

તેમણે 2010 માં એક મુલાકાતમાં આ વિષે કહ્યું હતું. એઓ એવું વિચારતા હશે કે દરેક વ્યક્તિ આ વાક્યને ખોટું માનતા હશે પણ “બેવડી નાગરિકતા” ના વિઝા નિયમોથી અમુક જાણકાર લોકો જ પરિચિત છે.ભારત પાસે કોઇ પણ દેશ સાથે બેવડા નાગરિકત્વની કોઈ જોગવાઈ નથી. નેપાળ સાથે મફત ફરવાની સમજૂતી છે. તે ઉપરાંત, મોટાભાગે, વિદેશી વ્યક્તિ (ભારતીય મૂળના) ઓસીઆઈ (ભારતના વિદેશી નાગરિક) બની શકે છે જે વિશિષ્ટ વિઝા છે, જે કોઈ પણ પ્રતિબંધ વગર કોઈને પણ ભારતમાં મુસાફરી, કામ અને રહેવાની મંજૂરી આપે છે.

સ્પષ્ટપણે, તે પોતાના દેશની દેશ ભક્તિ / સામાજિક જવાબદારીને વેચાણબિંદુથી હાનિ પહોંચાડવાનું ટાળે છે, કારણ કે તેની બ્લોકબસ્ટર ફિલ્મો તેના ઉપર જ આધારિત હોય છે હમણાં ની વાત કરીએ તો પેડમૅન પણ આગળની બધી ફિલ્મોની જેમ જ એક સુપરહિટ ફિલ્મ રહી હતી અને તે આગળ પણ બાકીની ફિલ્મમાંથી વધુ પૈસા કમાવવાનું ચાલુ રાખવા માંગે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી બોલીવુડની અનેક જાણી અજાણી વાતો જાણવા અને વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી