શું છે આ બ્લુ વહેલ રમત જે સેંકડો લોકોનો જીવ લઇ ચુક્યું છે! – તમારા બાળકોને સાચવજો !

શું કોઈ ઈન્ટરનેટ રમત કોઈનો ભોગ લઇ શકે છે? હમણાં સુધી તો એવું લાગતું હતું કે આવું નાં થઇ શકે, પણ જ્યારથી બ્લુ વહેલ નામની રમત આવી છે,તેણે દુનિયાભરમાં ૨૫૦થી વધારે લોકોનો ભોગ લીધો છે. આમાંથી એકલા રૂસમાં ૧૩૦થી વધુ મોત થઇ છે,આની સિવાય પાકિસ્તાન અને અમેરિકા સહિત ૧૯ દેશો માં આ રમતને લીધે ઘણા આત્મહત્યાનાં કિસ્સા સામે આવ્યા છે.

હવે આ જીવ ગુમાવવા વાળાની લિસ્ટમાં આપણા દેશનું પણ નામ જોડાઈ ગયું છે, ૩૦ જુલાઈના મુંબઈના ૧૪ વર્ષના જે બાળકે ૭માં માળેથી પડતું મુકીને આત્મહત્યા કરી, કહેવાય છે કે તે તે બ્લુ વહેલ રમત રમી રહ્યો હતો.આ રમતના છેલ્લા સ્ટેજમાં પ્લેયરને ખુદખુશી કરવાનું કહેવામાં આવતું અને તે બાળકે આત્મહત્યા કરી લીધી. ભારતમાં આ પ્રકારનો બીજો કોઈ મામલો સામે આવ્યો નથી.

પાયલોટ બનવું હતું, રમતમાં ગુમાવી જિંદગી :

અંધેરી ઇસ્ટમાં રહેવાવાળો મનપ્રીત સાહસ ૯માં ધોરણમાં ભણતો હતો. શનિવારે તેણે સાતમાં માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી. ઘરમાં તે તેના માતા-પિતા અને બહેન સાથે રહેતો હતો. તેનું સપનું પાઈલોટ બનવાનું હતું અને ટ્રેઈનીંગ માટે ખાસ રૂસ જવાનો હતો. તે બ્લુ વહેલ રમત રમીને તેણે જીવ ગુમાવ્યો તે રૂસમાં જ બનાવામાં આવી છે.

ઈન્ટરનેટ પર શોધ્યો આત્મહત્યા કરવાનો રસ્તો :

આત્મહત્યા કેસની શોધખોળ દરમિયાન પોલીસને ખબર પડી કે મનપ્રીતે છત પરથી છલાંગ લગાવતા પહેલા ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હતું કે છત પરથી છલાંગ કેવી રીતે લગાવાય છે.મનપ્રીતે શુક્રવારે જ તેના મિત્રોને કહી દીધું હતું કે તે સોમવારે શાળાએ નહિ આવે, શનિવારે છલાંગ લગાવતા પહેલા લગભગ ૨૦ મિનિટ મનપ્રીતે છત પર બેસીને તેના મિત્રો સાથે વાત કરી હતી. મનપ્રીતે રમતના છેલ્લા ટાસ્કમાં છત પરથી છલાંગ લાગવાની વાત પણ કરી હતી. તેણે ચેટીંગમાં લખ્યું પણ હતું કે તમે મને હવે ફક્ત તસ્વીરમાં જ જોઈ શકશો, પણ તેના મિત્રોએ તેની વાત ગંભીરતાથી લીધી નહોતી. પછી ખબર પડી કે તેણે આત્મહત્યા કરી લીધી છે.

પડોશીએ કહ્યું હતું , “નીચે ઉતર” :

શોધખોળ ટીમના એક ઓફિસરના કહેવા મુજબ મનપ્રીત જ્યારે છલાંગ મારવા માટે ટેરેસ પર ગયો હતો ત્યારે બીજી બિલ્ડીંગ ના એક માણસે તેને જોઈ લીધો હતો , તેણે મનપ્રીતને નીચે ઉતરવા માટે પણ કહ્યું હતું. પોલીસના કહેવા મુજબ મનપ્રીતે આ વાત રમતના એડમીનને પણ કહી હતી. પણ એડમીન તેને આત્મહત્યા માટે પ્રેરિત કરવામાં સફળ રહ્યો હતો.

૫૦ સ્ટેજમાં પતે છે રમત :

ધ બ્લુ વહેલ રમતને ૨૦૧૩મા રૂસના ફિલિપ બુડેકીને બનાવી હતી. આ રમતમાં એક એડમીન હોય છે, જે રમવા વાળાને આવનારા ૫૦ દિવસ સુધી શું કરવાનું તે કહે છે, અંતિમ દિવસે રમવાવાળાએ આત્મહત્યા કરવાની હોય છે અને તેની પહેલા તેણે એક સેલ્ફી લઇને અપલોડ કરવાની હોય છે.

વિચિત્ર હોય છે ટાસ્ક :

રમત રમવાવાળાને રોજ એક કોડ નંબર આપવામાં આવે છે જે હોરર સાથે જોડાયેલો હોય છે. આમાં બ્લેડથી હાથ પર F57 લખીને ફોટો અપલોડ કરવાનું કહેવામાં આવે છે, આની સિવાય રોજની રમતમાં એક કોડ હોય છે, જે સવારે ૪ વાગે જ ચાલુ થાય છે. આ રમતનો એડમિન સ્કાઈપ દ્વારા રમત રમવા વાળા સાથે વાત કરે છે. દરેક ટાસ્ક પતી જતા હાથ પર એક કટ લગાવવાનું કહેવામાં આવે છે અને ફોટો અપલોડ કરવાનું કહેવામાં આવે છે, રમતનો વિજેતા એને ઘોષિત કરવામાં આવે છે જે અંતિમ દિવસે જીવ આપી દે છે.

રમત છોડવા પર મળતી ધમકી :

જો કોઈ રમત એકવાર રમવાનું શરુ કરે તો તે વચ્ચેથી છોડી શકે નહિ, એકવાર રમત રમવાનું શરૂ કરનારનો ફોન એડમીન હેક કરી લેતો અને ફોનની બધી વિગતો તેના કબજામાં આવી જતી. જો વચ્ચેથી કોઈ રમત છોડવા માંગે તો એડમીન તરફથી ધમકી મળતી કે તેને અથવા તેના માતા-પિતાને જાનથી મારી નાખવામાં આવશે.

જેલમાં છે રમત બનાવવા વાળો :

આ રમત ૨૦૧૩મા રૂસમાં બની હતી, પણ આત્મહત્યાનો પ્રથમ કિસ્સો ૨૦૧૫મા બહાર આવ્યો. આના પછી રમત બનાવવા વાળા ફિલિપને જેલમાં મોકલવામાં આવ્યો. જેલ ગયા બાદ પોતાની સફાઈમાં ફિલીપે કહ્યું કે આ રમત સમાજની સફાઈ માટે છે. જે લોકોએ પણ આ રમત બાદ આત્મહત્યા કરી તેઓ બાયોલોજીકલ વેસ્ટ હતા.

બ્રિટનમાં લોન્ચ થવાની છે રમત :

૨૫૦ થી પણ વધુ લોકોનો ભોગ લેનાર આ રમતને દુનિયાના કોઈ પણ દેશમાં BAN કરવામાં આવી નથી, આ રમત હજુ સુધી બ્રિટનમાં લોન્ચ થઇ નથી, પણ ત્યાં પણ આ રમતને લોન્ચ કરવાની તૈયારીઓ થઇ રહી છે. બ્રિટિશ વેબસાઈટ metro.co.uk નાં મુજબ બેસીલડોનનાં વુડલેન્ડ શાળાના આચાર્ય ડેવિડ રાઈટને ચેતવતા એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે પોલીસની મદદથી તેમણે એક રમતની શોધ કરી છે, જેનાથી લોકો એ સાવધ રહેવાની જરૂર છે. આ બ્લુ વહેલ નામ ની રમત છે, જે અનેક સોશિયલ મીડિયા વેબસાઈટ પર રમાઈ રહી છે. આમાં રમનારે છેલ્લા દિવસે આત્મહત્યા કરીને રમત જીતવાની હોય છે.

પોકીમોન ગો એ પણ મચાવ્યો હતો હંગામો :

પાછલા વર્ષે રમતની દુનિયામાં પોકીમોન ગો એ હંગામો મચાવ્યો હતો. આ ભલે જાનલેવા નહોતી પણ બહુ બધા લોકો કામ મુકીને પોકીમોન પકડવા નીકળી પડતા હતા. જોકે થોડા મહિના પછી આના ક્રેઝમાં ઉણપ આવી ગઈ. ભારતમાં હજી પણ આ રમત અધિકૃત રીતે લોન્ચ થઇ નથી.

લેખન-સંકલન : દીપેન પટેલ

મિત્રો, આ લેખ ને વધુ માં વધુ શેર કરી લોકો માં જાગૃતતા લાવીએ !! કોઈની તો જીંદગી બચી શકશે…!!

ટીપ્પણી