તમારા બ્લડ ગ્રૂપ મુજબ ખોરાક લો, સાયન્સ પણ કહે છે ફાયદામાં રહેશો

આપણા જીભને જે સ્વાદિષ્ટ લાગે છે, આપણે તેવો જ આહાર લેવાનું પસંદ કરીએ છીએ. સ્વાદી લાલચમાં આપણે હંમેશા હેલ્થને બેધ્યાન કરીએ છીએ. દરેક વ્યક્તિનું બ્લડ ખાસ પ્રકારનું હોય છે. તે જે પણ ખાય છે, તે તેના બ્લડ ગ્રૂપને અસર કરે છે. એટલે કે, જો વ્યક્તિ તેના બ્લડ ગ્રૂપના અનુસાર ખાવાનું ખાય તો તે હેલ્થની દ્રષ્ટિએ વધુ ફાયદાકારક સાબિત થશે.

બ્લડ ગ્રૂપના ચાર પ્રકાર છે. ઓ, એ, બી અને એબી. તો ચાલો જોઈએ કે, અલગ અલગ બ્લડ ગ્રૂપના લોકોની ખાણીપીણી કેવા પ્રકારે હોવી જોઈએ.

ગ્રૂપ એ :

 

આ બ્લડ ગ્રૂપના લોકોએ ભોજનમાં લીલા શાકભાજી, અનાજ, અંકુરિત થયેલું ભોજન, ફળ, ડ્રાય ફ્રુટ્સ અને બ્રેડ નૂડલ્સ, ચાઈનીઝ ફૂડ, ડિનર રોલ, બર્ગ જેવી વસ્તુઓને ખાવામાં પ્રાથમિકતા આપવી જોઈએ. જ્યારે કે, દૂધ બનેલી વસ્તુઓ, સફેદ ચોખા અને ઈંડાના સેવનમાં સાવધાની રાખવી જોઈએ. આ ગ્રૂપના લોકોએ માંસ ઓછું ખાવું જોઈએ. કેમ કે તે પચવામાં બહુ જ સમય લાગે છે.

ગ્રૂપ બી :

જો તમારું બ્લડ ગ્રૂપ બી છે, તો તમે લકી છો. કેમ કે, આ બ્લડ ગ્રૂપવાળાને ખાવામાં કોઈ લિમિટ રાખવાની જરૂર નથી. ગ્રૂપ બીવાળાઓએ માંસ, માછલી, શાકભાજી, અનાજ, દૂધ, દહી તેમજ દૂધથી બનેલા પદાર્થો ખાવા જોઈએ. આ ગ્રૂપના લોકોનું પાચનતંત્ર બહુ જ સારું હોય છે. જેનાથી તેમના શરીરમાં ફેટ જમા નથી થતું. પરંતુ આ લોકોને પોતાની ખાણીપીણી આદત સંતુલિત રાખવી જોઈએ.

ગ્રૂપ એબી :

એબી બ્લડ ગ્રૂપ બહુ જ ઓછા લોકોમાં જોવા મળે છે. આવા લોકોએ પ્રોટીન, કાર્બોહાઈડ્રટથી ભરપૂર આહાર લેવો જોઈએ. આ ગ્રૂપના લોકો માટે ઈંડા બહુ જ સારા કહેવાય. પરંતુ તેમણે નોનવેજ ઓછુ ખાવું જોઈએ. જોકે, દૂધથી બનેલી વસ્તુઓ, બટર વગેરે તેમને નુકશાન પહોંચાડી શકે છે. આ ગ્રૂપના લોકોએ શાકભાજી, ફળ વધુ માત્રામાં લેવા જોઈએ.

ગ્રૂપ ઓ :

ઓ ગ્રૂપના લોકોએ હાઈપ્રોટીનયુક્ત આહાર લેવો જોઈએ. તેમણે માંસ, માછલી તેમજ લીલા શાકભાજી ખાવા જોઈએ. સૌથી જૂનુ ગ્રૂપ હોવાને કારણે ઓ ગ્રૂપના લોકોએ ઉચ્ચ પ્રોટીનવાળા ખાદ્ય પદાર્થો અને માંસ વધુ લેવા જોઈએ. પરંતુ દૂધની પ્રોડક્ટ્સથી દૂરી બનાવી રાખવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, બ્લડ ગ્રૂપના હિસાબે આપણે ખાવું જોઈએ. આપણા શરીરમાં તે પ્રકારના ભોજનની જરૂર હોય છે. જો તમે તેના અનુસાર ભોજન નથી કરતા, તો હવે શરૂ કરી દો. તમારો ડાયટ બદલશો, તો લાઈફ પણ હેલ્ધી થશે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

આરોગ્યવર્ધક માહિતી મેળવવા માટે તેમજ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી