આજે જાણીએ “રાષ્ટ્રીય સ્વૈચ્છીક રક્તદાન દિન” વિષે…!!!

- Advertisement -

આજનો દિવસ :-

રાષ્ટ્રીય સ્વૈચ્છીક રક્તદાન દિન

National Voluntary Blood Donation Day

૧ લી ઓકટોબર

આપનું એક રક્તદાન,
ત્રણ વ્યક્તિઓને જીવનદાન.

ઓક્ટોબર ૧, ૧૯૭૫ થી રક્તદાન જાગૃતિ માટે, દર વર્ષે, સ્વૈચ્છિક રક્તદાન દિવસના હેતુ માટે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે.

સુત્રોની માહિતી મુજબ દુનિયા ની ૦.૬૭% વસ્તી જ રક્તદાન કરે છે. વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી વહેતું હોય છે. રક્તદાન દરમિયાન એમાંથી ફક્ત ૩૦૦થી ૪૫૦ મિ.લિ. જેટલું જ લોહી દાન કરી શકાય છે.જે ૨૪થી ૪૮ કલાકમાં ફરી બની જાય છે. વળી, એ માટે કોઈ ખાસ ડાયટ. દવાઓ કે આરામની કોઈ જરૃર રહેતી જ નથી.

? વિશ્વ રક્તદાન દિવસ અને રાષ્ટ્રીય સ્વૈચ્છીક રક્તદાન દિન
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા ૧૪ જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સંગઠને ૧૯૯૭માં એ લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે વિશ્વના પ્રમુખ ૧૨૪ દેશો પોતાને ત્યાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપે. આનો ઇરાદો એ હતો કે કોઇપણ વ્યક્તિને લોહીની જરૂર પડતા તેના માટે તેણે પૈસા ચૂકવવાની જરૂર ન પડે.

રક્તનું ગ્રુપ નક્કી કરતી શોધના પ્રણેતા અને નોબલ પારિતોષિક વિજેતા કાર્લ લેન્ડસ્ટાઇનર નામના જાણીતા ઓસ્ટ્રિયન જીવવિજ્ઞાની અને ભૌતિકશાસ્ત્રીની યાદમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તેમના જન્મદિનના અવસરે રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે ૧૪ જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવે છે. જ્યારે ઓક્ટોબર ૧, ૧૯૭૫ થી રક્તદાન જાગૃતિ માટે, દર વર્ષે, સ્વૈચ્છિક રક્તદાન દિવસના હેતુ માટે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે.

“રક્તદાન મહાદાન”

? કાર્લ લેન્ડસ્ટેઇનર

કાર્લ લેન્ડસ્ટેઇનર (અંગ્રેજી:Karl Landsteiner) વિશ્વભરમાં જાણીતા વૈજ્ઞાનિક હતા. તેઓ જીવશાસ્ત્રના તજજ્ઞ હતા. તેમનો જન્મ જૂન ૧૪, ૧૮૬૮ના રોજ ઓસ્ટ્રિયા નામના દેશમાં થયો હતો.

તેઓ એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક હતા, જેના માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું અને એમનો જન્મ દિવસ (૧૪મી જૂન, ૧૮૬૮) હોવાથી તેમની યાદમાં વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિન મનાવી વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા પ્રયાસ આદર્યો છે.

એમણે આપણા શરીરમાં અત્યંત મહત્વ ધરાવતા લોહીમાં અગત્યનાં સંશોધનો કર્યાં હતાં. એમણે આ પૈકી એક શોધ આર એચ ફેક્ટરની કરી હતી. એમણે એ, બી અને ઓ એમ ત્રણ જુથમાં માનવરક્તને વહેંચ્યું હતું. આ સાથે એમણે વધુ સંશોધન કરી સમાન રક્ત જૂથ ધરાવતા વ્યક્તિને એકબીજાનું લોહી ચડાવવાથી નુકશાન નથી થતુ, પણ અલગ અલગ રક્ત જૂથ ધરાવતી વ્યક્તિઓને એકબીજાનું લોહી ચડાવવામાં આવે તો અત્યંત ગંભીર મુશ્કેલીઓ થાય છે એ પણ શોધી કાઢ્યું હતું. આ ઉપરાંત પોપર નામના વૈજ્ઞાનિક સાથે મળી (ઈ. સ. ૧૯૦૯) પોલિયો વાયરસની શોધ કરવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. એમને ઔષધીય સંશોધનો બદલ ઈ. સ. ૧૯૪૬ના વર્ષમાં લાસ્કર પારિતોષિક (Lasker award) પણ એનાયત કરવામાં આવ્યો હતો.

? રક્તદાન પૂર્વે

રક્તદાન કરતાં પહેલાં કોઈ પણ ચીજવસ્તુ ખાઈ શકાય. હળવો નાસ્તો અને તેની સાથે કોઈક પીણું (માદક નહીં) લઈ શકાય, જેથી રક્તદાન કરવું અતિ અનુકૂળ, રાહતમય અને આરામદાયક રહે છે.

? રક્તદાન પછી

શરીરના પ્રવાહીને સરભર કરવા માટે કોઈ પણ પીણું (ઠંડુ કે ગરમ) કે પછી ફળોનો રસ પી શકાય. જ્યાં રક્તદાન કેમ્પ હોય છે તે સ્થળે આ બધી જ સગવડ ઉપલબ્ધ હોય છે, તેમના તરફથી આ સગવડ તમને મળી રહે છે.

? રક્તદાન માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

? રક્તદાન માટેના સલામત અંતરાલો નો સમયગાળો શું છે ?

તમે એક વખત રક્તદાન કર્યાના ૩ મહિના પછીના આપી શકો છો.

? રક્તદાન માટેની કોઈ ઉંમર મર્યાદા છે ?

રક્તદાન માટે ૬૫ વર્ષ સુધી ની ઉંમર મર્યાદિત છે.તેમ છતાં,પહેલી વાર રક્તદાન વખતે અથવા ૬૦ વર્ષની ઉપરની ઉંમર દરમ્યાન રક્તદાન કરતાં પહેલાં ડોકટરનું માર્ગદર્શન લેવું આવશ્યક છે.

? રક્તદાન વખતે કેટલું લોહી લેવામાં આવે છે અને કેટલા સમયમાં તે શરીરમાં ફેરબદલ થઈ શકે છે ?

૩૫૦ મિલી-૪૫૦ મિલી જેટલું લોહી બહાર કાઢવામાં આવે છે અને સામાન્ય રીતે તે ૨૪ કલાકની અંદર શરીરમાં ફેરબદલ થઈ જાય છે.લાલ રક્ત કણો અંદાજીત ચાર થી છ સપ્તાહમાં સંપૂર્ણ બદલાઈ જાય છે.

? હું શારીરિક રીતે નબળાઈ અનુભવું અથવા રક્તદાન પછી કોઈ ચેપ લાગી શકે ?

ના જો તમે સામાન્ય રીતે તંદુરસ્ત છો તેથી ચિંતાનું કોઈ કારણ નથી.લેબોરેટરી/વાન દ્વારા બધા જ સાવચેતીના પગલાઓ લીધાં હોય છે તેથી ચેપની શક્યતાઓ ઓછી રહે છે.

? રક્તદાન એ સલામત (સુરક્ષિત )પ્રક્રિયા છે ?

રક્તદાન એ બિલકુલ સલામત પ્રક્રિયા છે.એક વખત ઉપયોગ કરેલી સોઈ ફક્ત એક વખત જ ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવે છે.રક્તદાન આ ચાર સાદા પગલાઓમાં વિભાજીત છે : નોંધણી કરવી,તબીબી ઈતિહાસ,રક્તદાન અને હળવો નાસ્તો.

? હું શા માટે રક્તદાન કરું છું ?

રક્તદાન કરવાના મુખ્ય કારણો પૈકીનું એક કારણ અન્યને મદદ કરવાનું છે.એક વખત આપેલું દાન ત્રણ લોકોના જીવનને બચાવવાંમાં મદદ કરે છે.જો તમે ૧૮ વર્ષની ઉમરથી દર ૯૦ દિવસે રક્તદાન કરવાનું શરૂ કર્યું હતું તો ૬૦ વર્ષની ઉંમર સુધીમાં તમે ૩૦ ગેલન રક્ત દાન કર્યું હશે,ત્યાં સુધી તમે ૫૦૦ થી વધુ લોકોના જીવન બચાવવામાં મદદ કરી ગણાશે.

? કોણે રક્તદાન ના કરવું જોઈએ ?

રક્તદાન કરવું નહીં –જો

જો તમારાં એચઆઈવી અથવા કમળાના પરીક્ષણો હકારાત્મક હોયજો તમે ત્રાજવા પડાવ્યા હોયતમને કોઈ લોહી ગંઠાઈ જવાની વિકૃતિ હોય જો તમને છેલ્લા છ અથવા બાર મહિનામાં હૃદયરોગનો હુમલો આવ્યો હોયજો તમે ગર્ભવતી હો તોજો તમે નસમાં કોઈ ડ્રગ્સનો દૂરઉપયોગકર્તા વ્યક્તિ હોજો તમને તાજેતરમાં મેલેરિયાનો હુમલો આવી ગયો હોયજો તમને પાછલા વર્ષોમાં લોહીમાં પ્લાઝામાં અથવા અન્ય લોહીઘટકો મળ્યા હોયજો તમને પાછલા વર્ષોમાં હદયને લગતી સર્જરી કરાવી હોયજો તમે રુધિરાભિસરણ તંત્રની દવા લેતા હો જો તમે કીમિયોથેરાપી/કિરણોત્સર્ગ કેન્સરની સારવાર કરાવી હોયજો તમને મધ્યમ અથવા તીવ્ર પાંડુરોગ હોય

? રક્તદાન થી થતાં ફાયદાઓ

રક્તદાન કરવાથી થતા ફાયદા અંગે ડોક્ટરોમાં હજી એકમત સધાયો નથી,પરંતુ વિશ્વની જુદી જુદી સંશોધન સંસ્થાઓના ડોક્ટરોએ બ્લડ ડોનેશનને કારણે થઈ શકે એવા ફાયદાઓની શક્યતાઓ જણાવી છે.

પુરુષોમાં હૃદયરોગોની શક્યતાઓ ઘટે છે. લોહી આપવાથી શરીરમાં રહેલા લોહીમાંના લાલ રક્તકણો વધુ પેદા થાય છે. એવું સંશોધકોનું કહેવું છે. જે વ્યક્તિઓનો લોહીમાં આયર્નનો ભરાવો થવાની શક્યતાઓ રહેતી હોય તેઓ જો વખતોવખત રક્તદાન કરે તો તેમના લોહીમાં મોટી માત્રામાં આયર્ન એકઠું થતું અટકે છે. રક્તનું દાન કરવાથી શરીરમાં બ્લડ સક્યુલેશન (રક્ત પરિભ્રમણ) સુધરે છે. લોહીમાંનાં ઝેરી કેમિકલ્સનું પ્રમાણ પણ ઘટે છે.

રક્તદાન કરવાથી કોઈ પણ જાતની આડઅસર થતી નથી.

? રક્તદાન કરતાં પહેલાં કંઈ સાવધાનીઓ રાખવી જોઈએ ?

પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને પ્રવાહી ખોરાક લેવો

નશાવાળા પદાર્થો પીવાનું ટાળો

પ્રતિક્રિયાઓના જોખમને ટાળવા માટે ખુબ ખાઓ.લોહતત્વયુક્ત ખાદ્ય પદાર્થો ખાવાની સલાહ આપવામાં આવે છે.

? હું રક્તદાન કરવા ઈચ્છું છું તો મારે કોનો સંપર્ક કરવો ?

તમારાં શહેરમાં નજીક આવેલી રક્ત બેંકો અથવા મુખ્ય દવાખાના ના રક્ત ફેરબદલ વિભાગનો સંપર્ક કરવો.

? સૌથી અઘરુ છે અંગદાન વહાલા
પણ સૌથી સહેલુ છે રકતદાન.
– વહાલા

? ખાસ યાદ રાખો :-
રુપિયા લઈને રક્તની લે-વેચ કરવી અને એની સાથે સંકળાયેલી વ્યક્તિઓ કાયદાની દૃષ્ટિએ ગુનેગાર ગણાય છે. સ્વૈચ્છિક રક્તદાન એટલે સ્વૈચ્છાએ કરેલ રક્ત દાન.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખક, સંકલન અને Post :- — Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી