શું તમે ડાઘરહિત અને સ્વચ્છ ત્વચા પામવા ઈચ્છો છો? – ક્લિક કરી આટલું વાંચી લો…

તમારા ચહેરા પરના પરેશાનીરૂપ ખીલથી છૂટકારો મેળવવા ઈચ્છો છો? શું બ્લેક હેડ્સ તમારા ચહેરાની સુંદરતા બગાડી રહ્યા છે? તો આ રહ્યા સરળ ઉપાયો.

ચહેરા પર જ્યારે ગંદકી જમા થવા લાગે છે, અને જો તમારી ત્વચા વધુ તૈલી(ઓઇલી) છે તો ખીલ જરૂર થશે. ગરમી પણ એક મોટું કારણ છે લૂ થી આપણી ત્વચા બરછટ અને પાણીના અભાવે આપણી ત્વચા કોમળતા ગુમાવવા લાગે છે. જેના લીધે પહેલા બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ થાય છે અને જો તેની સારવાર યોગ્ય સમયે ના કરવામાં આવે તો ખીલ પણ થાય છે. આમ તો બજારમાં ઘણા પ્રકારના ફેશવોશ અને ક્રીમ ખીલને દૂર કરવા માટે ઉપલબ્ધ છે. પરંતુ આપણે બહાર જવાની જરૂર શું જરૂર જ્યારે બધુ ઘરમાં હાજર હોય.

તૈલીય ત્વચાની આ ખાસીયત છે કે તેનાથી લાંબી ઉમર સુધી ચહેરા પર કરચલી નથી પડતી. સાથે જ ચહેરો ચમકતો પણ રહે છે. પણ તૈલીય ત્વચાની જો સાચી રીતે સંભાળ લેવામાં ન આવે તો ગમે તેવા સુંદર ચહેરા પર પણ ખીલ, ફોડકીનો હુમલો શરૂ થઈ જાય છે. આવી ત્વચા પર ઝડપથી કોઈ મેકઅપ પણ સૂટ નથી કરતો.

ઉનાળા અને ચોમાસામાં સૌથી વધુ મુસીબત તૈલી ત્વચા ધરાવતી યુવક-યુવતીઓને થતી હોય છે, કારણ કે ગરમીને કારણે તૈલગ્રંથિઓ વધારે સક્રિય થઈ જાય છે. તેના પરિણામે સ્કીન વધારે ઓઇલી થઈ જતાં છિદ્રો વધારે ખુલ્લા થઈ જાય છે અને તૈલી ત્વચા ક્યારેય સંપૂર્ણપણે ચોખ્ખી લાગતી જ નથી. વળી, ત્વચા ચીકણી થતી હોવાથી તેની પર ખીલ, બ્લેક હેડ્સ અને ફોલ્લીઓ થવાની શક્યતાઓ વધારે રહે છે.આવામાં પ્રકૃતિક ચિકિત્સા અને આયુર્વેદિક નુસ્ખાની મદદ વધારે કારગત નિવડે છે.

ઘણા તબીબી નિષ્ણાતો જણાવે છે કે બ્લેક હેડ્સ એ ખીલની શરૂઆત છે અને તેને કારણે ત્વચા પર ઈન્ફેશન થઈ શકે છે અને બેક્ટેરિયા પેદા થાય છે જે આગળ જતા ત્વચાના છિદ્રોમાં ફેલાય છે.

ઉપાયો :

અલગ અલગ ત્વચાના પ્રકાર માટે અલગ અલગ ઉપાયો હોય છે. તૈલીય ત્વચા પર બ્લેક હેડ્સ બહુ જ જલ્દીથી થાય છે. તો તેના ટાળવા માટે તમારી ત્વચાને બને તેટલી વધુ સ્વચ્છ રાખો.

બેકિંગ સોડા :

આ ખીલ માટે સૌથી સારો ગણવામાં આવે છે, આ બ્લેકહેડ્સ અને વાઇટ હેડ્સને સાફ કરી ત્વચાને ચમકદાર બનાવે છે. એક ચમચી સોડામાં થોડા ગરમ પાણી સાથે મધ મીક્સ કરો તેને તમારા ચહેરા પર 10 મિનિટ સુધી લગાવી રાખો અને પછી ધોઇ દો.

ધાણા અને ફૂદીનાનો રસ :

ગરમીઓમાં ધાણા અને ફૂદીના તમારી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. એક ચમચી ધાણા અથવા ફૂદીનાનો રસ લો તેમાં એક ચપટી હળદર મિક્સ કરો, તેને દરરોજ રાત્રે સૂતાં પહેલાં લગાવો.

કોબીજના પાંદડા :

કોબીજના પાંદડાને વાટીને તેને ખીલ પર લગાવો તેને ઓછામાં ઓછી 30 મિનિટ સુધી રાખો. દરરોજ લગાવવાથી ફરક જોવા મળશે.

મીઠું અને લીંબુનો રસ :

અડધી ચમચી મીઠામાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરો તેને 20 થી 30 મિનિટ માટે રાખો, પછી હળવા હાથ વડે ઘસો અને પછી સાફ કરી દો. તમારા ખીલમાં આરામ જોવા મળશે.

– ત્વચા પરના વધારાના તેલને દૂર કરો. વધુ તેલ વાળો ખોરાક ન ખાઓ અને બની શકે તો તમારા ચહેરા પર સાબુ ન વાપરો.

– જ્યા જ્યા ખીલ થતા હોય અથવા બ્લેક હેડ્સ થતા હોય ત્યા હિસ્સાને વધુ સાવચેતીથી સાફ કરો અને તેનુ ખાસ ધ્યાન રાખો.

– બ્લેકહેડ્સ રિમુવર અથવા એક્ટ્રેક્ટરની મદદથી તરત જ બ્લેક હેડસ નીકળી જશે.

– પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. સારી ગુણવત્તા વાળુ ક્લિનઝર અને ફેસ વોશ નો બીજો કોઈ વિકલ્પ જ નથી. તમે સૂતા પહેલા થોડા ગરમ પાણીથી મોં ધૂઓ.

– બ્લેક હેડ્સને કાઢવા માટે ક્યારેય ગરમ તમારા નખ ન વાપરો. એક ગરમ રુમાલ વડે તમારા ચહેરાને ઢાંકો જેથી ત્વચાના છીદ્રોને ખુલવામાં મદદ મળશે.

સંકલન : દીપેન પટેલ !!

ઉપયોગી માહિતી આગળ અચૂક શેર કરજો !!

ટીપ્પણી