હેલ્ધી અને અનોખું “કાળી દ્રાક્ષ અને દાડમનું જ્યુસ” બનાવો એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટા તેમજ વિડીયો જોઇને .

કાળી દ્રાક્ષ અને દાડમનું જ્યુસ

અત્યારે બઝારમાં ફ્રૂટમાં કાળી દ્રાક્ષ આવા લાગી છે. તો ક્યારેક ખાટી દ્રાક્ષ આવી જાય તો આ રસ્તો અપનાવજો.

આમ તો ફ્રૂટ ખાવાથી તેમાં રહેલા ફાઈબર જળવાય રહે છે પણ ક્યારેક મન થાય તો બઝારમાંથી શરીરને હાનિ પહોંચાડે એવા પીણાં પીવા કરતા ઘરે બનાવો હેલ્થી રિફ્રેશમેન્ટ ડ્રિન્ક.

સામગ્રી:

૧ વાટકી કાળી દ્રાક્ષ,
૧ દાડમ,

રીત:

સૌ પ્રથમ દાડમને ફોલી દાણા કાઢી લેવા.

મિક્ષર જારમાં દાડમના દાણા અને દ્રાક્ષ લઇ લેવી, પછી બરાબર પીસી લેવું.


પછી જ્યુસરના ગરણા વડે ગાળી લેવું,

ફ્રૂટનો કુચો નીકળ્યો હોય તેને પાછો પીસી લેવો, જરૂર પડે તો પાણી અને તેના ભાગની સાકર નાખવી.


તો તૈયાર છે હેલ્થી એવું ડ્રિન્ક દ્રાક્ષ-દાડમનું જ્યુસ.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

વિડીયો જુઓ

ટીપ્પણી