બીટરૂટ કઢી – ગુલાબી રંગની સ્વાદિષ્ટ ખટ્ટમીઠી કઢી એકવાર બનાવો તો બનાવતા જ રહી જશો…!!!!

બીટરૂટ કઢી

આ એક યુનિક ગુલાબી રંગ ની સ્વાદિષ્ટ ખટ્ટમીઠી કઢી છે જે તમે રાઈસ અને પુલાવ ના કોમ્બિનેશન સાથે લઈ શકાય બીટ ના એડીશન થી ન્યૂટ્રીશ્યશ વેલ્યુ પણ વધેછે..તો આ વખતે બનાવો પિંક કઢી …

સામગ્રી:

 • ૧ બાફેલુ બીટ
 • ૧/૨ કપ ચણાનો લોટ
 • ૧ કપ છાશ
 • ૧ ઈંચ આદુ
 • ૨-૩ કળી લસણની
 • ૧ ટે.સ્પૂન ધાણાજીરુ
 • ૧ ટે.સ્પૂન લીંબુ નો રસ
 • ૧ ટે.સ્પૂન ગોળ
 • ૨ સૂકા મરચા
 • ૨ લવીંગ
 • થોડાક લીમડાના પાન
 • ૧ ટી સ્પૂન રાય
 • ૧ ટી સ્પૂન .સ્પૂન જીરૂ
 • ચપટી હિંગ
 • સ્વાદ અનુસાર મીઠુ
 • ઘી

રીત:

૧ મીક્ષર જાર માં બીટ રૂટ આદુ લસણ મરચા ની પેસ્ટ બનાવો.( તમને કાચાબીટ નો ટેસ્ટ ન ફાવે તો બાફેલુ બીટ લઈ શકાય)

૨.છાશ અને ચણા નો લોટ સારીરીતે મીક્ષ કરી ઉપર થી જોઈતુ પાણી એડ કરવું;ગાંઠા ન પડે એ રીતે વલોવીને કઢી તૈયાર કરવી.

૩. હવે એમાં તૈયાર કરેલા બીટ ની પેસ્ટ મીલાવી ૮-૧૦ મીનીટ ઉકાળો.

૪.તેમાં મીઠુ, ગોળ અને લીંબુ નાખીને કઢી ને ઉકાળો અને વચ્ચે હલાવતા રહો.

૫. કઢી ઉકળી જાય એટલે તેના વઘાર માટે;એક પૅનમાં ઘી લઈ તેમાં રાઈ જીરુ હીંગ સૂકા મરચા અને લીમડાના પત્તા નાખવા.

૬. લવિંગ અને ચપટી હિંગ નાખીને આ વઘાર કઢીમાં ઉમેરો.

૭. ઉપર થી બારીક સમારેલી કોથમીર નાખી સર્વ કરો. તમે પકોડા પણ એડ કરી શકો છો.

રસોઈની રાણી: રૂપા શાહ (ઓસ્ટ્રેલીયા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી