બિસ્કીટ મસાલા ભાખરી – દરેક ગુજરાતીને ચા કે કોફી સાથે નાસ્તામાં બેસ્ટ રહેશે આ ભાખરી…

આજે આપણે બનાવીશું બિસ્કીટ મસાલા ભાખરી. આ નાસ્તો બધા ગુજરાતીઓના ફેવરીટ હોય છે. દરેક ગુજરાતીઓના ઘરમાં બનતો બિસ્કીટ મસાલા ભાખરી. નાની-નાની બિસ્કિટ જેવી એકદમ ફરસી અને ટેસ્ટી આ ભાખરી ને આપણે આજે તેલ ના ઉપયોગ વગર બનાવીશું. આ ભાખરી ને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ ભાખરી ચા, કોફી સાથે પણ ખાઈ શકો છો. અને અથાણા અને છૂંદા સાથે ખુબ ટેસ્ટી લાગે છે. બાળકોને ટિફિન માં પણ આપી શકો છો.તેમને જામ સાથે ખાવાની ખુબ જ મજા આવે છે.જે લોકો પ્રવાસમાં જતા હોય તે લોકો માટે ખૂબ બેસ્ટ નાસ્તો છે. તો ચાલો બનાવીએ બિસ્કીટ મસાલા ભાખરી.

સામગ્રી

  • ઝીણો ઘઉંનો લોટ
  • કકરો ઘઉંનો લોટ
  • કસ્તુરી મેથી
  • તલ
  • જીરું
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • હિંગ
  • મીઠું
  • ગરમ મસાલો
  • ઘી

રીત-

1-સૌથી પહેલા બિસ્કીટ મસાલા ભાખરી બનાવવા માટે તેના માટે એક કપ ઝીણો ઘઉંનો લોટ લઈશું. અને એક કપ કકરો ઘઉંનો લોટ લઈશું. આ બંને લોટ મિક્સ કરવાથી સરસ બને છે. ભાખરી નો લોટ બાંધવા માટે એક બાઉલ માં બંને લોટ લઈ લઈશું.હવે તેમાં મસાલા કરી લઈશું.તેની માટે એક મોટી ચમચી કસ્તુરી મેથી લઈ લઈશું.તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે.તેને હાથ થી મસળી લઈશું.

2- હવે આપણે એક મોટી ચમચી તલ નાખીશું.એક નાની ચમચી જીરૂ નાખીશું.હવે એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું.અને પા ચમચી હળદર નાખીશું.અને પા ચમચી ગરમ મસાલો નાખીશું.તમને પસંદ હોય તો તમે નાખી શકો છો.અને પા ચમચી હિંગ નાખીશું. ભાખરી ને લાંબા સમય સુધી રાખવા માટે તેમાં બધી ડ્રાય વસ્તુનો જ ઉપયોગ કર્યો છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું.

3- હવે ભાખરી માં મોવાણ નાખવા માટે ચાર ચમચી ઘી લીધું છે. ભાખરી માં મોવાણ નું પ્રમાણ વધારે જ હોય છે તેનાથી જ આપણી ભાખરી ખસ્તા બને છે. તમે ઘી ની જગ્યાએ તેલ પણ લઈ શકો છો. હવે સરસ મિક્સ કરી લેવાનું છે. તમારું મોવાણ મુઠ્ઠી વાળો તો વળી જાય તેવું હોવું જોઈએ. હવે તેમાં થોડું થોડું પાણી નાખીશું. પાણીની જગ્યાએ તમે દૂધ પણ લઈ શકો છો. થોડું થોડું પાણી નાખી લોટ બાંધતા જવાનું છે અને પાણીનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે.

4- લોટ તમારે એકદમ કઠણ રાખવાનો છે. તો જ તમારી ભાખરી એકદમ ફરસી થશે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું. હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો લોટમાંથી મોટા મોટા બોલ્સ બનાવી લઈશું.

5- આપણે ભાખરી જાડી જ વણવાની છે. એટલે લોટ થોડો વધારે જ લઈશું.તેને હાથ થી મસળી લેવાનો છે. ભાખરી નો લોટ છે એટલે તેની સાઇડ ફાટવા લાગશે. કેમકે આપણે લોટ કઠણ બાંધ્યો છે. એટલે સાઈડ પર થોડું સ્મુથ કરી લેવાનું. હવે તેને વણી લઈશું. વણતી વખતે પણ તેની સાઇડ ફાટવા લાગશે.એટલે તેને જોઈન્ટ કરતું રહેવાનું છે.તેને બહુ મોટી નથી વણવાની નાની જ વણી લઈશું.

6-હવે આપણે ભાખરી વણાઈ ગઈ છે. હવે તેને કટરથી કટ કરી લઈશું. અથવા વાડકીથી કટ કરી લઈશું. હવે ભાખરી ને એક પ્લેટ પર લઈ લઈશું. હવે બીજી પણ એવી જ રીતે વણી લઈશું. તમે ચાહો તો મોટો રોટલો બનાવીને પણ કટ કરી શકો છો. હવે ભાખરી વણાઈ ગઈ છે.તેને પણ કટરથી કટ કરી લઈશું. અને બાકીની સાઈડ પર જે ધાર છે.તેને લોટ સાથે મિક્સ કરીને તેને પણ વણી લઈશું.

7-હવે તેવી જ રીતે બધી ભાખરી વણી લેવાની છે. આટલા લોટ માંથી બાર ભાખરી વણાય છે. તમે વીડિયોમાં જોઈ શકો છે તે બિસ્કિટ જેવી જ લાગે છે હજુ શેકાય નથી.હવે આપણે શેકી લઈશું. ભાખરી ને શેકવા માટે ગેસ પર તવી મુકીશું.અને ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે. તવી સેજ પણ વધારે ગરમ ના હોવી જોઈએ.તવી માં આપણે બે થી ત્રણ ભાખરી મુકીશું. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

8-તેને નીચેથી સરસ કલર આવી જાય એટલે પલટાવી લેવાની છે. અને બીજી સાઈડ પર આવી રીતે શેકી લઈશું. આટલી બે ભાખરીને શેકાતા 5થી 7 મિનિટ લાગે છે. હવે તેને પલટાવી લઈશું તેના પર થોડો કલર આવી જાય ત્યાં સુધી તેને પલટાવતા રહેવાનું છે.હવે સરસ રેડ કલર આવી ગયો છે. હવે ભાખરી બનાવવાનું લાકડાનું જે આવે છે તેનાથી પ્રેસ કરીને શેકી લઈશું. તેને ફેરવતા જવાનું અને પ્રેસ કરતા જવાનું. તેનાથી આપણી ભાખરી એકદમ ખસ્તા બને છે.

9- તેને બંને સાઇડ ફેરવતા ફેરવતા શેકી લેવાની છે તેના પર સરસ કલર આવી જાય ત્યાં સુધી શેકવા ની છે.તમે આવી દબાવી ને શેકશો તો ઘણા દિવસ સુધી સારી રહે છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે ભાખરી બંને સાઇડ શેકાય ગઈ છે. હવે ભાખરી ને વધારે ટેસ્ટી બનાવવા માટે તેના પર ઘી લગાવી લઈશું. પછી તેને બંને બાજુ શેકી લઈશું. આમ કરવાથી ભાખરી એકદમ ક્રિસ્પી બને છે અને ટેસ્ટી પણ બને છે.

10- જ્યારે આ ભાખરી બનીને ઠંડી થઈ જશે પછી તમે નમકીન બિસ્કીટ ખાતા હોય તેવું લાગે છે. હવે આપણી ભાખરી શેકાય ગઈ છે તેને ટીસ્યુ પેપર પર કાઢી લઈશું. અને તેને ઠંડી થવા દઈશું.બાકીની ભાખરી પણ આ જ રીતે કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બિસ્કીટ મસાલા ભાખરી તૈયાર થઈ ગઈ છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.