Biscuite Chaat (બિસ્કીટ ચાટ)

1450233_175380989333018_861586010_n

 

બિસ્કીટ ચાટ

 

સામગ્રી:

મેરી ગોલ્ડ બિસ્કીટ 4 નંગ

બટેકાનો માવો 1 બાઉલ

ઘઉંનો લોટ 1 બાઉલ

લાલ મરચું 1 ટી સ્પૂન

મીઠું

ગરમ મસાલો 1/2 ટી સ્પૂન

ખાવાનો સોડા ચપટી

આદુ મરચાની પેસ્ટ 1/2 ટી સ્પૂન

કાકડીની સ્લાઈસ 4 નંગ

ટામેટાની સ્લાઈસ 4 નંગ

આંબલીની ચટણી

લીલી ચટણી

દહીં

ઝીણી સમારેલ ડુંગળી

ઝીણી સેવ

દાડમના દાણા

 

રીત:

સૌ પ્રથમ એક બિસ્કીટ લઇ તેના પર લીલી ચટણી લગાવી,તેના પર ટમેટાની સ્લાઈસ કાકડીની સ્લાઈસ મૂકી બીજું બિસ્કીટ માથે રાખી દેવું.

બટેકાના માવામાં મીઠું,આદુ મરચાની પેસ્ટ નાખવી તે બે બિસ્કીટની સેન્ડવીચમાં બહારથી ભરી શીલ કરી દેવું.

હવે એક બાઉલમાં ઘઉંનો લોટ,મીઠું ગરમ મસાલો,ખાવાનો સોડા,લાલ મરચું નાખી ભજીયા જેવું ખીરું કરવું.

હવે તેમાં બિસ્કીટ સેન્ડવીચ રગદોળી ડીપ ફ્રાય કરવી.

ડિશમાં લઇ તેના બે કે ચાર કટકા કરી તેના પર આંબલીની ચટણી,લીલી ચટણી,મીઠું,દહીં,ઝીણી સમારેલ ડુંગળી,ઝીણી સેવ,દાડમના દાણા,કોથમીર નાખી સર્વ કરો.

 

રસોઈની રાણી: ગામી હિરલ (રાજકોટ)

ટીપ્પણી