બિસ્કિટ ખજૂર પાક – નાના મોટા સૌ કોઈને ભાવે એવો પૌષ્ટિક ને સ્વાદિષ્ટ પાક આજે જ ટ્રાય કરો ..

બિસ્કિટ ખજૂર પાક 

મિત્રો, આજે હું આપણી સાથે બિસ્કિટ ખજૂર પાકની રેસિપી શેર કરવા જઈ રહી છું, ખુબ જ પૌષ્ટિક, સ્વાદિષ્ટ તેમજ દેખાવમાં પણ આકર્ષક એવો બિસ્કિટ ખજૂર પાક નાના-મોટા સૌ કોઈને ખુબજ પસંદ પડશે તો આ ધુળેટીના પાવન પર્વ પર જરૂર ટ્રાય કરો, બિસ્કિટ ખજૂર પાક.

સામગ્રી :

250 ગ્રામ ખજૂર (પોચો),
1/2 કપ સૂકા કોપરાનું ઝીણું ખમણ,
3 ટેબલ સ્પૂન ઘી,
થોડા ડ્રાયફ્રૂટ્સ,
મેરીગોલ્ડ બિસ્કિટ,

તૈયારી :

ખજૂરને સાફ કરી, ઠળિયા કાઢી નાના-નાના ટુકડા કરી લેવા.
ડ્રાયફ્રૂટ્સને કાપી લેવા.

રીત :

સૌ પ્રથમ કડાઈમાં 3 ટેબલ સ્પૂન ઘી નાખી ખજૂરને શેકવો. ખજૂર નેચરલ સ્વીટનેસ ધરાવે છે તેથી ખાંડ નાખવાની જરૂર નથી. ધીમા તાપે ઘીમાં ખજૂર શેકવાથી ખુબજ સ્વાદિષ્ટ બને છે.

ખજૂર ઘી સાથે મિક્સ થઇ એકરસ થાય ત્યાં સુધી શેકવાનો છે. ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ્સ અને કોકોનટ પાવડર નાખી બરાબર મિક્સ કરી લો. થોડો કોકોનટ પાવડર ગાર્નિશિંગ માટે બચાવવો.

મિશ્રણ ઠંડુ પડી જાય પછી બિસ્કિટ લઇ તેના પર ખજૂર પાકનું મિશ્રણ મૂકી લેયર બનાવો. લેયરને હાથથી કે ફ્લેટ બોટમ વાળા વાસણથી દબાવી બરાબર સેટ કરો.

ત્યારપછી તેના પર બીજું બિસ્કિટ મૂકી હળવા હાથે દબાવો. ફરી તેના પર ખજૂર પાકનું લેયર બનાવો અને તેના પર ત્રીજું બિસ્કિટ મુકો.

ઉપર-નીચે અને ફરતે બધી બાજુ ખજૂર પાકથી કવર કરી લો. ત્યારબાદ તેને કોકોનટ પાવડરથી ગાર્નિશ કરો. પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે માત્ર 2 બિસ્કિટના ઉપયોગથી પણ બનાવી શકાય. હવે તેને છરી અથવા કટરથી ચાર ટુકડામાં કાપી લો જેથી બિસ્કિટના સરસ લેયર દેખાય.

તો તૈયાર છે બિસ્કિટ ખજૂર પાક, તો આજેજ બનાવજો બાળકોને તો ખાવાની મજા પડી જશે.


આ રેસિપીનો વિડિઓ જોવા અહીં ક્લિક કરો :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી