“અમરીશ પુરીના જન્મ દિવસે જાણો તેના કરિયરની આ અજાણી વાતો !!

મિ. ઇન્ડિયાના સુપરહિટ રોલ ‘મોગેમ્બો’ માટે જાણીતા અમરીશ પુરીનો આજ જન્મદિન છે. તેમનો જન્મ જાલંધરમાં થયો હતો. અમરીશ પુરી પોતાના બે કલાકાર ભાઈઓ મદન પુરી અને ચમન પુરીના પગલે મુંબઈ પોતાની તકદીર અજમાવવા આવેલા. ૪૦ વર્ષની ઉંમરે સ્થિર થયેલી તેમની કલાકાર તરીકેની પ્રતિભાએ તેમને ૧૯૬૭થી લઈને ૨૦૦૫ સુધીના ગાળામાં, ૪૦૦ જેટલી ફિલ્મમોમાં કામ અપાવેલું. ૧૯૭૯માં તેમને ‘સંગીત-નાટક અકાદમી એવોર્ડ’ મળેલો. પૃથ્વી થિએટરમાં ભજવાતાં નાટકોથી શરૂઆત કરીને, તેમણે હિન્દી સહીત બીજી અનેક ફિલ્મોમાં ખલનાયકના રોલ કર્યા.

વિધાતા, મેરી જંગ, ત્રિદેવ, ઘાયલ, દામિની અને કરણ-અર્જુન તેમની શ્રેષ્ઠ નકારાત્મક ભૂમિકા માટે જાણીતી ફિલ્મો રહી. જયારે સહાયક અભિનેતાના કિરદારમાં તેઓએ જે ફિલ્મો કરી તેમાં પણ છવાઈ ગયા. તે પૈકી હતી : દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ગર્દીશ, પરદેસ, વિરાસત, ઘાતક અને ચાઈના ગેટ. મેરી જંગ અને વિરાસત માટે તેમણે બેસ્ટ સહાયક અભિનેતા માટેના ફિલ્મફેર એવોર્ડ્સ પણ મેળવ્યા હતા. ૧૩ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ તેમનું નિધન થયું હતું.

અમરીશ પુરી એક ન ભૂલી શકાય તેવી ખલનાયક તરીકેની છાપ છોડી ગયા છે. પ્રાણ, પ્રેમ ચોપરા પછીના યુગમાં એક જંગી પ્રતિભા છોડનાર અમરીશ પુરી એક વિરલ કલાકાર હતા. ઘેરા અવાજમાં, થથરાવી દે તેમ ‘ મોગેમ્બો ખુશ હુઆ’ વગેરે બોલવાની અદા માટે તેઓ આજે પણ પ્રચલિત છે.

લેખક : રૂપલ વસાવડા

ફ્રેન્ડસ, અમરીશ પુરીનો કયો ડાઈલોગ આજે પણ તમારો ફેવરીટ છે ? કોમેન્ટ કરજો !

ટીપ્પણી