કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા આપી રહી છે મુકેશ અંબાણીની દિકરીને ટક્કર.. વાંચો..

અનન્યા બિરલા તાજેતરમાં જ હોલિવૂડની ખ્યાતનામ તેમજ ઓસ્કાર એવોર્ડ વિજેતા એક્ટ્રેસ હેલ બેરી સાથે જોવા મળી હતી. હેલ બેરી થોડા દિવસ પહેલાં ભારતની મુલાકાતે આવી હતી. અને તે કોઈ પણ જાતની સિક્યોરીટી તેમજ ઝાકઝમાળ વગર મુંબઈની ગલીઓમાં મહાલતી જોવા મળી હતી. તેણે અનન્યા બિરલાની સાથે સાથે બોલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાની પણ મુલાકાત લીધી હતી.

આપણે આ વખતે વાત કરી રહ્યા છીએ અનન્યા બિરલાની જે હાલ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીને દરેક ક્ષેત્રમાં ટક્કર આપી રહી છે.

આદિત્ય બિરલા ગૃપના અધ્યક્ષ કુમાર મંગલમની પુત્રી અનન્યા બિરલાએ પોતાના પિતાના જ બિઝનેસમાં જોડાવાની જગ્યાએ એક અલગ જ ચિલો ચાતરવાનું પસંદ કર્યું છે. સામાન્ય રીતે મોટામોટા તેમજ નાના વ્યવસાયોમાં તેમની આવનારી પેઢીઓ જોડાતી રહે છે પણ અનન્યા બિરલાએ કંઈક અલગ કરી બતાવ્યું છે. તેણે લગભગ 5 વર્ષ પહેલાં પોતાની અલગ કંપની ‘સ્વતંત્ર માઇક્રોફાયનાન્સ’ની સ્થાપના કરી હતી. તે સમયે તેણી માત્ર 17 વર્ષની જ હતી. અનન્યા બિરલાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ અને મેનેજમેન્ટમાં ડિગ્રી હાંસલ કરી છે. તેણીએ તાજેતરમાં જ ગ્લોબલ સિટીઝન ઇવેન્ટમાં પર્ફોમ કર્યું હતું.


અનન્યા છે કળાની કદરદાન.

અબજોનું વ્યવસાયિક સામ્રાજ્ય ધાવતા પિતાની દીકરી વ્યવસાય ઉપરાંત ફેશનમાં પણ ઘણી આગળપડતી છે. તેણીએ વોગ, હેલો જેવા પોપ્યુલર મેગેઝિન માટે ફોટોશૂટ પણ કરાવ્યું છે. તેણી સંગીતમાં પણ ઉંડો રસ ધરાવે છે. તેણીએ હાલમાં જ પોતાનું ઇન્ટરનેશનલ આલ્બમ ‘લિવીન ધ લાઈફ’ લોન્ચ કર્યું છે. તેને જાણીતા પ્રેડ્યુસર જીમ બેન્ઝે પ્રોડ્યુસ કર્યું છે. વિદેશમાં મેનેજમેન્ટમાં ડિગ્રીના અભ્યાસ દરમિયાન જ તેણે કોલેજની મ્યુઝિકલ ઇવેન્ટ્સમાં ગિટાર બગાડીને લાઈવ પર્ફોમન્સ આપ્યું છે. તેણીએ માત્ર બે જ વર્ષમાં સીત્તેરથી પણ વધારે લાઈવ શો કર્યા છે. જો તમે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોશો તો તમને ખ્યાલ આવશે કે તેણી બોલીવૂડ સ્ટાર-કિડ્સ કરતાં પણ વધારે સ્ટાઇલિશ અને ફેશનેબલ છે.

લેખન સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ રસપ્રદ વાત તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી