બીલ ગેટ્સનું નિવાસસ્થાન:એક અદભૂત અજાયબી !! ફોટો જોઈ ને ચોંકી જશો….!!

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં જેની ગણના થાય છે તે બીલ ગેટ્સનું ઘર પણ એક અજાયબી સમાન છે.માઈક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક બીલ ગેટ્સનું આ અજાયબ ઘર 66000 ચોરસ ફૂટ જગ્યામાં ફેલાયેલું છે.વોશિંગ્ટનમાં સરોવરના કિનારે આવેલ આ ‘શનાડું-2.0” (XANADU-2.૦) નામનો બંગલો ખુબસુરત ઇન્ટીરીયર અને અતિશય આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે ‘શનાડૂ’નો મતલબ થાય છે- એક બહેતરીન જગ્યા.આ બંગલાને તૈયાર થતા સાત વર્ષ લાગ્યા હતાં.

મકાનની લગભગ તમામ વસ્તુઓ ‘ઓટોમેટેડ કમ્પ્યુટરાઈઝડ સિસ્ટમ’થી સંચાલિત થાય છે.

આ બંગલામાં સાત બેડરૂમ્સ,24 બાથરૂમ,6 કિચન,સ્વીમીંગ પૂલ,૨૩૦૦ ચોરસ ફૂટનો સ્વાગતકક્ષ અને 2500 ફૂટનું વિશાળ જીમ તથા ત્રણ ગેરેજનો સમાવેશ થાય છે. એક ગેરેજમાં 23 ગાડી પાર્ક કરી શકાય છે.એક ગેરેજ અન્ડરગ્રાઉન્ડ છે, જે કોન્ક્રીટ અને સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવેલ છે. વિશાળ સ્વાગત કક્ષમાં એકી સાથે 200 વ્યક્તિઓને એન્ટરટેઈન કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

તેમ જ આ સ્વાગતકક્ષમાં વિશાળ ફાયર પ્લેસ અને 22 ફૂટનો જમ્બો વિડીયો સ્ક્રીન રાખવામાં આવેલ છે. આ બંગલાની કિમત અંદાજે 777 કરોડ રૂપિયા જેટલી માનવામાં આવે છે. બંગલાની દિવાલો પણ એકદમ હાઇટેક છે. દિવાલો પર એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે,તેને સ્પર્શ કરવાથી તેનું આર્ટવર્ક બદલી શકાય છે. બંગલામાં પ્રવેશનાર દરેક મહેમાનને એક માઈક્રોચીપ આપવામાં આવે છે,જેનાથી આખા ઘરમાં સિગ્નલ વડે જાણ થતી રહે છે.

તેમ જ આ ચીપ દવારા મહેમાન પોતાની અનુકુળતા મુજબ લાઈટીંગ અને ટેમ્પરેચર સેટ કરી શકે છે. જે તે જે પણ રૂમમાં કે અન્ય જગ્યાએ જાય ત્યાં ઓટોમેટીક સેટ થતું જાય છે.

ફલોરિંગમાં પણ ગજબની ટેકનીક વાપરવામાં આવી છે, ઘરના સભ્યો કે કોઈ કર્મચારીઓ જયારે તેના ઉપર ચાલે ત્યારે તેના પગના દબાણ ઉપરથી તે વ્યક્તિ વિષે જાણ થઇ જાય છે. બંગલાની તમામ લાઈટો ઓટોમેટીક-સ્વયમ સંચાલિત છે. સ્પીકરની વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે કે,જે કોઈ ગીત કે મ્યુઝીક સાંભળવામાં આવી રહ્યું હોય,તે સાંભળનાર જે તે વ્યક્તિની સાથે એક રૂમ માંથી બીજાં રૂમમાં અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ તેણે ‘ફોલો’ કરતુ રહે છે.

બીલ ગેટ્સના આ સ્વપ્નલોક સમાન બંગલામાં અત્યંત આધુનિક અને વિશાળ સ્વીમીંગ પૂલ પણ એક અજાયબી સમાન છે. આ સ્વીમીંગ પૂલની ખાસિયત એ છે કે તેમાં પાણીની અંદર મ્યુઝિક સિસ્ટમ લગાવવામાં આવી છે.પુલની બાજુમાં એક લોકર રૂમ બનાવવામાં આવેલ છે, જેમાં 4 શાવર અને બે બાથ ટબ છે.બીલ ગેટ્સ માટે એક પર્સનલ બીચ બનાવવામાં આવેલ છે,જેમાં ઈમ્પોર્ટેડ રેતીનો ઉપયોગ કરવામાં આવેલ છે.અને દર વર્ષે સેન્ટ લુસિયા ખાતેથી આ રેતી મંગાવવામાં આવે છે.

બંગલામાં 2100 ફૂટની એક લાયબ્રેરી બનાવવામાં આવેલ છે. આ લાયબ્રેરી બનાવવા પાછળ જ લગભગ 200 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો આ ભવ્ય આવાસમાં આવેલ હોમ થીયેટર પણ એકદમ આર્ટીસ્ટીક રીતે બનાવવામાં આવેલ છે.જેમાં,એકદમ આરામદાયક બેઠકવ્યવસ્થા તથા આરામથી સૂતા-સુતાં જોઈ શકાય તેવું ફર્નિચર બનાવવામાં આવેલ છે. એટલું જ નહિ, પણ પોપકોર્ન બનાવવાના મશીન પણ ત્યાં રાખવામાં આવેલ છે. આ ઉપરાંત 1900 ફૂટનું તમામ સુવિધાઓથી સજ્જ ગેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવેલ છે.

આ ઈમારતમાં જ રંગબેરંગી ખૂબસુરત માછલીઓ સાથેનું એક સુંદર કૃત્રિમ ઝરણું પણ બનાવવામાં આવેલ છે. આખા મકાનમાં બીલ ગેટ્સને સૌથી વધુ ગમતી જગ્યાઓમાંથી એક સ્થળ તેની બેનમૂન લાયબ્રેરી છે. 2100 ચોરસ ફૂટની આ વિશાળ લાયબ્રેરીમાં બે ખાનગી કબાટો અને અલાયદો ‘બારરૂમ’ છે. સીલીંગમાં બીલ ગેટ્સને હમેશ પ્રેરણા આપતું ક્વોટ મૂકવામાં આવેલ છે. આ લાયબ્રેરીમાં ‘લિઓનાર્ડો દ વિન્ચી’ની પ્રખ્યાત ‘CODEX LEICESTER’ની હસ્તલિખિત કૃતિ પણ છે, જેને બીલ ગેટ્સે 1994 માં એક હરાજીમાંથી ત્રણ કરોડ ડોલર કરતાં પણ વધુ કિમતે ખરીદી હતી.

બીલ ગેટ્સના આ અદભૂત આવાસના આર્કિટેક્ટ છે,જેમ્સ કટલર અને બોહલીન ક્વિન્સકી ફર્મ છે.આવા ભવ્ય આવાસ ની જાળવણી પાછળ પણ કરોડોનો ખર્ચ થાય તે સ્વાભાવિક જ છે. આ જગ્યાનો પ્રોપર્ટી ટેક્સ જ આશરે 10 લાખ ડોલર ચુકવવામાં આવે છે.આ ઈમારત અને તેનું ફર્નિચર બનાવવા માટે ખાસ એકદમ ઉચ્ચ કક્ષાનું 500 વર્ષ જુના ‘ડગ્લાસ ફર’ નામના વૃક્ષનું લાકડું વાપરવામાં આવ્યું હતું. આશરે 5 લાખ ઘન ફૂટ લાકડું આ ઈમારતમાં વાપરવામાં આવ્યું છે. ‘XANADU-2.૦’ મકાનની રચના ‘EARTH-SHELTERED’ ઈમારત તરીકે કરવામાં આવી છે, તેમાં કુદરતી રીતે જ પ્રકાશ અને હવામાન સારામાં સારું મળી શકે તેવી જગ્યાએ અને તેવી રીતે તેનું બાંધકામ કરવામાં આવેલ છે.

બીલ ગેટ્સે એક વાર ચેરિટીના હેતુ માટે પોતાનું ઘર જોવા માટે બોલી લગાવવા ઓફર કરી હતી,તેમાં એક વ્યક્તિએ ફક્ત આ ઘર જોવા માટે 35000 ડોલરની બોલી લગાવી હતી.

લેખક – તુષાર રાજા

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી