‘બિગ બી’ના 75માં જન્મદિવસ પર ખાસ ગિફ્ટ આપશે ફેન્સ

- Advertisement -

બિગ બીને મળશે ખાસ ગિફ્ટ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના 75માં જન્મદિવસના અવસર પર ફેન્સ અમિતાભ ચાલીસાનો પાઠ કરીને ઉજવણીની તૈયારીમાં છે. હકીકતમાં કોલકાતામાં એક ગ્રુપ સાથે જોડાયેલા સંજય પડોડિયા દિવસમાં બે વાર અમિતાભ બચ્ચનની આરતી ઉતારે છે અને ઘંટડીઓ સાથે અમિતાભ ચાલીસાનો પણ પાઠ કરે છે. પરંતુ આ વખતે તેમના તરફથી ભગવાન અમિતાભ બચ્ચનના જન્મ દિવસના અવસરે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કોલકાતામાં છે બીગ બીનો ખાસ ફેન

કોલકાતાના નિવાસી સંજય પટોડિયા અમિતાભના એટલા જબરદસ્ત ફેન છે કે તેમણે 16 વર્ષ પહેલા ઘરના ગેરેજમાં અમિતાભનું એક મંદિર બનાવી નાંખ્યું. આજ તેમના ગળામાં હંમેશા એક સોનાની ચેઈન હોય છ. જેમાં 17 ગ્રામના સોનાના પેન્ડન્ટ પર અમિતાભની તસ્વીર બનેલી છે. તેની બિગ બી માટેની દિવાનગીની હદ એટલે સુધી છે કે તેણે ખાસ થાઈલેન્ડથી ઓર્ડર આપીને આ પેન્ડન્ટ મંગાવ્યું હતું.
75માં જન્મદિવસ પર ખાસ ઉજવણી

જોકે સંજય પટોડિયા ‘ઓલ બંગાળ અમિતાભ બચ્ચન ફેન્સ એસોસિયેશન’ના સચિવ છે અને અમિતાભ બચ્ચનના જન્મદિવસે તેમણે આ વખતે એક ખાસ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. જેમાં અમિતાભ બચ્ચનની થીમ પર એક પેઈન્ટિંગ કોમ્પિટિશનમાં દમ દમ હૈપ્પી ન્યૂ હોમના 5થી 13 વર્ષની ઉંમરના બાળકો ભાગ લઈ શકશે. જેના માટે દરેક બાળકોને ટિ-શર્ટ આપવામાં આવશે.
આવી રીતે આપશે ગિફ્ટ

સંજયભાઈ અને એસોસિયેશનના ટ્રેજરર વિજય પટોડિયાએ જણાવ્યું કે, જેવી રીતે દાદા (અમિતાભ બચ્ચન) પોતાના ‘કૌન બનેગા કરોડપતિ’ દરમિયાન પહેરેલા કપડાં એનજીઓ ગૂંજને દાન કરશે, એવી જ રીતે અમે પણ તેમના જન્મ દિવસના ખાસ અવસરે આ એનજીઓે કપડાં દાન કરીશું. જેનો ઉપયોગ દેશભરની મહિલાઓ માટે સેનેટરી નેપકીન બનાવવાનું કામ થશે.
સોર્સઃ આઈ એમ ગુજરાત

ટીપ્પણી