“ભુંગળા બટેકા ચાટ” – બાળકો સ્કુલથી આવે એટલે આપો એમને સરપ્રાઈઝ….

ભુંગળા બટેકા ચાટ (Bhungla Bateka Chat)

સામગ્રી:

14 બેબી પોટેટો,
15 લસણની કળી,
1 ડુંગળી ઝીણી સમારેલી,
1 ઈંચ આદુનો ટુકડો,
3 સુકા લાલ મરચા,
1 ઝીણુ સમારેલ ટમેટું,
2 ચમચી ધાણાજીરૂ,
1 ચમચી જીરૂ,
½ ચમચી લાલ મરચું પાઉડર,
1/8 ચમચી હળદર,
½ ચમચી ચાટ મસાલો,
½ ચમચી ગરમ મસાલો,
મીઠુ સ્વાદ મુજબ,
તેલ,
કોથમીર,
સેવ,
ડુંગળી,
મસાલા શિંગ,
દાડમના દાણા,

રીત :

સુકા લાલ મરચાને 1/2 વાટકી પાણીમાં 10 મિનીટ પલાળી લો. બટેટાને મીઠુ વાળા પાણીમા બાફી લો.
આદુ, લસણ, પલાળેલા મરચા, ટમેટા, ધાણાજીરૂ, હળદર અને મીઠુ મિક્સ કરી એકસાથે મિક્સરમાં પેસ્ટ કરી લેવી.
એક પેનમાં એક ચમચો તેલ ગરમ કરી તેમાં બાફેલા બટેટાને 2 મિનીટ માટે મિડીયમ ગેસ પર સાંતળી લેવા.
બટેકાને પ્લેટમાં કાઢી તે જ કડાઈમાં 4 ચમચા તેલ ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરી બ્રાઉન થાય ત્યાંસુધી સાંતળવી.
પછી બનાવેલ પેસ્ટ ઉમેરી તેલ છુટુ પડે ત્યાંસુધી સાંતળવી.
પછી તેમાં લાલ મરચુ પાઉડર ઉમેરી સાંતળેલા બટેટા મિક્સ કરીને 3-4 મિનીટ કૂક કરવું.
કાચા ભુંગળા માર્કેટમાં મળે છે, તળી લેવા.
એક પ્લેટમાં બટેકા લઈ ઉપર સેવ, ડુંગળી, દાડમના દાણા, મસાલા શિંગ, કોથમીર ભભરાવીને ભુંગળા જોડે સર્વ કરવું.
તો તૈયાર છે ભુંગળા બટેકા ચાટ.

નોંધ:

મિડીયમ ખાટા દહીના લચકામા ખાંડ, લાલ મરચું, ધાણાજીરું ઉમેરી મિક્ષ કરી સર્વિંગ વખતે રેડી શકાય.( તેનાંથી સ્પાઇસીનેસ ઓછી થઈ જશે.)

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

તો આજે જ બનાવીને તમારા બાળકોને આપો, શેર કરો આ વાનગી તમારા મિત્રો સાથે અને લાઇક અક્રો અમારું પેજ.

ટીપ્પણી