“સોન ચિરૈયા” માં ચંબલની ડાકુ બની ભૂમિ પેડનેકર

“સોન ચિરૈયા” માં ચંબલની ડાકુ બની ભૂમિ પેડનેકર

ભૂમિ પેડનેકરએ હાલમાં સુશાંત સિંહ રાજપૂતની ઓપોઝીટ અભિષેક ચૌબેની ફિલ્મ “સોન ચિરૈયા” માં પોતાનું શૂટિંગ પૂરું કરી દીઘું છે. ભૂમિ આ ફિલ્મમાં 70ના દશકની ચંબલની ડાકુ બની છે. ભૂમિએ આ ફિલ્મમાં પોતાના પાત્ર વિશે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં તે એકદમ બોલ્ડ અવતારમાં જોવા મળશે તેમજ આ ફિલ્મમાં તેનું પાત્ર બહુ સંવેદનશીલ છે. આ ફિલ્મમાં ભૂમિએ બહુ ઓછો મેકઅપ કર્યો છે. તેમજ લાંબી સ્લીવના બ્લાઉઝ અને સાદી સાડીમાં જોવા મળશે. સાથે તે ડાકુ હોવાથી તેના ખભા પર બંદૂક પણ લટકતી જોવા મળશે. ફિલ્મમાં સુંશાત પણ ડાકુના રોલમાં છે. રોની સ્ક્રૂવાલાના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મમાં સુશાંત અને ભૂમિ ઉપરાંત મનોજ બાજપેય, આશુતોષ રાણા, રણવીર શોરી અને શ્રીધર દુબે મુખ્યમાં જોવા મળશે.

પોતાની ફિલ્મ વિશે ભૂમિએ કહ્યું હતું કે, ફિલ્મની ટીમ છેલ્લા ત્રણ મહિનાથી ચંબલમાં શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન ચંબલમાં બહુ ગરમી હતી અને લગભગ 40 ડિગ્રી જેટલું તાપમાન હતું. ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા માટે ભૂમિએ બુંદેલખંડી ભાષા પણ શીખવા માટે બહુ મહેનત કરી છે અને સાથે તે ત્યાંની સ્થાનીય મહિલાઓ સાથે વાતચીત પણ કરતી હતી. ફિલ્મનું શૂટિંગ છેલ્લા સપ્તાહમાં પૂરુ થયું છે. જો કે, તમને જણાવી દઈએ કે, ભૂમિ આ ફિલ્માં એક વિધવાનું પાત્ર ભજવી રહી છે.પોતાના પાત્ર અને ડાકુ વાળા નવા અવતાર માટે ભૂમિ ડિરેક્ટર અભિષેક ચૌબેને ક્રેડિટ આપે છે. તેમનું કહેવું છે કે અભિષેક પોતાના કામમાં બહુ હોશિંયાર છે. તેમજ ભૂમિએ કહ્યું કે, અભિષેક હંમેશા પોતાની ફિલ્મમાં અલગ પ્રકારનાં કેરેક્ટર ઉભા કરે છે. તેમજ ભૂમિએ ફિલ્મ વિશે આગળ જણાવતા કહ્યું કે, ફિલ્મ “ઈશ્કિયા”, “ડેઢ ઈશ્કિયા” અને “ઉડતા પંજાબ” જેવી અલગ ફિલ્મોની જેમ “સોન ચિરૈયા” પણ એક અલગ પ્રકારની ફિલ્મ છે. આ ફિલ્મમાં અભિષેકએ ભૂમિનું પાત્ર એ રીતે રજૂ કર્યું છે જે કમજોર હોવા છતાં પણ મજબૂત, બોલ્ડ અને બહાદુર છે. ભૂમિએ આગળ જણાવતા કહ્યું કે, તેને સુશાંત અને અભિષેકની સાથે કામ કરવાની બહુ મજા આવી હતી.

તમને જણાવી દઈએ કે ફિલ્મની તૈયારી માટે અભિષેકની સાથે ફિલ્મનાં લેખક સંદીપ શર્માએ ગત વર્ષે ચંબલની યાત્રા કરી હતી અને ડાકુઓનું જીવન કેવું હોય છે અને તેવો કેવી રીતે રહેતા હોય છે તે સમજવા માટે અભિષેક અને સંદીપ શર્મા ડાકુઓની સાથે રહ્યાં હતા. સંદીપ શર્માએ કહ્યું કે, એવા પણ ડાકુઓ હતા જેમના પર 80 કરતા વધારે મર્ડરના કેસ હતા.

જો કે અત્યારે સુશાંત સેફ અલી ખાનની પુત્રી સારા સાથે કેદારનાથ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ છે. જેમાં ચંદા મામા દુર કે અને ડ્રાઇવનો સમાવેશ છે.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજ ફિલ્મી જગતનું રોજ બનતા બનાવોનું અપડેટ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ…..

.

ટીપ્પણી