ભીંડી કોર્ન મસાલા : ગ્રેવીવાળી ભીંડીની સબ્જી ન્યુ સ્ટાઇલમાં આજે જ ટ્રાય કરો

ભીંડી કોર્ન મસાલા (Bhindi Corn Masala)
ગ્રેવીવાળી ભીંડીની સબ્જી ન્યુ સ્ટાઇલમાં…અહીં કોર્નની ગ્રેવી રહેશે..અને સ્વાદ તો બહુ જ ટેસ્ટી લાગશે… બાળકો સબ્જીથી દૂર ભાગતા હોય છે… પણ પંજાબી સબ્જી બનાવી છે તો હોશે હોંશે ખાય છે તો ચાલો ભીંડીની સબ્જીને પંજાબી રૂપમાં પીરસીએ… બાળકો સાથે ઘરના સભ્યોને મજા કરાવીએ…
સામગ્રી:
250 ભીંડો,
1 મોટી બટકું,
2 મોટી ડુંગળી,
1 મોટી વાટકી મકાઈના દાણા,
1 મોટું ટમેટું,
1 લીલું મરચું,
1 ચમચી લસણ પેસ્ટ,
તેલ,
1/4 ચમચી હળદર,
1-2 ચમચી લાલ મરચું,
મીઠું,
1.5 ચમચી ધાણાજીરું,
1/4 ચમચી ગરમ મસાલો,
રીત:
– સૌ પ્રથમ મકાઈના દાણા, ટમેટા અને લીલા મરચાને પીસી ગ્રેવી કરી લેવી.
– ભીંડી, બટેકા, ડુંગળી લાંબા સમારી લેવા..
– હવે એક કડાઈમાં તેલ લઇ ભીંડીને ક્રિસ્પી તળી લેવી.
 – પછી ડુંગળીને કથ્થાઈ તળી લેવી.
– પછી બટેકાને ક્રિસ્પી તળી લેવા.
– પછી વધારાનું તેલ કાઢી લઇ 1 ચમચા જેટલું તેલ રહેવા દેવું.
– પછી એક વાટકીમાં 3 ચમચી દહીં લઇ તેમાં હળદર, લાલ મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરવી.
– ગ્રેવીમાં મસાલાની બનાવેલ પેસ્ટ ઉમેરી મિક્સ કરવી.
– ગ્રેવી તેલ છોડે એટલે તેમાં ભીંડી, બટેકા, ડુંગળી ઉમેરી દેવા.
– પછી ઉપરથી કોથમીર અને કોર્ન વડે ગાર્નિશ કરવું.
– તો તૈયાર છે ભીંડી કોર્ન મસાલા.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ આવી અનેક અવનવી વાનગી શીખવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી